AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : ફરી એકવખત એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, જુઓ ટૂર્નામેન્ટનું ગણિત

ભારત એશિયા કપના સુપર 4માં સ્થાન મેળવી લીધું છે અને પાકિસ્તાન હોંગકોંગને હરાવીને ત્યાં પહોંચી શકે છે. જો આમ થશે તો રવિવારે ફરી ભારત-પાકિસ્તાન આમને-સામને થશે.

IND vs PAK : ફરી એકવખત એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, જુઓ ટૂર્નામેન્ટનું ગણિત
ફરી ભારત અને પાકિસ્તાનની ટક્કર થશેImage Credit source: bcci
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 12:03 PM
Share

India Vs Pakistan : ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે ફરી એકવાર ટક્કર થઈ શકે છે. એશિયા કપ (ASIA CUP)ના સુપર-4માં રવિવારે બંને વચ્ચે ટક્કર થઈ શકે છે. જો કે આ માટે પાકિસ્તાને આજે હોંગકોંગને હરાવવું પડશે. આ મેચ શુક્રવારે રમાશે અને હોંગકોંગ (Hong Kong) ખરા અર્થમાં આટલી આસાનીથી હથિયાર નીચે મુકશે નહીં. કારણ કે આ ટીમે ભારતને આકરો પડકાર આપ્યો હતો. ભારતે ભલે બીજી મેચમાં હોંગકોંગને 40 રનથી હરાવ્યું હોય પરંતુ તેના બોલરોએ વિરાટ, રાહુલ અને રોહિત જેવા બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. પાકિસ્તાન (Pakistan )નો મિડલ ઓર્ડર બિનઅનુભવી છે અને તેના માટે હોંગકોંગના બોલરોને પછાડવું એટલું સરળ નહીં હોય.

એશિયા કપ 2022માં ભારતની 2 લીગ મેચ રમાઈ ચૂકી છે. ભારતીય ટીમ 2 મેચ જીતી સુપર 4માં પહોંચી ચૂકી છે. ભારત પહેલા અફધાનિસ્તાનની ટીમ સુપર 4માં પહોંચી હતી. તો શ્રીલંકાની ટીમ પણ ગુરુવારના રમાયેલી મેચમાં સુપર4માં સ્થાન મેળવી લીધું છે. હવે માત્ર એક સ્થાન ખાલી છે. ગ્રુપ Aમાં આજે પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મેચ રમાશે. આ બંન્નેમાંથી જે ટીમ મેચ જીતશે તે સુપર 4મા સ્થાન મેળવી લેશે.

પાકિસ્તાન માટે હોંગકોંગને હરાવું મુશ્કિલ નહિ હોય. ત્યારે પાકિસ્તાનને સુપર4માં પહોંચવું લગભગ નક્કી છે.

ફરી ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે

ગ્રુપએમાં પાકિસ્તાન અને હોંગકોગની ટીમ પોતાની પ્રથમ મેચ ભારત સામે હારી ચૂકી છે. હવે બંન્ને ટીમો માટે કરો યા મરોની મેચ છે. હારનારી ટીમ ટૂર્નામેન્ટથી બહાર થશે અને જીતનારી ટીમ સુપર-4માં પહોંચી છે. પાકિસ્તાન માટે હોંગકોગને હરાવવું ખુબ જરુરી છે. સુપર-4ના બીજા મુકાબલામાં બંન્ને ટીમ ફરીથી આમને-સામને થઈ શકે છે. આ મુકાબલો 4 સપ્ટેમ્બરના રોજ રમાશે.ગ્રુપબીમાં અફધાનિસ્તાનની ટીમ અને શ્રીલંકાની ટીમ સુપર-4માં પહોંચી ચૂકી છે. અફધાનિસ્તાનની ટીમ પહેલાજ તેના ગ્રુપની 2 ટીમ શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવી ચૂકી છે.

ફાઈનલમાં કોને મળશે તક

સુપર-4માં પહોંચનારી ટીમ એકબીજા સામે એક-એક મેચ રમશે. દરેક ટીમના કુલ ત્રણ મેચ હશે. આ ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરનારી 2 ટીમ ફાઈનલ મેચ રમશે. હાલમાં તો ભારત અને પાકિસ્તાનની ટીમને રેકોર્ડ સાથે મજબુત જોઈ શકાય છે. ત્યારે કહી શકાય કે, બંન્ને ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાવાની સંભાવના સૌથી વધુ છે. સુપર-4માં પહોંચનારી અન્ય ટીમ માટે ભારત-પાકિસ્તાનને હરાવવું ખુબ મુશ્કિલ છે. કારણ કે, અન્ય ટીમ હાલમાં ખરાબ ફોર્મમાં ઝઝુમી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">