AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: પાકિસ્તાન સામે કેવી હશે ભારતીય Playing XI, મંધાના સ્થાને વડોદરાની યાસ્તિકાને મળશે સ્થાન!

Womens T20 World Cup, India Vs Pakistan: ભારતીય ટીમ ટી20 વિશ્વકપમાં પોતાનુ અભિયાન પાકિસ્તાન સામે રમીને શરુ કરશે. મહત્વની મેચમાં સ્મૃતિ મંધાના ઈજાને લઈ નથી રમી રહી.

IND vs PAK: પાકિસ્તાન સામે કેવી હશે ભારતીય Playing XI, મંધાના સ્થાને વડોદરાની યાસ્તિકાને મળશે સ્થાન!
IND vs PAK players name in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 10:06 AM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ટક્કર થવાની છે. આ ટક્કર મહિલા T20 વિશ્વકપ ટૂર્નામેન્ટમાં થવાની છે. ભારતીય ટીમ આ સાથે જ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરુઆત કરશે. ભારત અને પાકિસ્તાન બંને મહિલા ટીમો ટૂર્નામેન્ટમાં એક જ ગૃપમાં. ભારતીય જીત સાથે T20 વિશ્વકપમાં પોતાના અભિયાનની શરુઆત પાકિસ્તાનને હરાવી જીત સાથે કરવાનો ઈરાદો ધરાવે છે. કેપટાઉનમાં થનારી ટક્કર માટે બંને ટીમો દમદાર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે.

જોકે ભારતીય ટીમને મેચ પહેલા જ એક નિરાશા મળી છે. ભારતીય ટીમની ઓપનર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના બહાર થઈ ગઈ છે. મંધાનાને ઈજાને લઈ પ્રથમ મેચથી બહાર રહેવા મજબૂર થવુ પડ્યુ છે. ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં મંધાનાને ઈજા પહોંચી હતી. ટીમના બેટિંગ ઓર્ડમાં પણ ફેરફાર નિશ્ચિત મનાય છે.

કાનિટકરે સ્મૃતિને લઈ આપી અપડેટ

કાર્યવાહક કોચ હૃષિકેશ કાનિટકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “સ્મૃતિની આંગળીમાં હજુ પણ ઈજા છે અને તે હજુ સ્વસ્થ થઈ રહી છે, તેથી તેના રમવાની કોઈ શક્યતા નથી. તેની આંગળીમાં કોઈ ફ્રેક્ચર નથી અને અમને આશા છે કે તે બીજી મેચથી ઉપલબ્ધ થશે”.

કાનિટકરે કહ્યું, “તમે મજબૂત ટીમ સામે રમવા માગો છો. અમે મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, વાતાવરણ સારું છે”. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે “સુકાની હરમનપ્રીત કૌર વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રિકોણીય શ્રેણી દરમિયાન ખભાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે”.

યાસ્તિકા ભાટીયાને મળશે મોકો

વડોદરાની યાસ્તિકા ભાટીયાને પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં બેટરના રુપમાં ઉતારવાની સંભાવના વધારે છે. આ પહેલા તાજેતરમાં રમાયેલ ત્રિકોણીય શ્રેણીનો હિસ્સો પણ યાસ્તિકા રહી હતી. મંધાનાને સ્થાને ઓપનીંગ જોડીમાં શેફાલી વર્મા સાથે જેમિમા રોડ્રિગ્સને ઉતારવામાં આવી શકે છે. ત્રીજા સ્થાન પર હરલીન દેઓલ અને ચોથા સ્થાને સુકાની હરમનપ્રીત કૌર હોઈ શકે છે. અંડર 19 વિશ્વકપનો હિસ્સો રહી ચૂકેલ ઋચા ઘોષ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. ઋષા ઘોષ વિકેટકીપર બેટર છે.

દીપ્તિ શર્મા મહત્વની ઓલરાઉન્ડર છે. તેની સાથે રાધા યાદવ અને રાજેશ્વરી ગાયકવાડ સ્પિન બોલિંગમાં મદદ કરશે. રેણુંકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને શિખા પાંડે ઝડપી બોલિંગ વિભાગ સંભાળશે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, શિખા પાંડે અને રાધા યાદવ

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ સિદરા અમીન, મુનીબા અલી, નિદા દાર, આયેશા નસીમ, સદાફ શમાસ, આલિયા રિયાઝ, સિદરા નવાઝ, જવેરિયા ખાન, બિસ્માહ મરૂફ, આઈમાન અનવર અને નાશરા સંધુ.

g clip-path="url(#clip0_868_265)">