India Vs Pakistan T20 Highlights : ભારતે પાકિસ્તાન સામેનો રોમાંચક મુકાબલો 4 વિકેટથી જીત્યો

| Updated on: Oct 23, 2022 | 5:47 PM

IND vs PAK T20 World Cup 2022 : ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબર્નમાં મહાજંગ. બંને ટીમોની ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ. જબરદસ્ત રોમાંચક મેચમાં ભારતે 4 વિકેટે વિજય મેળવ્યો હતો.

India Vs Pakistan T20 Highlights : ભારતે પાકિસ્તાન સામેનો રોમાંચક મુકાબલો 4 વિકેટથી જીત્યો
India vs Pakistan high voltage encounter in T20 World Cup 2022

ભારતે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2022ની (T20 World Cup 2022) હાઇ વોલ્ટેજ મેચમાં ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) બંનેની વિશ્વ કપની આ પ્રથમ મેચ છે. આ મેચને લઇને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપ્યું હતું. બોલિંગમાં અશ્વિન અને અક્ષરનો સ્પિન માટે ટીમમાં સમાવેશ કરાયો હતો. જબરદસ્ત રોમાંચક મેચમાં ભારતે 4 વિકેટે વિજય મેળવ્યો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Oct 2022 05:31 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતની પાકિસ્તાન સામે રોમાંચક મેચમાં જીત

    આર અશ્વિનએ અંતિમ બોલ પર પાકિસ્તાન સામે જીત અપાવી હતી. વિરાટની નોટઆઉટ 82 રનની ઇનિંગની મદદથી ભારતે શાનદાર જીત મેળવી હતી. હાર્દિક પંડયાએ 40 રન કર્યા હતા. ભારતે અંતિમ ઓવરમાં 16 રન કર્યા હતા. છેલ્લી 3 ઓવરમાં ભારતે 48 રન કર્યા હતા.

  • 23 Oct 2022 05:02 PM (IST)

    IND Vs PAK, T20 Live: વિરાટ કોહલીની બે શાનદાર સિક્સ

    19મી ઓવરના અંતિમ બે બોલ પર વિરાટ કોહલીએ બે સિક્સ ફટકારી હતી. ભારતને અંતિમ ઓવરમાં 16 રનની જરૂર.

  • 23 Oct 2022 04:58 PM (IST)

    IND Vs PAK, T20 Live: મેલબર્નના સ્ટેડીયમમાં 90 હજારથી વધુ પ્રેક્ષકો

    90,293 - MCG (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ) ખાતે આજની હાજરી

  • 23 Oct 2022 04:56 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતને 24 બોલમાં 54 રનની જરૂર

    ભારતે 16 મી ઓવરમાં ફક્ત 6 રન લીધા હતા. ભારતને જીતવા માટે 24 બોલમાં 54 રનની જરૂર છે.

  • 23 Oct 2022 04:50 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારત 15મી ઓવરના અંતે 100 રન પર પહોંચ્યું

    ભારત 15મી ઓવરના અંતે 100 રન પર પહોંચ્યું છે. ભારતને 30 બોલમાં 60 રનની જરૂર છે.

  • 23 Oct 2022 04:48 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતને 6 ઓવરમાં 70 રનની જરૂર

    ભારતને છેલ્લી 6 ઓવરમાં 70 રનની જરૂર છે. ભારતે લગભગ 12 રન પ્રતિ ઓવરની રેટ પર રન કરવા પડશે.

  • 23 Oct 2022 04:42 PM (IST)

    IND Vs PAK, T20 Live: વિરાટ કોહલીએ ફટકાર્યો ચોગ્ગો

    વિરાટ કોહલીએ શાહિન અફ્રિદીની બોલિંગમાં ચોગ્ગો માર્યો હતો. ભારતનો સ્કોર 83/4(13)

  • 23 Oct 2022 04:38 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતની 12મી ઓવરમાં ત્રણ સિક્સ

    12મી ઓવરમાં હાર્દિક પંડયાએ બે અને વિરાટ કોહલીએ એક સિક્સ મારી હતી. ભારતનો સ્કોર 74/4(12)

  • 23 Oct 2022 04:34 PM (IST)

    IND Vs PAK, T20 Live: હાર્દિક પંડયાએ ફટકાર્યો ભારતીય ઇનિંગનો પ્રથમ છગ્ગો

    11મી ઓવરમાં ભારતે પ્રથમ છગ્ગો ફટકાર્યો હતો. મોહમ્મદ નવાઝની ઓવરમાં હાર્દિક પંડયાએ સિક્સ મારી હતી.

  • 23 Oct 2022 04:31 PM (IST)

    IND Vs PAK, T20 Live: હાર્દિક પંડયાએ ફટકાર્યો ચોગ્ગો

    હાર્દિક પંડયાએ 11મી ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કોર 54/4(11)

  • 23 Oct 2022 04:26 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતની ખરાબ શરૂઆત, 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવી કર્યા 45 રન

    ભારતે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડયા અને વિરાટ કોહલી હાલ પીચ પર છે. ભારતને 60 બોલમાં 115 રનની જરૂર.

  • 23 Oct 2022 04:19 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતે ચોથી વિકેટ ગુમાવી, અક્ષર પટેલ રનઆઉટ

    અક્ષર પટેલ બે રન કરી રનઆઉટ થયો હતો. ભારતનો સ્કોર 33/4(7)

  • 23 Oct 2022 04:11 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતે ત્રીજી વિકેટ ગુમાવી સૂર્યકુમાર યાદવ આઉટ

    સૂર્યકુમાર યાદવને હારિસ રાઉફએ આઉટ કર્યો હતો. સૂર્યકુમાર 15 રન બનાવી આઉટ થયો હતો.

  • 23 Oct 2022 04:05 PM (IST)

    IND Vs PAK, T20 Live: રોહિત શર્માનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ

    ઇનિંગ- 10, રન- 114, એવરેજ- 14.25, સ્ટ્રાઇક રેટ- 118.75, સર્વાધિક- 30*

  • 23 Oct 2022 03:58 PM (IST)

    IND Vs PAK, T20 Live: સૂર્યકુમાર યાદવે ફટકાર્યો ચોગ્ગો

    સૂર્યકુમાર યાદવે પોતાની ઇનિંગના પ્રથમ બોલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતનો સ્કોર 17/2(4).

  • 23 Oct 2022 03:55 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતને બીજો ઝટકો; કેપ્ટન રોહિત શર્મા આઉટ

    ભારતીય કેપ્ટન રોહિત શર્મા 4 રન બનાવી આઉટ થયો હતો. હારિસ રોફએ લીધી ભારતની બીજી વિકેટ.

  • 23 Oct 2022 03:48 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતે ગુમાવી પ્રથમ વિકેટ; કે એલ રાહુલ બોલ્ડ આઉટ

    નસીમ શાહએ કે એલ રાહુલને આઉટ કર્યો હતો. રાહુલ 4 રન કરી બોલ્ડ આઉટ થયો.

  • 23 Oct 2022 03:43 PM (IST)

    IND Vs PAK, T20 Live: કેએલ રાહુલે પહેલા જ બોલ પર ધબકારા વધાર્યા

    ભારતીય ઇનિંગની શરૂઆત કરવા કે એલ રાહુલ અને રોહિત શર્મા આવ્યા હતા. પ્રથમ બોલ પર રાહુલએ શાહિન આફ્રિદીને કેચની તક આપી હતી. શાહિનએ કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ બોલ પહેલા બાઉન્સ થઇ ગયો હતો.

  • 23 Oct 2022 03:39 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતીય ઇનિંગની શરૂઆત

    ભારતીય ઇનિંગની શરૂઆત થઇ હતી. કે એલ રાહુલએ લીધી સ્ટ્રાઇક

  • 23 Oct 2022 03:28 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતને 160 રનનો લક્ષ્યાંક

    ભૂવનેશ્વર કુમારે પાકિસ્તાન ઇનિંગની અંતિમ ઓવરમાં 10 રન આપ્યા હતા અને પાકિસ્તાનનો સ્કોર 159 પર પહોંચ્યો હતો.

  • 23 Oct 2022 03:25 PM (IST)

    IND Vs PAK, T20 Live: હારિસ રોફનો પહેલા બોલે છગ્ગો

    હારિસ રોફ એ તેના ઇનિંગની શરૂઆતમાં જ છગ્ગો ફટકાર્યો હતો. પાકિસ્તાનનો સ્કોર 157/8

  • 23 Oct 2022 03:21 PM (IST)

    IND Vs PAK, T20 Live: પાકિસ્તાનની આઠમી વિકેટ; શાહિન અફ્રિદી આઉટ

    શાહિન અફ્રિદીને ભૂવનેશ્વર કુમારે કર્યો આઉટ

  • 23 Oct 2022 03:16 PM (IST)

    IND Vs PAK, T20 Live: શાહિન અફ્રિદીનો આક્રમક અંદાજ

    શાહિન અફ્રિદીએ 19મી ઓવરમાં ફટકારી ફોર અને સિક્સ. પાકિસ્તાન 149/7(19)

  • 23 Oct 2022 03:12 PM (IST)

    IND Vs PAK, T20 Live: શાન મસૂદે ફટકાર્યા બે ચોગ્ગા

    શાન મસૂદે 18 મી ઓવરમાં બે ચોગ્ગા માર્યા હતા. શાન મસૂદ 50 રન પર પહોંચ્યો.

  • 23 Oct 2022 03:06 PM (IST)

    IND Vs PAK, T20 Live: પાકિસ્તાનની ઇનિંગ લથડી, 120 રનમાં 7 વિકેટ ગુમાવી

    અર્શદીપ સિંહે આસિફ અલીને આઉટ કર્યો હતો. અર્શદીપ સિંહએ લીધી ત્રીજી વિકેટ. પાકિસ્તાન 125/7 (17)

  • 23 Oct 2022 02:54 PM (IST)

    IND Vs PAK, T20 Live: હાર્દિક પંડયાની એક ઓવરમાં બે વિકેટ

    હાર્દિક પંડ્યાએ પોતાની એક ઓવરમાં 2 વિકેટ લીધી હતી. શાદાબ બાદ તેણે હૈદર અલીને ઓવરના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હૈદર અલી માત્ર 2 રન બનાવી શક્યો હતો. પાકિસ્તાને 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

  • 23 Oct 2022 02:53 PM (IST)

    IND Vs PAK, T20 Live: શાન મસૂદનો શોટ સ્પાઇડર કેમને અડ્યો

    શાન મસૂદ નસીબદાર રહ્યો કારણે કે તેનો શોટ સ્પાઇડર કેમને અડ્યો હતો. ભારતીય ટીમે નારાજગી વ્યક્ત કરી હતી. ભારત માટે વિકેટની તક હતી.

  • 23 Oct 2022 02:46 PM (IST)

    IND Vs PAK, T20 Live: હાર્દિક પંડયાએ લીધી પાકિસ્તાન ટીમની ચોથી વિકેટ

    શાદાબ ખાન ફક્ત 5 રન બનાવી આઉટ થયો. સૂર્યકુમાર યાદવ એ કર્યો શાનદાર કેચ.

  • 23 Oct 2022 02:43 PM (IST)

    IND Vs PAK, T20 Live: શમીએ પાકિસ્તાનને આપ્યો ત્રીજો ઝટકો; ઇફ્તિખાર અહમદ આઉટ

    મોહમ્મદ શમીએ આક્રમક ઇફ્તિખાર અહમદને LBW આઉટ કર્યો હતો; ઇફ્તિખાર 51 રન બનાવી આઉટ થયો હતો. પાકિસ્તાનનો સ્કોર 96/3(13)

  • 23 Oct 2022 02:37 PM (IST)

    IND Vs PAK, T20 Live: ઇફ્તિખાર અહમદની 12 મી ઓવરમાં ધમાકેદાર બેટીંગ; ઇફ્તિખાર એ અડધી સદી પૂરી કરી

    ઇફ્તિખાર અહમદ એ 12 મી ઓવરમાં 21 રન લીધા હતા. અક્ષર પટેલની ઓવરમાં ઇફ્તિખાર એ ત્રણ છગ્ગા ફટકાર્યા.

  • 23 Oct 2022 02:33 PM (IST)

    IND Vs PAK, T20 Live: ઇફ્તિખાર એ ફટકાર્યો પાકિસ્તાનની ઇનિંગનો પ્રથમ છગ્ગો

    ઇફ્તિખાર એ અશ્વિનની ઓવરમાં ફટકાર્યો શાનદાર છગ્ગો. પાકિસ્તાનનો સ્કોર 70/2(11)

  • 23 Oct 2022 02:26 PM (IST)

    IND Vs PAK, T20 Live: ઇફ્તિખારનો બીજો ચોગ્ગો

    ઇફ્તિખાર અહમદએ થર્ડ મેનની દિશામાં ચોગ્ગો ફટકાર્યો હતો. હાર્દિક પંડયાની ઓવરમાં ફટકાર્યો ચોગ્ગો. પાકિસ્તાનનો સ્કોર 60/2(10).

  • 23 Oct 2022 02:23 PM (IST)

    IND Vs PAK, T20 Live: પાકિસ્તાનનો ટીમ સ્કોર 50 પર પહોંચ્યો

    પાકિસ્તાનનો સ્કોર 9 ઓવરની સમાપ્તી બાદ 50 રન પર પહોંચ્યો. ઇફ્તિખાર એહમદ 13(17) અને શાન મસૂદ 28(24) રન પર નોટઆઉટ.

  • 23 Oct 2022 02:18 PM (IST)

    IND Vs PAK, T20 Live: શાન મસૂદને થર્ડ અમ્પાયરે આપ્યો નોટ આઉટ

    શાન મસૂદનો અશ્વિને કેચ કર્યો હતો પણ રિવ્યુમાં થર્ડ અમ્પાયરે નિર્ણય બદલીને નોટઆઉટ આપ્યો હતો. બોલ પહેલા ગ્રાઉન્ડને સ્પર્શ કર્યો હતો. પાકિસ્તાન 44/2 (8)

  • 23 Oct 2022 02:04 PM (IST)

    IND Vs PAK, T20 Live: શાન મસૂદએ ફટકાર્યો ચોગ્ગો; શાનનો ઇનિંગનો ત્રીજો ચોગ્ગો

    હાર્દિક પંડયાની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર શાન મસૂદએ ચોગ્ગો ફટકાર્યો હતો. પાકિસ્તાનનો સ્કોર 41/2 (7)

  • 23 Oct 2022 02:00 PM (IST)

    IND Vs PAK, T20 Live: ઇફ્તિખાર અહમદે ચોગ્ગો ફટકાર્યો . પાકિસ્તાન 24/2(5)

    ભૂવનેશ્વર કુમારના બોલ પર ઇફ્તિખાર અહમદનો ચોગ્ગો. મીડ ઓનની દિશામાં શાનદાર શોટ.

  • 23 Oct 2022 01:57 PM (IST)

    IND Vs PAK, T20 Live: પાકિસ્તાનને બીજો ઝટકો, રિઝવાન આઉટ

    અર્શદીપે પાકિસ્તાનના રિઝવાનને કેચ આઉટ કરાવ્યો. ભૂવનેશ્વરે કર્યો કેચ આઉટ. રિઝવાન 12 બોલમાં 4 રન બનાવી થયો આઉટ.

  • 23 Oct 2022 01:51 PM (IST)

    IND Vs PAK, T20 Live: પાકિસ્તાનનો સ્કોર: 14/1 (3.1), શાન મસૂદે ફટકારી ફોર

    અર્શિદીપના બોલ પર શાન મસૂદે ફાઇન લેગ પર ફટકારી ફોર. પાકિસ્તાનના ઇનિંગની બીજી ફોર.

  • 23 Oct 2022 01:46 PM (IST)

    IND Vs PAK, T20 Live: પાકિસ્તાનનો સ્કોર: 6/1 (2)

    પાકિસ્તાનના બે ઓવરમાં એક વિકેટ ગુમાવી 6 રન. ભારતીય બોલરોની સારી શરૂઆત.

  • 23 Oct 2022 01:44 PM (IST)

    IND Vs PAK, T20 Live: શાન મસૂદનના રનઆઉટની તક ચૂક્યો વિરાટ કોહલી

    શાન મસૂદનના રનઆઉટની તક વિરાટ કોહલીએ ગુમાવી હતી. મિડ ઓફ પર કોહલીને શાન એ તક આપી હતી. રનઆઉટની હતી તક.

  • 23 Oct 2022 01:42 PM (IST)

    IND Vs PAK, T20 Live: પાકિસ્તાનને અર્શદીપે આપ્યો પ્રથમ ઝટકો; કેપ્ટન બાબર આઉટ

    અર્શદીપ સિંહે પાકિસ્તાનના કેપ્ટન બાબરને શુન્ય રનમાં LBW આઉટ કર્યો. બાબરે રિવ્યુ લીધો હતો પણ થર્ડ અમ્પાયરે આપ્યો આઉટ.

  • 23 Oct 2022 01:34 PM (IST)

    IND Vs PAK, T20 Live: દિનેશ કાર્તિકની શાનદાર વિકેટકિપિંગ

    ભૂવનેશ્વર કુમારની ઓવરમાં દિનેશ કાર્તિકે વિકેટ પાછળ શાનદાર ફિલડીંગ કરી હતી. વાઇડ બોલમાં કરી શાનદાર ડાઇવ મારીને ફિલડીંગ.

  • 23 Oct 2022 01:30 PM (IST)

    IND Vs PAK, T20 Live: મોહમ્મદ રિઝવાન ઇજાગ્રસ્ત

    મેચ શરૂ થવાના એક કલાક પહેલા મોહમ્મદ રિઝવાન થયો ઇજાગ્રસ્ત. મેલબર્નમાં નેટ્સમાં પ્રેક્ટિસ કરતી વખતે તેના માથા પર બોલ વાગ્યો હતો, જેના કારણે તે પડી ગયો હતો.

  • 23 Oct 2022 01:26 PM (IST)

    IND Vs PAK, T20 Live: જાણો પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન

    પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન:

    બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાન મસૂદ, શાદાબ ખાન, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, આસિફ અલી, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

  • 23 Oct 2022 12:57 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતીય ટીમમાં અશ્વિન, અક્ષર અને કાર્તિકનો સમાવેશ

    ભારત પ્લેઇંગ ઇલેવન:

    રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી

    પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન:

    બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાન મસૂદ, શાદાબ ખાન, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, આસિફ અલી, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

  • 23 Oct 2022 12:49 PM (IST)

    IND Vs PAK, T20 Live: ભારતીય ટીમનું વોર્મ અપ શરૂ

    વોર્મ અપ દરમિયાન વિરાટ કોહલી બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. આ મેચને લઈને મેલબોર્નના સ્ટેડિયમમાં જબરદસ્ત ઉત્સાહ છે. બંને ટીમો વોર્મ અપ કરી રહી છે.

Published On - Oct 23,2022 12:44 PM

Follow Us:
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">