IND vs PAK: ભારત સામે પાકિસ્તાને 150 રનનુ લક્ષ્ય રાખ્યુ, મિસ્બાહ મહરુફની અડધી સદી

India vs Pakistan, Womens T20 World Cup Match: કેપટાઉમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાની કેપ્ટન બિસ્માહ મહરુપે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

IND vs PAK: ભારત સામે પાકિસ્તાને 150 રનનુ લક્ષ્ય રાખ્યુ, મિસ્બાહ મહરુફની અડધી સદી
India vs Pakistan 1st innings Report Scorecard
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 8:19 PM

મહિલા T20 વિશ્વકપ 2023 ટૂર્નામેન્ટમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનની કેપ્ટન બિસ્માહ મહરૂફે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની સુકાનીએ હરમનપ્રીત કૌરે પિચને જોઈ પ્રથમ બેટિંગની આશા રાખી હતી. પાકિસ્તાની સુકાની મિસ્બાહે અડધી સદી નોંધાવી હતી. ભારત સામે પાકિસ્તાને નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 149 રનનો સ્કોર નોંધાવ્યો  હતો.

ભારતીય બોલર દીપ્તિ શર્માએ પાકિસ્તાની ઓપનીંગ જોડીને ઝડપથી તોડી દેવામાં સફળતા મેળવી હતી. પરંતુ અંતિમ ઓવરો દરમિયાન આયેશા નસિમ અને પાકિસ્તાની સુકાની બિસ્માહે બાજી સંભળતા ભારતને 100થી વધુ રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. બંનેએ અર્ધશતકીય પાર્ટનરશિપ કરી હતી. જેમાં આયેશાએ તોફાની રમત રમી હતી.

નસીમે વધાર્યુ ટાર્ગેટ

એક સમયે શરુઆતમાં લાગી રહ્યુ હતુ કે, ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટરોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. જોકે અંતિમ ઓવરો દરમિયાન સ્કોરબોર્ડ પાકિસ્તાને ઝડપથી આગળ વધાર્યુ હતુ. ખાસ કરીને પાકિસ્તાની સુકાની બિસ્માહ મહરૂફની અડધી સદી અને આયેશાની તોફાની રમત સાથેની ભાગીદારીએ આ કામ કર્યુ હતુ. બંનેએ મક્કમતાપૂર્વક રન નિકાળવાનો પ્રયાસ કર્યો હતો. બિસ્માહે 55 બોલનો સામનો કરીને 68 રનની અણનમ ઈનીંગ રમી હતી. આ દરમિયાન 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે આયેશાએ 25 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. આયેશાએ અણનમ ઈનીંગમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા નોંધાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

ઓપનર જોડી 10 રનના સ્કોર પર જ દીપ્તિ શર્માએ તોડી દેવામાં સફળતા મેળવી હતી. દીપ્તિએ જ્વેરીયા ખાનને હરમનપ્રીત કૌરના હાથમાં કેચ ઝડપાવી પરત મોકલી હતી. જ્વેરીયા ખાને 6 બોલમાં 8 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ રાધા યાદવે 7મી ઓવરમાં ઓપનર મુનિબા અલીની વિકેટ ઝડપી હતી. વિકેટકીપર રિચા ઘોષે તેને ચપળતા પૂર્વક સ્ટંપીંગ કરતા મુનિબા આઉટ થઈ પરત ફરી હતી. તેણે 12 રન 14 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. નિદા ડાર શૂન્ય રને જ પૂજા વસ્ત્રાકરનો શિકાર બની હતી. સીદરા અમીન 18 બોલમાં 11 રન નોંધાવી રાધા યાદવના બોલ પર આઉટ થઈ હતી.

અંતિમ ઓવરોમાં ખૂબ ગુમાવ્યા રન

શરુઆતમાં નિયંત્રીત બોલિંગ રહ્યા બાદ અંતિમ ઓવરો દરમિયાન ભારતીય બોલરોએ ખૂબ રન ગુમાવ્યા હતા. ખાસ કરીને આયેશા અને બિસ્માહની જોડી ક્રિઝ પર જામી જતા સ્કોર બોર્ડ આગળ વધ્યુ હતુ. સૌથી વધુ દીપ્તિ શર્માએ રન ગુમાવ્યા હતા. દિપ્તીએ 4 ઓવરમાં 39 રન ગુમાવ્યા હતા. તેણે એક વિકેટ મેળવી હતી. રેણુકા સિંહે 3 ઓવરમાં 24 રન ગુમાવ્યા હતા. રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં 31 રન ગુમાવ્યા હતા.

રાધા યાદવે 2 વિકેટ મેળવી હતી. તેણે 4 ઓવરમાં 21 રન ગુમાવ્યા હતા. જ્યારે પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 30 રન ગુમાવી એક વિકેટ ગુમાવી હતી. શેફાલી વર્માએ 1 ઓવર કરીને 3 રન ગુમાવ્યા હતા.

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">