AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ, અમદાવાદમાં સર્જાયો ઈતિહાસ

Breaking News : ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ, અમદાવાદમાં સર્જાયો ઈતિહાસ

| Updated on: Feb 15, 2026 | 5:29 PM
Share

ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળતાપૂર્વક અમદાવાદમાં કરવામાં આવી છે. આ ટેકનોલોજીથી હવે અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને નિષ્ણાત ડૉક્ટરોની સેવા ઘર બેઠા મળી શકશે.

ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં નવા ઈતિહાસનું સર્જન થયું છે. રાજ્યમાં પ્રથમ વખત લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળતાપૂર્વક અમદાવાદમાં પૂર્ણ થઈ છે. આ સફળતા એ દર્શાવે છે કે ટેકનોલોજી અને મેડિકલ નિષ્ણાતોનું સંયોજન ગુજરાતને આરોગ્ય ક્ષેત્રમાં અગ્રણી બનાવશે.

11મી ફેબ્રુઆરી 2026ના રોજ, ડૉ. સંજીવ હરિભક્તિએ અમદાવાદમાં હાજર દર્દી પર નવી દિલ્હી ખાતેથી રિમોટલી ઓપરેશન કર્યું. પરંતુ હાઈ-સ્પીડ નેટવર્ક અને અદ્યતન રોબોટિક ટેકનોલોજી દ્વારા સફળતા મેળવી શકાઈ.

આ ઐતિહાસિક સિદ્ધિનું મુખ્ય કારણ સ્વદેશી SSI મંત્ર 3.0 રોબોટિક સિસ્ટમ છે. આ સિસ્ટમ રોબોટિક ટેલિ-સર્જરી માટે લાઇસન્સ ધરાવે છે અને ડૉ. હરિભક્તિ અને તેમની ટીમે તેનો પ્રભાવશાળી ઉપયોગ કરીને દર્દી પર સફળ સર્જરી કરી.

આ પ્રોજેક્ટ દ્વારા હવે અંતરિયાળ અને દૂરના વિસ્તારોમાં રહેતા દર્દીઓને નિષ્ણાત ડૉક્ટરોની સેવા ઓનલાઈન મળી શકે છે. એક સાથે 11 નિષ્ણાત સર્જન અલગ શહેરોમાં રહીને ઓપરેશન કરી શકે છે. આ સિદ્ધિથી મુસાફરીના જોખમો ઘટશે, હોસ્પિટલ વ્યવસ્થાપન વધુ અસરકારક બનશે અને સારવારમાં વિલંબ અને ખર્ચમાં ઘટાડો થશે.

વિશેષ કરીને ગંભીર અને દૂરવર્તી વિસ્તારોના દર્દીઓ માટે આ પહેલ વિશેષ મહત્વની છે. ગુજરાત હવે આરોગ્ય સેવાઓમાં ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.

Input Credit- Jignesh Patel- Ahmedabad

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Published on: Feb 15, 2026 05:28 PM
g clip-path="url(#clip0_868_265)">