ક્રિકેટમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી મેદાન પર યોગ્ય નિર્ણય લઈ શકાય. પરંતુ કેટલીકવાર આ ટેકનિકથી ઘણું નુકસાન પણ થાય છે. હૈદરાબાદ ટેસ્ટના પહેલા દિવસના પહેલા સેશનમાં ટીમ ઈન્ડિયા સાથે પણ આવું જ થયું.
આંતરરાષ્ટ્રીય મેચોમાં અલ્ટ્રાએજ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેના દ્વારા ખબર પડે છે કે બોલ બેટને અડ્યો છે કે નહીં. પરંતુ આ ટેકનિકથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું હતું. હૈદરાબાદ ટેસ્ટની 15મી ઓવરમાં બોલ જાડેજાના હાથમાં હતો અને સામે જો રૂટ હતો. પછી જે બન્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું.
જાડેજાના સીધા બોલને જો રૂટે સ્વીપ કર્યો હતો. બોલ તેના બેટની ખૂબ જ નજીક આવ્યો અને તેના પેડ સાથે અથડાયો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એલબીડબ્લ્યુની અપીલ કરી હતી અને જાડેજાના કહેવા પ્રમાણે, બોલ રૂટના બેટને સ્પર્શ્યો ન હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ રિવ્યુ કર્યો અને પછી અલ્ટ્રા એજમાં જે જોવા મળ્યું તે આશ્ચર્યજનક હતું. વાસ્તવમાં બોલ રૂટના બેટથી દૂર હતો પરંતુ અલ્ટ્રા એજ બતાવી રહ્યું હતું કે બોલ અને બેટ વચ્ચે સંપર્ક છે. આ કારણે ટીમ ઈન્ડિયાનો રિવ્યુ બગડ્યો અને રૂટને નોટઆઉટ આપવામાં આવ્યો.
Joe Root was probably gone but a glitchy ultra-edge gave him the benefit of doubt. #INDvENG #INDvsENG pic.twitter.com/u60JpSBXcL
— Ameer Hamza Asif (@AmeerHamzaAsif) January 25, 2024
તમને જણાવી દઈએ કે અલ્ટ્રા એજમાં ખામીના કારણે ટીમ ઈન્ડિયાને 29 રનનું નુકસાન થયું હતું. વાસ્તવમાં, જ્યારે જો રૂટની વિકેટ માટે અમ્પાયર સામે અપીલ કરવામાં આવી ત્યારે તે 0 પર હતો, રૂટને નોટ આઉટ આપવામાં આવ્યા બાદ રૂટે આ ઈનિંગમાં 29 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે જો રૂટને જાડેજાએ જ આઉટ કર્યો હતો. જો રૂટ ક્રિઝ પર સેટ હતો પરંતુ લંચ પછી જાડેજાના બોલને સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે તે બુમરાહના હાથે કેચ આઉટ થયો હતો.
તમને જણાવી દઈએ કે જો રૂટને રવીન્દ્ર જાડેજાની સામે રમવામાં હંમેશાથઈ મુશ્કેલી પડી છે. રવીન્દ્ર જાડેજાએ જો રૂટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવમી વખત આઉટ કર્યો હતો. જો કે, જસપ્રીત બુમરાહે 10 વખત જો રૂટને આઉટ કર્યો છે. જ્યારે અશ્વિને રૂટને 7 વખત આઉટ કર્યો છે. જો કે રૂટ ટેસ્ટમાં પેટ કમિન્સ સામે સૌથી વધુ સંઘર્ષ કરે છે. કમિન્સે રૂટને 11 વખત આઉટ કર્યો છે.
આ પણ વાંચો : અશ્વિન-જાડેજાએ તોડ્યો મોટો રેકોર્ડ, ઈંગ્લેન્ડ સામે કર્યું આ અદ્ભુત કામ