IND vs PAK: ભારતીય ટીમ પાકિસ્તાન પર છે ભારે, વિશ્વકપમાં ધરાવે છે દમદાર રેકોર્ડ

T20 World Cup, India Vs Pakistan: ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સામે ટી20 વિશ્વકપ અને ટી20 ક્રિકેટમાં દમદાર રેકોર્ડ ધરાવે છે. પાકિસ્તાનને હરાવી ભારતીય ટીમ અભિયાનની શરુઆત કરવાનો ઈરાદો ધરાવે છે.

IND vs PAK: ભારતીય ટીમ પાકિસ્તાન પર છે ભારે, વિશ્વકપમાં ધરાવે છે દમદાર રેકોર્ડ
IND vs PAK T20 Records and Stats in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 10:50 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે T20 મહિલા વિશ્વકપમાં ટક્કર થનારી છે. ભારત અને પાકિસ્તાન બંને ટીમો ટી20 વિશ્વકપમાં એક જ ગૃપમાં રાખવામા આવી છે. ભારતીય ટીમ આજથી ટૂર્નામેન્ટમાં પોતાનુ અભિયાન કરશે. આવામાં પાકિસ્તાન સામે વિજય સાથે અભિયાન શરુ કરવાનો ઈરાદો રાખશે. ભારતીય ટીમને માટે મેચ પહેલા જ સ્મૃતિ મંધાનાને લઈ નિરાશાજનક સમાચાર આવ્યા હતા. વાઈસ કેપ્ટન મંધાના ઈજાને લઈ પાકિસ્તાન સામેની મેચમાં મેદાને ઉતરશી શકશે નહીં. ભારતીય ટીમ અત્યાર સુધી પાકિસ્તાન સામે કેટલુ ભારે રહ્યુ છે? આંકડાઓ પર કરીશુ એક નજર.

ટી20 વિશ્વકપની વાત કરવામાં આવે તો ભારતીય મહિલા સિનિયર ટીમ આઈસીસી ટ્રોફી જીતવાની રાહ જોઈ રહ્યુ છે. ટી20 વિશ્વકપની અંતિમ ટૂર્નામેન્ટમાં ભારત રનર્સ અપ રહી સંતોષ માન્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈલ મેચ રમાઈ હતી. જેમાં ભારતની હાર થઈ હતી. સૌ પ્રથમ વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી20 મેચ 2009ના વર્ષમાં રમાઈ હતી. આ દરમિયાન ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી હતી.

પાકિસ્તાન પર ભારે ભારતીય ટીમ

આજે રવિવારે ભારતીય મહિલા ટીમ પાકિસ્તાનને હરાવવા માટે તમામ શક્તિ લગાવી દેશે. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આંકડાઓ જોવાામાં આવે તો, મહિલા ટીમ માટે જુસ્સા ભર્યા છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં વિશ્વકપમાં 13 વાર ટક્કર થઈ ચૂકી છે. ભારતનુ પલડુ જોકે આ 13 ટક્કરમાં ભારે રહ્યુ છે. કારણ કે માત્ર ત્રણ જ મેચ ભારતીય મહિલા ટીમે ગુમાવી છે, જ્યારે 10 વાર પાકિસ્તાનને હરાવ્યુ છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

મહિલા વિશ્વકપના આંકડાઓ પર નજર કરવાાં આવે તો, તેમાં પણ ભારત પાકિસ્તાન પર હાવી છે. ભારત અને પાકિસ્તાન ટી20 વિશ્વકપમાં 6 વાર સામ સામે થયા છે. જેમાંથી ભારતે 4 વાર પાકિસ્તાનને હાર આપી છે. આમ ભારતે 2 મેચ ગુમાવીને 4માં વિજય મેળવ્યો છે.

હાઈએસ્ટ સ્કોરના આંકડા પર નજર

ટી20 ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચેની મેચોમાં સ્કોરના આંકડા જોવામાં આવે તો હાઈએસ્ટ સ્કોર ભારતના નામે છે. ભારતે ટી20માં 137 રન પાકિસ્તાન સામે નોંધાવ્યા છે. જ્યારે પાકિસ્તાન તરફથી સૌથી મોટો સ્કોર ભારત સામે 133 રનનો છે. જ્યારે લોએસ્ટ સ્કોર જોવામાં આવે તો પાકિસ્તાનને બારતે 63 રનમાં જ ઓલઆઉટ કરી દીધુ હતુ. વર્ષ 2012માં રમાયેલા એશિયા કપની ફાઈનલમાં ભારતીય બોલરોએ આ સસ્તા સ્કોર પર ઓલઆઉટ કર્યુ હતુ. જે ટાઈ મેચનો સૌથી નિચો સ્કોર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">