IND vs PAK: ભારતનો 7 વિકેટે શાનદાર વિજય, પાકિસ્તાનને હરાવી T20 વિશ્વકપ અભિયાનની શરુઆત, જેમિમા રોડ્રિગ્ઝની અડધી સદી
India vs Pakistan, Womens T20 World Cup Match: પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવી 149 રન ભારત સામે નોંધાવ્યા હતા. પાકિસ્તાની સુકાની બિસ્માહ મહરૂફે અડધી સદી નોંધાવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મહિલા વિશ્વકપની ગ્રુપ મેચ કેપટાઉનમાં રમાઈ હતી. ભારતે 7 વિકેટથી પાકિસ્તાનને હાર આપીને વિજયી અભિયાનની શરુઆક કરી હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સુકાની બિસ્માહ મહરૂફેની અડધી સદી અને આયેશા નસિમને આક્રમક ઈનીંગ વડે ભારત સામે 150 રનનુ લક્ષ્ચ રાખ્યુ હતુ. પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પિછો કરતા ભારતે શરુઆત સારી કરવા પ્રયાસ કર્યો હતો. જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર રમત બતાવી હતી અને ટીમને લક્ષ્ય તરફ દોરી ગઈ હતી. ઋચા ઘોષ અને જેમિમાએ અર્ધશતકીય ભાગીદારી નોંધાવી હતી.
ટીમ ઈન્ડિયાની ઓપનીંગ જોડીએ દમદાર શરુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. યાસ્તિકા ભાટીયા અને શેફાલી વર્માએ 38 રનની પાર્ટનરશિપ પ્રથમ વિકેટ માટે કરી હતી. ત્યાર બાદ અંતમાં જેમિમા અને ઋચા ઘોષે મહત્વની ભાગીદારી રમત દર્શાવી હતી અને વિશાળ લક્ષ્યને આસાનીથી પાર કરીને પાકિસ્તાનને હાર આપી હતી. ભારતે એક ઓવર બાકી રહેતા 19મી ઓવરના અંતિમ બોલ પર લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.
યાસ્તિકા અને શેફાલીનો પ્રયાસ
પાકિસ્તાને ભારત સામે વિશાળ લક્ષ્ય રાખ્યુ હતુ. ભારતીય ટીમના બેટરોએ વિશાળ ટાર્ગેટને પાર કરવા માટે આશ્યક રનરેટ મુજબ જ રમતની શરુઆત કરી હતી. ભારતીય ટીમની ઓપનીંગ જોડીએ આવી જ શરુઆતનો પ્રયાસ કર્યો હતો. યાસ્તિકા ભાટીયા અને શેફાલી વર્માએ 38 રન પ્રથમ વિકેટ માટે જોડ્યા હતા. આ દરમિયાન યાસ્તિકા ભાટીયા 17 રન નોંધાવીને સાદિયા ઈકબાલના બોલ પર શોટ લગાવવા જતા કેચ આઉટ થઈ હતી. તેણે 20 બોલનો સામનો કરીને 2 ચોગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. યુવા સ્ટાર શેફાલી વર્માએ 25 બોલનો સામનો કરીને 33 રન નોંધાવ્યા હતા. શર્માએ 4 ચોગ્ગા ફટકાર્યા હતા. શર્મા બીજી વિકેટના રુપમાં 65 રનના સ્કોર પર પરત ફરી હતી. સુકાની હરમનપ્રીતે 12 બોલનો સામનો કરી 16 રન નોંધાવ્યા હતા.
રોડ્રિગ્ઝ અને ઘોષની વિજયી પાર્ટનરશિપ
જેમિમા રોડ્રિગ્ઝે લક્ષ્ય સુધી ક્રિઝ પર રહીને ટીમને જીત અપાવી હતી. વિકેટકીપર બેટર ઋચા ઘોષે તેનો સારો સાથ નિભાવતા મહત્વની ભાગીદારી નોંધાવી હતી. બંને વચ્ચે 33 બોલમાં 58 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ બંનેની આક્રમક અંદાજ સાથેની પાર્ટનરશિપે ભારતને જીત આસાન બનાવી હતી. એકસમયે વિશાળ સ્કોર અને ટોપ ઓર્ડરની વિકેટ ગુમાવતા ભારત માટે સંકટની સ્થિતી સર્જાવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ બંનેએ રમતને આસાન બનાવી દીધી હતી. અણનમ રહેતા જેમિમાએ 38 બોલમાં 53 રન નોંધાવ્યા હતા. જ્યારે ઋચા ઘોષે 20 બોલનો સામનો કરીને 31 રન નોંધાવ્યા હતા. બંનેએ આક્રમક શોટ વડે ચોગ્ગા મેળવ્યા હતા.