Christchurch Weather Forecast:બીજી વનડે બાદ હવે ન્યુઝીલેન્ડ સામે રમાનાર ત્રીજી વનડેમાં વરસાદ વિલન બનતો જોવા મળી રહ્યો છે. આવો જાણીએ કેવું રહેશે ક્રાઈસ્ટચર્ચનું હવામાન.30 નવેમ્બરના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી વનડેમાં આમને -સામને હશે. આ મેચની જીત ન્યુઝીલેન્ડ કરતા ભારતીય ટીમ માટે મહત્વની છે. જો આ બંન્ને વચ્ચે મેચ શરુ થશે તો ભારતીય ટીમ પાસે સિરીઝની બરાબરી કરવાની તક રહેશે, પરંતુ જો વરસાદ આવ્યો તો ભારતીય ટીમના કેપ્ટન શિખર ઘવને હાર સાથે સ્વેદશ પરત ફરવું પડશે.
ન્યુઝીલેન્ડમાં વનડે સિરીઝ જીતનારી ભારતના અત્યારસુધી 2 કેપ્ટન રહ્યા છે. આ કામ એમએસધોની અને વિરાટ કોહલીએ કર્યું છે. ઘવન આ લીસ્ટમાં ત્રીજો કેપ્ટન થઈ શકતો હતો પરંતુ ખરાબ હવામાનના કારણે તેની આશા પર પાણી ફરી વળ્યું હતુ. હેમિલ્ટન વનડેમાં 0-1થી પાછળ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા સિરીઝ જીતવાની તક તુટી છે.
ક્રાઈસ્ટચર્ચમાં 30 નવેમ્બરના રોજનું હવામાન ક્રિકેટ રમી શકાય તેવું જોવા મળતું નથી. દિવસની શરુઆત તો સારા વેધરની સાથે થશે પરંતુ જે રીતે દિવસ આગળ વધશે, આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને ફરી એક વખત વરસાદ મેચની રમત બગાડશે.હવામાન વિભાગ અનુસાર ક્રાઈસ્ટચર્ચમાં 30 નવેમ્બરના રોજ 60 ટકા વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ બપોરે પડશે. જેમ જેમ દિવસ પસાર થશે તેમ વરસાદ વધવાની સંભાવના છે એટલે કે, હાલત એવી થશે. કે, મેચ કાંતો ઓન-ઓફ થતી જોવા મળશે. કાં તો પછી સંપુર્ણ રદ થઈ શકે છે.
ભારતીય ટીમ માટે આ સારા સમાચાર નથી, ન્યુઝીલેન્ડના બંન્ને હાથમાં લાડુ છે.જો ક્રાઈસ્ટચર્ચ ODI પણ હેમિલ્ટનની જેમ વરસાદને કારણે ધોવાઈ જશે તો ન્યૂઝીલેન્ડ વનડે સિરઝ 1-0થી જીતી જશે. બીજી તરફ જો ઓવર પણ કપાય છે તો ભારતીય ટીમ પાસે સિરીઝમાં બરાબરી કરવાનો મોકો રહેશે.હેગ્લે ઓવલના મેદાનની વાત કરીએ તો ભારતે આ મેદાન પર અત્યારસુધી એક પણ વનડે મેચ રમી નથી. છેલ્લી વખત 2020માં અહિ ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. ન્યુઝીલેન્ડનું પલડું આ મેદાન પર ખુબ ભારે છે.યજમાને આ મેદાન પર 11માંથી 10 મેચ જીતી હતી.