U19 World Cup Final, LIVE Updates: ઓસ્ટ્રેલિયાએ ફરી તોડ્યું સપનું, ટીમ ઈન્ડિયા 79 રનથી હારી

Abhigna Maisuria
| Edited By: | Updated on: Feb 11, 2024 | 9:07 PM

બંને ટીમો ત્રીજી વખત ટાઈટલ મેચમાં આમને-સામને છે. આ પહેલા ભારતે તેને 2012 અને 2018ની ફાઇનલમાં હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી પાંચ વખત આ ખિતાબ જીતી ચુકી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ત્રણ વખત ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આજે ભારતીય ટીમને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે આ મેચ પણ કાંગારુંઓએ જીત્યો છે. ટીમ ઈન્ડિયા 79 રનથી હારી

U19 World Cup Final, LIVE Updates: ઓસ્ટ્રેલિયાએ ફરી તોડ્યું સપનું, ટીમ ઈન્ડિયા 79 રનથી હારી
U19 world cup Final 2024

U19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે પડકાર છે. આ બંને ટીમો વચ્ચે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ ત્રીજી ફાઈનલ છે. આ પહેલા વર્ષ 2012 અને 2018માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ફાઈનલ મેચ રમાઈ હતી. ભારત અગાઉના બંને પ્રસંગોએ ટાઇટલ જીતવામાં સફળ રહ્યું હતું. હવે જો તે ત્રીજી વખત ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો 3-0થી આગળ થઈને તે છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાની સ્ક્રિપ્ટ લખશે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 11 Feb 2024 09:07 PM (IST)

    ઓસ્ટ્રેલિયાએ ફરી તોડ્યું સપનું, ટીમ ઈન્ડિયા 79 રનથી હારી

    2003, 2023 અને 2024 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ફરી એકવાર ભારતનું સૌથી મોટું દુશ્મન બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવીને ચોથો વર્લ્ડ કપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા આ પહેલા 1988, 2002 અને 2010માં જીત્યું હતું.

  • 11 Feb 2024 08:40 PM (IST)

    મુરુગન અભિષેકનું શાનદાર પ્રદર્શન

    ભારતે 38 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા છે. હાલમાં નમન તિવારી ત્રણ રન બનાવીને ક્રિઝ પર છે અને મુરુગન અભિષેકે 39 રન બનાવ્યા છે. ભારતને 72 બોલમાં 98 રનની જરૂર છે.

  • 11 Feb 2024 08:09 PM (IST)

    122ના સ્કોર પર ભારતની આઠમી વિકેટ

    122ના સ્કોર પર ભારતને આઠમો ફટકો લાગ્યો હતો. સ્પિનર ​​રાફે મેકમિલને રાજ લિંબાણીને ક્લીન બોલ્ડ કર્યો હતો. મહત્વનું છે કે તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. હાલમાં મુરુગન અભિષેક અને નમન તિવારી ક્રિઝ પર છે.

  • 11 Feb 2024 08:01 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: ટીમ ઈન્ડિયાએ સાતમી વિકેટ ગુમાવી

    ભારતને 115ના સ્કોર પર સાતમો ઝટકો લાગ્યો હતો. આદર્શ સિંહ પણ 77 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તે વિકેટકીપર રેયાન હિક્સના હાથે મહાલી બીર્ડમેનના હાથે કેચ આઉટ થયો હતો. હાલમાં રાજ લિંબાણી અને મુરુગન અભિષેક ક્રિઝ પર છે. 31 ઓવર પછી ભારતનો સ્કોર સાત વિકેટે 115 રન છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 139 રનની જરૂર છે.

  • 11 Feb 2024 07:49 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: ભારતને છઠ્ઠો ફટકો

    ભારતને 91ના સ્કોર પર છઠ્ઠો આંચકો લાગ્યો હતો. પ્રિયાંશુ મૌલિયા બાદ અરવેલી અવનીશે પણ પોતાની વિકેટ ગુમાવી હતી. તે સ્પિનર ​​રાફે મેકમિલનને તેના જ બોલ પર કેચ આપી બેઠો હતો. અવનીશ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. 26 ઓવર પછી ભારતનો સ્કોર છ વિકેટે 91 રન છે અને ટીમને જીતવા માટે 163 રનની જરૂર છે. હાલમાં આદર્શ સિંહ અને મુરુગન અભિષેક ક્રિઝ પર છે.

  • 11 Feb 2024 07:18 PM (IST)

    IND vs AUS U19 Live Score: ભારતને ચોથો ફટકો

    ભારતને 68ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. સચિન ધાસા રાલ્ફ મેકમિલને વિકેટકીપર રેયાન હિક્સના હાથે કેચ આઉટ થયો હતો. તે નવ રન બનાવી શક્યો હતો. હાલમાં આદર્શ સિંહ અને પ્રિયાંશુ મૌલિયા ક્રિઝ પર છે.

  • 11 Feb 2024 07:07 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: 55ના સ્કોર પર ભારતને ત્રીજો ફટકો

    55ના સ્કોર પર ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન ઉદય સહારનને મહાલી બીર્ડમેનને કેપ્ટન વેબજેનના હાથે કેચ કરાવ્યો હતો. તે 18 બોલમાં આઠ રન બનાવી શક્યો હતો. હાલમાં આદર્શ સિંહ અને સચિન ધાસ ક્રિઝ પર છે.

  • 11 Feb 2024 05:51 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: અરશિન કુલકર્ણી 3 રન બનાવી આઉટ

    ભારતને પહેલો ફટકો ત્રણના સ્કોર પર લાગ્યો હતો. ત્રીજી ઓવરમાં કેલમ વિડલરે અર્શિન કુલકર્ણીને રેયાન હિક્સના હાથે કેચ કરાવ્યો. તે ત્રણ રન બનાવી શક્યો હતો. હાલમાં પાંચ ઓવર બાદ ભારતનો સ્કોર એક વિકેટે 10 રન છે. મુશીર ખાન અને આદર્શ સિંહ ક્રિઝ પર છે.

  • 11 Feb 2024 05:48 PM (IST)

    IND vs AUS U19 Live Score: ભારતની બેટિંગ શરૂ

    ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ બે ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના એક રન બનાવી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ધીમી શરૂઆત કરી છે. આદર્શ સિંહ અને અરશિન કુલકર્ણી ક્રિઝ પર છે.

  • 11 Feb 2024 05:26 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 ઓવરમાં 253/7

    ભારત સામે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 253 રન બનાવ્યા છે. ભારતે ટાઈટલ મેચ જીતવા માટે 254 રન બનાવવા પડશે. ઓસ્ટ્રેલિયા તરફથી હરજસ સિંહે સૌથી વધુ 55 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન વેબજેને 48 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની અડધી સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો. ઓપનિંગમાં બેટિંગ કરવા આવેલા હેરી ડિક્સન પણ 42 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય ઓલિવર પીક 46 રન અને ટોમ સ્ટ્રેકર 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી રાજ લિંબાણીએ સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા જ્યારે નમન તિવારીને 2 વિકેટ મળી. આ સિવાય સૌમ્યા પાંડે અને મુશીર ખાનને એક-એક સફળતા મળી. હવે ભારતીય ટીમ બીજા દાવમાં સારી બેટિંગ કરે તેવી અપેક્ષા છે.

  • 11 Feb 2024 04:40 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200 રનને પાર કરી ગયો

    ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 200 રનનો સ્કોર બનાવ્યો છે. 43 ઓવર પૂરી થતાં સુધીમાં ટીમને છ આંચકાઓ લાગ્યા હતા. હાલમાં ક્રીઝ પર ઓલિવર પીકે 24 બોલમાં 21 રન અને ચાર્લી એન્ડરસને 10 બોલમાં ચાર રન બનાવ્યા છે.

  • 11 Feb 2024 04:20 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : રાફે મેકમિલન 2 રને આઉટ

    હરજસ સિંહ બાદ સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા રાફે મેકમિલન 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. મુશીર ખાને તેને કેચ આઉટ કર્યો. 40 ઓવરની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાનો સ્કોર છ વિકેટ ગુમાવીને 187 રન. ચાર્લી એન્ડરસન આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

  • 11 Feb 2024 04:13 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : હરજસ સિંહ અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો

    ઓસ્ટ્રેલિયા તરફથી રમતા ભારતીય મૂળના બેટ્સમેન હરજસ સિંહ અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યા હતા. તેણે અંડર-19 વર્લ્ડ કપમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય અડધી સદી 50 બોલમાં ફટકારી હતી. હરજસને સૌમ્યા પાંડેએ આઉટ કર્યો હતો. 38 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 182/5 છે. રાફે મેકમિલન સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

  • 11 Feb 2024 03:54 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : રાજ લિંબાણીએ રેયાન હિક્સને આઉટ કર્યો હતો

    રાજ લિંબાણીએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 35મી ઓવરના પહેલા બોલ પર રેયાન હિક્સને આઉટ કર્યો હતો. વિકેટકીપર બેટ્સમેન 20 રન બનાવીને આઉટ થયો હતો. હરજસ સિંહ અને હિક્સ વચ્ચે ચોથી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી. ઓલિવર પીક છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

  • 11 Feb 2024 03:08 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : ઓસ્ટ્રેલિયાનો હેરી ડિક્સન આઉટ, 23 ઓવરમાં 100/3નો સ્કોર

    ઓસ્ટ્રેલિયાને વધુ એક આંચકો લાગ્યો છે. સેટ બેટ્સમેન હેરી ડિક્સન 42 રન બનાવીને આઉટ થયો હતો. નમન તિવારીએ તેને મુરુગન અભિષેકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ભારતીય બોલરને બે સફળતા મળી છે. 23 ઓવરની રમત સમાપ્ત થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાને ત્રણ આંચકાઓ લાગ્યા છે.

  • 11 Feb 2024 02:57 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને બીજો ફટકો

    20.4 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી વિકેટ ગુમાવી હતી. તિવારીની ઓવરમાં Hugh Weibgen 48 રન પર કેચ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો સુકાની વિબજેન 2 રનથી અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. ડિક્સન અને વિબજેન વચ્ચે બીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી થઈ હતી. હરજસ સિંહ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

  • 11 Feb 2024 02:51 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : 20 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 87/1

    Harry Dixon અને Hugh Weibgen વચ્ચે બીજી વિકેટ માટે 70 રનની પાર્ટનરશીપ થઈ છે. 20 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 87/1 થયો છે.

  • 11 Feb 2024 02:33 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : 15 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 63/1

    15 ઓવર બાદ ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કોર 1 વિકેટના નુકશાન સાથે 63 રન છે.  Harry Dixon અને Hugh Weibgen વચ્ચે બીજી વિકેટ માટે 50 રનની પાર્ટનરશીપ થઈ છે.

  • 11 Feb 2024 02:18 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 ઓવરમાં 38/1

    ઓસ્ટ્રેલિયાની ટીમે આઠ ઓવરમાં એક વિકેટે 39 રન બનાવી લીધા છે. હેરી ડિક્સન 15 બોલમાં 20 રન બનાવીને અણનમ છે અને કેપ્ટન વાઈબજેન 25 બોલમાં 13 રન બનાવીને અણનમ છે. પ્રથમ વિકેટ પડ્યા બાદ બંનેએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી હતી અને બીજી વિકેટ માટે 23 રનની ભાગીદારી કરી હતી.

  • 11 Feb 2024 01:55 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીત પાક્કી ?

    વર્ષ 2012 અને 2018ની અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઈ હતી. સંયોગની વાત એ છે કે આ બંને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ બેટિંગ પસંદ કરી હતી. જ્યારે જીત ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે.

  • 11 Feb 2024 01:45 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : રાજ લીંબાણીએ સેમ કોન્સ્ટાસને બોલ્ડ કર્યો

    કચ્છના રહેવાસી રાજ લીંમાણીએ ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી.  2.3મી ઓવરમાં રાજ લીંબાણીએ સેમ કોન્સ્ટાસને બોલ્ડ કર્યો હતો. 3 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 19/1

  • 11 Feb 2024 01:32 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરુ

    હેરી ડિક્સન અને સેમ કોન્સ્ટાસની ઓપનિંગ જોડી ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગ કરવા મેદાન પર ઉતરી છે.  રાજ લીંબાણીની ઓવરમાં માત્ર 1 રન જોવા મળ્યો. જ્યારે બીજી જ ઓવરમાં તીવારીની ઓવરમાં પ્રથમ 2 બોલ પર એક ચોગ્ગો અને સિક્સર જોવા મળી.

  • 11 Feb 2024 01:29 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: અંડર-19 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમની સફર

    ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, તેણે ગ્રુપ (C) તબક્કામાં તેની પ્રથમ મેચમાં નામીબિયાને ચાર વિકેટે, બીજી મેચમાં ઝિમ્બાબ્વેને 225 રનથી અને ત્રીજી મેચમાં શ્રીલંકાને છ વિકેટથી હરાવ્યું હતું. સુપર સિક્સમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 110 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની વેસ્ટ ઈન્ડિઝ સામેની સુપર સિક્સની બીજી મેચ અનિર્ણિત રહી હતી. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં એક વિકેટથી હરાવ્યું હતું.

  • 11 Feb 2024 01:28 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની સફર

    ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ગ્રુપ સ્ટેજની તેમની પ્રથમ મેચમાં, તેઓએ બાંગ્લાદેશને 84 રને, બીજી મેચમાં આયર્લેન્ડને 201 રને અને ત્રીજી મેચમાં યુએસએને 201 રને હરાવ્યું હતું. આ પછી સુપર સિક્સમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 214 રને અને નેપાળને 132 રને હરાવ્યું હતું. સેમિફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો યજમાન દક્ષિણ આફ્રિકા સામે થયો હતો અને ઉદયની યુવા બ્રિગેડે રોમાંચક મેચમાં યજમાન ટીમને બે વિકેટથી હરાવ્યું હતું.

  • 11 Feb 2024 01:05 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

    ભારત: ઉદય સહારન (કેપ્ટન), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, અરવલ્લી અવનીશ રાવ, સૌમ્ય પાંડે, મુરુગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગૌડા, આરાધ્યા લીંબાની શુક્લા, રાજકુમારી , નમન તિવારી.

    ઓસ્ટ્રેલિયા: હ્યુ વેબજેન (કેપ્ટન), લચલાન એટકેન, ચાર્લી એન્ડરસન, હરકીરત બાજવા, મહાલી બીર્ડમેન, ટોમ કેમ્પબેલ, હેરી ડિક્સન, રેયાન હિક્સ, સેમ કોન્સ્ટાસ, રાફેલ મેકમિલન, એડન ઓ'કોનોર, હરજસ સિંહ, ટોમ સ્ટ્રેકર, કેલમ વિડલર, ઓલી પીક.

  • 11 Feb 2024 01:00 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: અંડર 19 વર્લ્ડ કપમાં ક્યાં વર્ષે કઈ ટીમ જીતી ?

    વર્ષ વિજેતા રનર અપ
    2022 India England
    2020 Bangladesh India
    2018 India Australia
    2016 West Indies India
    2014 South Africa Pakistan
    2012 India Australia
    2010 Australia Pakistan
    2008 India South Africa
    2006 Pakistan India
    2004 Pakistan West Indies
    2002 Australia South Africa
    2000 India Sri Lanka
    1998 England New Zealand
    1988 Australia Pakistan
  • 11 Feb 2024 12:47 PM (IST)

    U19 World Cup Final LIVE Updates: કઈ ટીમ સૌથી વધારે ફાઈનલ રમી ?

    દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ. ભારતીય ટીમ 9મી વખત ફાઈનલ મેચ રમી રહી છે જ્યારે ઓસ્ટ્રેલિયા 5મી વખત ફાઈનલ મેચ રમી રહી છે.

  • 11 Feb 2024 12:38 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ

    ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ છે.  ટીમ ઈન્ડિયા હમણા સુધીમાં 5 વખત ટાઇટલ જીતી ચૂકી છે.

  • 11 Feb 2024 12:35 PM (IST)

    U19 World Cup Final LIVE Updates : ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઇનલમાં

    ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઇનલમાં. 2012ની ફાઇનલમાં ભારતનો 6 વિકેટે પરાજય થયો હતો જ્યારે 2018ની ફાઇનલમાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો.

Published On - Feb 11,2024 12:33 PM

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">