India-Australia 3rd ODI LIVE Score Highlights: ઓસ્ટ્રેલિયાએ 21 રને જીતી મેચ, શ્રેણીમાં 2-1 થી વિજય

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 10:24 PM

India vs Australia 3rd ODI Live Score Highlights: મંગળવારે ચેન્નાઈમાં વરસાદ પડ્યો હતો, જોકે બુધવારે હવામાન સાફ રહેવાની આશા છે, પરંતુ તે પિચને ચોક્કસ અસર કરી શકે છે અને પછી આ પીચ બેટ્સમેનો માટે સમસ્યા બની શકે છે.

India-Australia 3rd ODI LIVE Score Highlights: ઓસ્ટ્રેલિયાએ 21 રને જીતી મેચ, શ્રેણીમાં 2-1 થી વિજય

India vs Australia, 3rd ODI:ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચ રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે  સિરીઝ પોતાના નામે કરશે. મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે જીત મેળવી હતી પરંતુ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એકતરફી જીત મેળવીને સિરીઝ 1-1થી જીતી લીધી હતી અને ત્રીજી વનડે નિર્ણાયક બની હતી. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે સિરીઝ ગુમાવવા માંગતી નથી  ઓસ્ટ્રેલિયા પણ સિરીઝ જીતવા માટે કોઈ કસર છોડવા માંગશે.

બન્ને ટીમોની પ્લેઇંગ-11

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ , મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટ કીપર), ગ્લેન મેક્સવેલ, એશ્ટન અગર, સીન એબોટ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Mar 2023 10:02 PM (IST)

    IND vs AUS, 3rd ODI: શમી આઉટ

    શમીએ સારો પ્રયાસ કરીને પહેલા છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ આગળના બોલ પર સ્ટોઈનીસે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. એકાએક જ શમીએ માહોલ બદલ્યો હતો. પરંતુ ફરી પાછી સ્ટેડિયમમાં શાંતી છવાઈ ગઈ હતી.

  • 22 Mar 2023 10:00 PM (IST)

    IND vs AUS, 3rd ODI: શમીએ જમાવ્યો છગ્ગો

    શમીએ 48મી ઓવર લઈને સ્ટોઈનીસ આવ્યો હતો. જેના પર શમીએ છગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ 10 રન બે બોલમાં નિકાળીને સ્કોર બોર્ડને ગુમાવ્યુ હતુ.

  • 22 Mar 2023 09:48 PM (IST)

    IND vs AUS, 3rd ODI: રવિન્દ્ર જાડેજા આઉટ

    રવિન્દ્ર જાડેજા પણ પરત ફર્યો. ભારતીય ટીમ માટે હવે નજીક પહોંચીને મુશ્કેલ સ્થિતી સર્જાઈ ચુકી છે. જાડેજા ક્રિઝ પર હોવા દરમિયાન મેચ જીતવાની આશા જોવા મળી રહી હતી.  તે 18 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 22 Mar 2023 09:45 PM (IST)

    IND vs AUS, 3rd ODI: હાર્દિક પંડ્યા આઉટ

    એડમ ઝંપા 44 બોલ લઈને આવ્યો હતો. આ ઓવરના ચોથા બોલે મેચનો ટર્નીંગ પોઈન્ટ સમાન કેચ સ્મિથે ઝડપ્યો હતો. હાર્દિક પંડ્યા ક્રિઝ પર સેટ હતો અને મેચ એકલા હાથે જીતાડવાની ક્ષમતા ધરાવતો હાર્દિક 40 રન નોંધાવીને આઉટ થયો હતો. મોટા શોટના પ્રયાલમાં બોલ બેટ પર બહારની કિનારી પર વાગ્યો હતો.

  • 22 Mar 2023 09:45 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ભારતની રમત ધીમી

    ભારતીય ટીમની રમત ધીમી બની ચુકી છે. લક્ષ્ય નજીક આવ્યુ છે એટલુ જ દુર નજર આવી રહ્યુ છે. કારણ કે રન ભારતીય બેટરોના બેટ વડે નિકળી રહ્યા નથી.

  • 22 Mar 2023 08:50 PM (IST)

    IND vs AUS, 3rd ODI: સૂર્યા ત્રીજી વાર ગોલ્ડન ડક

    ઓવરના બીજા બોલ પર સૂર્યકુમાર યાદવનો એશ્ટન એગરે શિકાર કર્યો હતો. બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. સૂર્યા વનડે સિરીઝમાં તે શૂન્ય રન નોંધાવી પરત ફર્યો છે. મુંબઈ, વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈમાં પણ તે ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.

  • 22 Mar 2023 08:48 PM (IST)

    IND vs AUS, 3rd ODI: વિરાટ કોહલી આઉટ

    એશ્ટન એગર 36મી ઓવર લઈને આવ્યો છે. તેણે ઓવરના પ્રથમ બોલ પર જ મોટી વિકેટ ઝડપી છે. વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો છે. વિરાટ કોહલી 54 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 22 Mar 2023 08:27 PM (IST)

    IND vs AUS, 3rd ODI: હાર્દિક પંડ્યાએ છગ્ગો જમાવ્યો

    31મી ઓવર લઈને શોન એબોટ આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ પુલ કરીને સ્કેવર લેગ પર છગ્ગો ફટકાર્યો હતો. બોલ સીધો જ સ્ટેંડમાં પહોંચ્યો હતો.

  • 22 Mar 2023 08:26 PM (IST)

    IND vs AUS, 3rd ODI: વિરાટ કોહલીની અડધી સદી

    વિરાટ કોહલીએ અડધી સદી પુરી કરી લીધી છે. ભારતીય ટીમને માટે વિરાટે આજે મહત્વપૂર્ણ ઈનીંગ રમી છે. કોહલીએ 65મી અડધી સદી નોંધાવી છે. 31મી ઓવરની શરુઆતે જ સિંગલ રન લઈને આ 50નો આંકડો સ્પર્શ કર્યો હતો.

  • 22 Mar 2023 08:21 PM (IST)

    IND vs AUS, 3rd ODI: અક્ષર પટેલ આઉટ

    ભારતે ચોથી વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલે મિડ વિકેટ તરફ બોલને ફટકાર્યો હતો. પરંતુ મિસ અંડર સ્ટેડિંગને લઈ રન આઉટ થઈ તે પરત ફર્યો હતો. સ્મિથે ડાઈવ લગાવીને બોલને કીપર તરફ ફેંક્યો હતો. જ્યા કેરીએ અક્ષરને રન આઉટ કરી દીધો હતો. અક્ષર 2 રન નોંધાવીને પરત ફર્યો હતો. આમ ભારતે ચોથી વિકેટ ગુમાવી દીધી છે.

  • 22 Mar 2023 08:12 PM (IST)

    IND vs AUS, 3rd ODI: કેએલ રાહુલ આઉટ

    કેએલ રાહુલ અને વિરાટ કોહલીની જોડી સરસ જમાવટ કરી હતી. આ દરમિયાન કેએલ રાહુલ મોટા શોટના ચક્કરમાં બાઉન્ડરી પર શોન એબોટના હાથમાં કેચ ઝડપાયો હતો. રાહુલે 32 રનનુ યોગદાન આપ્યુ હતુ.

  • 22 Mar 2023 08:10 PM (IST)

    IND vs AUS, 3rd ODI: રાહુલે છગ્ગો ફટકાર્યો

    સારી ઓવર ભારતના ખાતામાં આવી છે. 27મી ઓવર લઈને મિશેલ સ્ટાર્ક આવ્યો હતો. ઓવરના બીજા બોલને કેએલ રાહુલે છગ્ગા માટે ફટકાર્યો હતો. રાહુલે સીધો જ સાઈટ સ્ક્રીન તરફ બોલને મોકલ્યો હતો. ચોથા બોલ પર ચોગ્ગો જમાવતા ભારતને ઓવરમાં 11 રન મળ્યા હતા.

  • 22 Mar 2023 07:45 PM (IST)

    IND vs AUS, 3rd ODI: 20 ઓવર બાદ ભારતનો સ્કોર 111/2

    ભારતીય ટીમનો સ્કોર 20 ઓવરના અંતે 2 વિકેટના નુકશાન પર 111 રન થયો છે. ભારતે જીત માટે હજુ 159 રનની જરુર છે, જ્યારે 8 વિકેટ હાથ પર છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર જામી ચુક્યા છે. બંને મહત્વની ભાગીદારી બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.

  • 22 Mar 2023 07:30 PM (IST)

    IND vs AUS, 3rd ODI: વિરાટ કોહલીએ છગ્ગો જમાવ્યો

    18મી ઓવર લઈને એશ્ટન એગર આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર વિરાટ કોહલીએ છગ્ગો જમાવ્યો હતો. એશ્ટરે ફુલર અને ફ્લાઈટેડ બોલ કર્યો હતો. જેને કોહલીએ વાઈડ લોંગ ઓફ પરથી છગ્ગો ફટકાર્યો હતો. લાંબા સમય બાદ સારી ઓવર ભારતને આવી હતી.

  • 22 Mar 2023 07:29 PM (IST)

    IND vs AUS, 3rd ODI: 8 ઓવર બાદ બાઉન્ડરી

    ભારતીય ટીમે રોહિત શર્મા અને શુભમન ગિલની વિકેટ ગુમાવ્યા બાદ રનની ગતિ ધીમી પડી છે. 8 ઓવરથી બાઉન્ડરીનો દુકાળ જોવા મળ્યો હતો. પરંતુ 18મી ઓરવરમાં વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકારી આ દુકાળ પુરો કર્યો હતો. કોહલીએ ઓવરના બીજા બોલ પર મીડ વિકેટ પર ચોગ્ગો જમાવ્યો હતો.

  • 22 Mar 2023 07:08 PM (IST)

    IND vs AUS, 3rd ODI: શુભમન ગિલ આઉટ

    એકતરફ ભારતીય સ્કોર બોર્ડની ગતી ધીમી બની છે, આ દરમિયાન જ ભારતે બીજી વિકેટ ગુમાવી છે. શુભમન ગિલ 37 રન નોંધાવીને પરત ફર્યો છે. એડમ ઝંપાના બોલ પર લેગબિફોર વિકેટ ગુમાવી હતી. રિવ્યૂ ઓસ્ટ્રેલિયાએ લેતા આઉટ જાહેર થયો હતો.

  • 22 Mar 2023 06:51 PM (IST)

    IND vs AUS, 3rd ODI: રોહિત શર્મા આઉટ

    10મી ઓવરની શરુઆત ભારત માટે ખરાબ રહી હતી. રોહિત શર્મા જીપ સ્કેવર લેગમાં મિશેલ સ્ટાર્કના હાથમાં કેચ આપી બેઠો હતો. બોલને ઉઠાવીને મોટો શોટ લગાવવાના પ્રયાસમાં તે કેચ ઝડપાતા 17 બોલનો સામનો કરીને 30 રન નોંધાવી પરત ફર્યો હતો.

  • 22 Mar 2023 06:48 PM (IST)

    IND vs AUS, 3rd ODI: રોહિત શર્માનો વધુ એક છગ્ગો

    9મી ઓવર લઈને એડમ ઝંપા આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર રોહિત શર્મા છગ્ગો ફટકાર્યો હતો. રોહિતે શોટ વાઈડ લોંગ ઓનની દિશામાં ફુલર લેન્થ બોલને હવામાં ઉડાવતો શોટ જમાવ્યો હતો. રોહિતનો આ બીજો છગ્ગો ઈનીંગમાં હતો.

  • 22 Mar 2023 06:47 PM (IST)

    IND vs AUS, 3rd ODI: રોહિત શર્માના બે ચોગ્ગા

    શોન એબોટ 8મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા અને અંતિમ બોલ પર બે ચોગ્ગા રોહિત શર્માએ જમાવ્યા હતા. રોહિત શર્માએ ચોથા બોલને ડીપ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે અંતિમ બોલને ડિપ મિડ વિકેટ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 22 Mar 2023 06:44 PM (IST)

    IND vs AUS, 3rd ODI: રોહિત શર્માએ છગ્ગો ફટકાર્યો

    રોહિત શર્માએ છગ્ગો જમાવ્યો છે. મિશલ સ્ટાર્ક 7મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર રોહિતે લોંગ ઓફ પર શાનદાર છગ્ગો ફટાર્યો હતો. આ પહેલા ગિલે ચોથા બોલ પર ચોગ્ગો ચોગ્ગો જમાવ્યો હતો.

  • 22 Mar 2023 06:27 PM (IST)

    IND vs AUS, 3rd ODI: શુભમન ગિલે બેક ટુ બેક બાઉન્ડરી

    પાંચમી ઓવર લઈને મિશેલ સ્ટાર્ક આવ્યો હતો. ત્રીજી ઓવરમાં છગ્ગો ફટકાર્યા બાદ શુભમન ગિલે બેક ટુ બેક બે ચોગ્ગા પાંચમી ઓવરમાં જમાવ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર મિડ ઓન અને મિડ વિકેટ વચ્ચેથી ગેપ નિકાળી ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે ચોથા બોલ ઓફ સ્ટંપની બહાર બોલને ડ્રાઈવ કરીને ચોગ્ગો ફટાર્યો હતો.

  • 22 Mar 2023 06:27 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ગિલે ફટકાર્યો ચોગ્ગો

    ચોથી ઓવર લઈને માર્કસ સ્ટોઈનીસ આવ્યો હતો. શુભમન ગિલે પાંચમાં બોલ પર કટ શોટ લગાવીને ચાર રન મેળવ્યા હતા. બેકફુટ પર જઈને શાનદાર ટાઈમીંગ સાથે ચાર રન મેળવ્યા હતા.

  • 22 Mar 2023 06:23 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ગિલે છગ્ગો જમાવ્યો

    શુભમન ગિલે છગ્ગો જમાવ્યો. ત્રીજી ઓવર લઈને મિશેલ સ્ટાર્ક આવ્યો હતો. લેગ સ્ટંપના ફુલર બોલર પર મિડ વિકેટની દિશામાં શોટ જમાવીને છ રન મેળવ્યા હતા. ઓવરમાં ભારતના ખાતામાં 6 રન આવ્યા હતા.

  • 22 Mar 2023 06:12 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ભારતની બેટિંગ શરુ

    ભારતની બેટિંગ શરુ થઈ ચુકી છે. રોહિત શર્મા અને શુમભન ગિલે બેટિંગની શરુઆત કરી છે. જ્યારે મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે. પ્રથમ ઓવરમાં ભારતને 4 રન આવ્યા હતા.

  • 22 Mar 2023 05:35 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાએ ભારતને 270 રનનો ટાર્ગેટ આપ્યો

    ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 270 રનનો ટાર્ગેટ આપ્યો છે. મોહમ્મદ સિરાજે સ્ટાર્કને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. સ્ટાર્કે 10 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતી વખતે કાંગારૂ ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી અને 49 ઓવરમાં 269 રનમાં સમેટાઈ ગઈ હતી. ચેન્નાઈની પીચ બેટિંગ માટે બહુ સરળ નથી, તેથી ભારત માટે આ લક્ષ્યનો પીછો કરવો બહુ આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. તે જ સમયે ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને બે-બે વિકેટ મળી હતી.

  • 22 Mar 2023 05:32 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મિચેલ સ્ટાર્ક સિક્સ ફટકારી

  • 22 Mar 2023 05:30 PM (IST)

    india vs australia live score :ઓસ્ટ્રેલિયાનો સ્કોર 261 /9

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 48 ઓવર બાદ 9 વિકેટે 255 રન છે. મિચેલ સ્ટાર્ક 3 અને એડમ ઝમ્પા 10 રન પર રમી રહ્યા છે. આ ઓવરમાં કુલ 7 રન આવ્યા

  • 22 Mar 2023 05:27 PM (IST)

    IND vs AUS:એડમ ઝમ્પા ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 05:25 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 250 રનને પાર

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર નવ વિકેટના નુકસાને 250 રનને પાર કરી ગયો છે. સ્ટાર્ક અને ઝમ્પા ક્રિઝ પર છે. બંને પૂરી 50 ઓવરની બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાના સ્કોરને 275 રનની નજીક પહોંચાડવાનો પ્રયાસ કરશે.

  • 22 Mar 2023 05:20 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 249 /9

    હવે એડમ ઝમ્પા અને સ્ટાર્ક સાથે ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 46 ઓવર બાદ નવ વિકેટે 249 રન છે.

  • 22 Mar 2023 05:18 PM (IST)

    IND vs AUS: ક્રિઝ પર મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા

  • 22 Mar 2023 05:16 PM (IST)

    IND vs AUS:એશ્ટન અગર આઉટ

    મોહમ્મદ સિરાજે એશ્ટન અગરને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની રન બનાવવાની આશાને ઝટકો આપ્યો હતો. ટીમની 9મી વિકેટ પડી અને હવે ભારત રાહતનો શ્વાસ લેશે

  • 22 Mar 2023 05:14 PM (IST)

    india vs australia live score : ક્રિઝ પર મિચેલ સ્ટાર્ક આવ્યો

  • 22 Mar 2023 05:14 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાને 8મો ઝટકો

    ઓસ્ટ્રેલિયાની આઠમી વિકેટ 245 રનના સ્કોર પર પડી હતી. અક્ષર પટેલે સીન એબોટને આઉટ કરીને ભારતને આઠમી સફળતા અપાવી છે. એબોટે 23 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.

  • 22 Mar 2023 05:13 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: એગર અને એબોટ વચ્ચે શાનદાર ભાગીદારી

    એશ્ટન અગર અને સીન એબોટે આઠમી વિકેટ માટે ઉપયોગી ભાગીદારી નોંધાવી છે. બંને બેટ્સમેન સારા લયમાં દેખાઈ રહ્યા છે અને સારી ગતિએ રન બનાવી રહ્યા છે. 44 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર સાત વિકેટે 245 રન છે.

  • 22 Mar 2023 05:12 PM (IST)

    IND vs AUS: એશ્ટન અગર સિક્સ ફટકારી

  • 22 Mar 2023 05:10 PM (IST)

    IND vs AUS : સીન એબોર્ટ સિક્સ ફટકારી

    43મી ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો. તેના પ્રથમ બોલમાં સીન એબોર્ટે સિક્સ ફટકારી હતી.

  • 22 Mar 2023 05:10 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 231/7

    44મી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યો હતો. આ ઓવરમાં કુલ 2 રન આવ્યા હતા.સીન એબોર્ટ 19 બોલમાં 19 રન અને એશ્ટન અગર 17 બોલમાં 9 રન બનાવી રમી રહ્યા છે.

  • 22 Mar 2023 05:06 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 229/7

  • 22 Mar 2023 05:00 PM (IST)

    india vs australia live score :સીન એબોર્ટે ચોગ્ગો ફટકાર્યો

    42મી ઓવરમાં કુલદીપ યાદવ લઈને આવ્યો હતો. ત્રીજા બોલ પર સીન એબોર્ટ ચોગ્ગો ફટકાર્યો હતો

  • 22 Mar 2023 04:58 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 220/7

    42મી ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો. ત્રીજા બોલમાં સીન એબોર્ટે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં કુલ 7 રન આવ્યા હતા.

  • 22 Mar 2023 04:55 PM (IST)

    IND vs AUS, 3rd ODI: સીન એબોટ ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 04:53 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 213 /7

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 41 ઓવર બાદ 213 /7 છે

  • 22 Mar 2023 04:47 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:ઓસ્ટ્રેલિયાનો સ્કોર 209/7

    40 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 207/7 સીન એબોટ અને એશ્ટન અગર ક્રિઝ પર છે. અગર 6 બોલમાં 2 રન અને એબોર્ટ 5 બોલમાં 4 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 6 રન આવ્યા છે. આ ઓવર હાર્દિક પંડ્યા નાંખી રહ્યો હતો.

  • 22 Mar 2023 04:43 PM (IST)

    IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ 39 ઓવરમાં સાત વિકેટે 203 રન બનાવ્યા

    કુલદીપ યાદવે ભારતને સાતમી સફળતા અપાવી હતી. તેણે 39મી ઓવરના પહેલા બોલ પર એલેક્સ કેરીને ક્લીન બોલ્ડ કર્યો હતો. કેરીએ 46 બોલમાં 38 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 39 ઓવરમાં સાત વિકેટે 203 રન બનાવ્યા છે. સીન એબોટ અને એશ્ટન અગર ક્રિઝ પર છે.

  • 22 Mar 2023 04:37 PM (IST)

    india vs australia live score : એલેક્સ કેરી આઉટ

    ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો, એલેક્સ કેરી 38 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

  • 22 Mar 2023 04:36 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 203 /6

    ઓસ્ટ્રેલિયાએ 200 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. 38મી ઓવર હાર્દિક પટેલ લઈને આવ્યો હતો. ક્રિઝ પર એલેક્સ કેરી અને એબોટ છે. એલેક્સ કેરી 45 બોલમાં 38 રન અને એબોટ 1 બોલમાં 1 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 22 Mar 2023 04:33 PM (IST)

    IND vs AUS:એલેક્સ કેરી ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 04:32 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:સ્ટોઇનિસ આઉટ

    માર્કસ સ્ટોઇનિસને અક્ષર પટેલે આઉટ કર્યો. તે 26 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તે અક્ષર પટેલના બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. સ્ટોઇનિસે એલેક્સ કેરી સાથે છઠ્ઠી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાના છ વિકેટે 196 રન છે.

  • 22 Mar 2023 04:31 PM (IST)

    IND vs AUS: ક્રિઝ પર એબોટ અને એલેક્સ કેરી

  • 22 Mar 2023 04:30 PM (IST)

    india vs australia live score :માર્કસ સ્ટોઈનિસ આઉટ

    માર્કસ સ્ટોઈનિસ 25 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો લાગ્યો છે.

  • 22 Mar 2023 04:26 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ભારતીય ટીમ વિકેટની શોધમાં

    માર્કસ સ્ટોઇનિસ અને એલેક્સ કેરીએ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી છે. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે સારી ભાગીદારી થઈ છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 193 રનને પાર કરી ગયો છે. હવે આ બંને મોટી ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને 300 રનની નજીક લઈ જવાનો પ્રયાસ કરશે. સાથે જ ટીમ ઈન્ડિયા આ ભાગીદારીને તોડીને કાંગારૂ ટીમને નાના સ્કોર પર સમેટી લેવા ઈચ્છશે.

  • 22 Mar 2023 04:24 PM (IST)

    IND vs AUS, 3rd ODI:માર્કસ સ્ટોઈનિસ ચોગ્ગો ફટકાર્યો

    માર્કસ સ્ટોઈનિસ 36મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 04:22 PM (IST)

    IND vs AUS, 3rd ODI:ઓસ્ટ્રેલિયાનો સ્કોર 186/5

    5 વિકેટ ગુમાવ્યા બાદ માર્કસ સ્ટોઈનિસ અને એલેક્સ કેરીએ મળીને ઈનિગ્સ સંભાળી હતી. બંનેએ સાથે મળીને ટીમને 186ના સ્કોર સુધી પહોંચાડી છે. ટીમને 138 રનના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો.

  • 22 Mar 2023 04:21 PM (IST)

    IND vs AUS, 3rd ODI: એલેક્સ કેરીએ સિક્સ ફટકારી

    35મી ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો. આ ઓવરમાં કેરીને ફ્રી હિટ મળી હતી. જેમાં તેણે સિક્સ ફટકારી હતી.

  • 22 Mar 2023 04:17 PM (IST)

    IND vs AUS, 3rd ODI: સ્ટોઇનિસ અને કેરીએ ઇનિંગ્સને સંભાળી

    માર્કસ સ્ટોઇનિસ અને એલેક્સ કેરીએ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી છે. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે સારી ભાગીદારી થઈ છે.

  • 22 Mar 2023 04:16 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 173/5

    34 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 173/5 છે. એલેક્સ કેરી અને માર્કસ સ્ટોઈનિસ ક્રિઝ પર છે. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં માત્ર 2 રન આવ્યા હતા.

  • 22 Mar 2023 04:11 PM (IST)

    IND vs AUS: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 171/5

    32મી ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો. તની આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતમાં કુલ 7 રન આવ્યા છે. એલેક્સ કેરી 26 બોલમાં 18 રન અને માર્કસ સ્ટોઈનિસ 15 બોલમાં 15 રન બનાવી રમી રહ્યો છે.

  • 22 Mar 2023 04:08 PM (IST)

    india vs australia live score : માર્કસ સ્ટોઈનિસ ચોગ્ગો ફટકાર્યો

    32મી ઓવરના બીજા બોલ પર માર્કસ સ્ટોઈનિસે ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 04:06 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ભારતીય ટીમ વિકેટની શોધમાં

    32મી ઓવર રવિન્દ્ર જાડેજા લઈને આવ્યો હતો. લેક્સ કેરી અને માર્નસ સ્ટોઇનિસની જોડી ક્રિઝ પર છે કેરી 23 બોલમાં 16 રન તેમજ માર્કસ સ્ટોઈનિસ 12 બોલમાં 10 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 22 Mar 2023 04:04 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:ઓસ્ટ્રેલિયાનો સ્કોર 150 રનને પાર

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટના નુકસાને 150 રનને પાર કરી ગયો છે. એલેક્સ કેરી અને માર્નસ સ્ટોઇનિસની જોડી ક્રિઝ પર છે. બંને ભાગીદારી કરીને પોતાની ટીમને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • 22 Mar 2023 04:03 PM (IST)

    IND vs AUS: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 161/5

  • 22 Mar 2023 04:00 PM (IST)

    india vs australia live score :માર્કસ સ્ટોઈનિસ ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 04:00 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ભારતની શાનદાર બોલિગ

    ભારત માટે હાર્દિક અને કુલદીપે અત્યાર સુધી શાનદાર બોલિંગ કરી છે. હાર્દિક પંડ્યાએ ત્રણ અને કુલદીપે બે વિકેટ ઝડપી છે.

  • 22 Mar 2023 03:57 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ

    ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 138 રનમાં સમેટાઈ ગઈ હતી. સ્પિનર ​​કુલદીપ યાદવે માર્નસ લાબુશેન (28)ના રૂપમાં મોટો ઝટકો આપ્યો હતો. કુલદીપની આ બીજી વિકેટ હતી. ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 4 રન આવ્યા છે.હાલમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 149-5 (ઓવર-30 ).

  • 22 Mar 2023 03:54 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 144 /5

    એલેક્સ કેરી અને માર્કસ સ્ટોઈનિસ ક્રિઝ પર છે. કેરી 14 બોલમાં 10 અને માર્કસ સ્ટોઈનિસ 3 બોલમાં 2 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 22 Mar 2023 03:53 PM (IST)

    IND vs AUS, 3rd ODI: એલેક્સ કેરી ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 03:52 PM (IST)

    IND vs AUS, 3rd ODI: એલેક્સ કેરી અને માર્કસ સ્ટોઈનિસ ક્રિઝ પર

  • 22 Mar 2023 03:49 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ઓસ્ટ્રેલિયાનો પાંચમો ઝટકો

    ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 138 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે.

  • 22 Mar 2023 03:43 PM (IST)

    IND vs AUS: માર્નસ લાબુશેન એલેક્સ કેરી ક્રિઝ પર

    27મી ઓવર કુલદીપ યાદવ લઈને આવ્યો હતો. ક્રિઝ પર માર્નસ લાબુશેનએલેક્સ કેરી છે. કેરી 10 બોલમાં 3 લાબુશેન 11 રન બનાવી રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 130/4

  • 22 Mar 2023 03:39 PM (IST)

    india vs australia live score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 128/4

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 26 ઓવર બાદ ચાર વિકેટે 128 રન છે. માર્નસ લાબુશેન 21 અને એલેક્સ કેરી 2 રન બનાવીને રમી રહ્યા છે. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતમાં માત્ર 2 રન આવ્યા છે.

  • 22 Mar 2023 03:36 PM (IST)

    india vs australia live score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 126/4

    ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સની 25 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે 4 વિકેટે 126 રન બનાવ્યા છે. 25મી ઓવર કુલદીપ યાદવ લઈને આવ્યો હતો, જેમાં ભારતને એક સફળતા મળી હતી.

  • 22 Mar 2023 03:34 PM (IST)

    IND vs AUS, 3rd ODI: એલેક્સ કેરી ક્રિઝ પર

    ડેવિડ વોર્નર આઉટ થતા ક્રિઝ પર એલેક્સ કેરી આવ્યો છે.

  • 22 Mar 2023 03:31 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ડેવિડ વોર્નર આઉટ

    ડેવિડ વોર્નર 31 બોલમાં 23 રન બનાવી પેવેલિયન ભેગો થયો છે.ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ 125 રનના સ્કોર પર પડી,કુલદીપ યાદવે ડેવિડ વોર્નરને હાર્દિક પંડ્યાના હાથે કેચ કરાવ્યો હતો.

  • 22 Mar 2023 03:29 PM (IST)

    india vs australia live score : આ ઓવરમાં માત્ર 1 રન આવ્યો

    24મી ઓવર રવિન્દ્ર જાડેજા લઈને આવ્યો હતો. પ્રથમ 5 બોલ પર ઓસ્ટ્રેલિયાના ખાતામાં એક પણ રન આવ્યા ન હતા. છેલ્લા બોલ પર માત્ર 1 રન આવ્યો હતો એટલે કે 24મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં માત્ર 1 રન આવ્યો, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 121 /3 છે

  • 22 Mar 2023 03:26 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 121 /3

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 23 ઓવર બાદ 121 /3 છે. ડેવિડ વોર્નર 23 અને માર્નસ લાબુશેન 16 રન બનાવી રમી રહ્યા છે.

  • 22 Mar 2023 03:24 PM (IST)

    IND vs AUS, 3rd ODI: માર્નસ લાબુશેને સિક્સ ફટકારી

  • 22 Mar 2023 03:21 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેનની જોડી જામી

    ઓસ્ટ્રેલિયાને ત્રણ ઝટકા બાદ અનુભવી ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેને ઈનિગ્સને સંભાળી હતી. બંનેએ સાથે મળીને ટીમનો સ્કોર 113 રનની પાર પહોંચાડ્યો છે.

  • 22 Mar 2023 03:19 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:ઓસ્ટ્રેલિયાનો સ્કોર 21 ઓવર પછી 111/3

    ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સની 21 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે ત્રણ વિકેટે 111 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર 21 અને માર્નસ લાબુશેન 9 રન બનાવી રમી રહ્યો છે. વોર્નરને 20મી ઓવરના છેલ્લા બોલ પર જીવનદાન મળ્યું હતું. જાડેજાના બોલ પર મોહમ્મદ સિરાજ તેનો કેચ લઈ શક્યો ન હતો.

  • 22 Mar 2023 03:16 PM (IST)

    IND vs AUS: ડેવિડ વોર્નરે ચોગ્ગો ફટકાર્યો

    ડેવિડ વોર્નરે 21મી ઓવરમાં કુલદીપ યાદવના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે

  • 22 Mar 2023 03:15 PM (IST)

    IND vs AUS: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 104/3

  • 22 Mar 2023 03:11 PM (IST)

    india vs australia live score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100 રનને પાર

    19મી ઓવર કુલદીપ યાદવ લઈને આવ્યો હતો. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 100 રન પુરા કર્યા હતા. આ ઓવરમાં કુલ 3 રન આવ્યા હતા. ડેવિડ વોર્નર 16 બોલમાં 13 રન અને માર્નસ લાબુશેન 16 બોલમાં 5 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 22 Mar 2023 03:07 PM (IST)

    IND vs AUS, 3rd ODI:ઓસ્ટ્રેલિયાનો સ્કોર 97/ 3

    18મી ઓવર રવિન્દ્ર જાડેજા લઈને આવ્યો હતો. તેના પ્રથમ બોલ પર ઓસ્ટ્રેલિયાના ખાતામાં 1 રન ત્યારબાદ બીજા ત્રીજા બોલમાં 0 રન ચોથા બોલ પર 1 રન અને પાંચમાં બોલ પર પણ 1 રન આવ્યો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાના છેલ્લા બોલ પર 0 રન આવ્યો હતો. આમ ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 3 રન આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 97/ 3 છે.

  • 22 Mar 2023 03:03 PM (IST)

    IND vs AUS, 3rd ODI: 17 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 93/3

    17 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 93/3 છે. લાબુશેન 12 બોલમાં 4 રન અને ડેવિડ વોર્નર 9 બોલમાં 8 રન બનાવી ઓસ્ટ્રેલિયાની ઈનિગ્સને આગળ લઈને જઈ રહ્યા છે.

  • 22 Mar 2023 02:59 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:મુશ્કેલીમાં ઓસ્ટ્રેલિયા

    હાર્દિક પંડ્યાએ ઓપનર મિચેલ માર્શને 47ના અંગત સ્કોર પર આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો છે. માર્શ ઇનિંગની 15મી ઓવરના ત્રીજા બોલ પર પંડ્યાના હાથે બોલ્ડ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકશાન પર 92 રન બનાવ્યા છે.

  • 22 Mar 2023 02:55 PM (IST)

    IND vs AUS: ક્રિઝ પર માર્નસ લાબુશેન

    મિચેલ માર્શ આઉટ થતા ક્રિઝ પર માર્નસ લાબુશેન આવ્યો છે.

  • 22 Mar 2023 02:54 PM (IST)

    india vs australia live score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 88/3

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 88/3 છે. 15મી ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો. તેમણે મિચેલ માર્શની વિકેટ ઓવરના ત્રીજા બોલ પર લીધી હતી.

  • 22 Mar 2023 02:54 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ચેન્નાઈમાં પંડ્યાના તોફાનનો શિકાર ઓસ્ટ્રેલિયાના ટોપ-3 ખેલાડીઓ બન્યા

  • 22 Mar 2023 02:49 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મિચેલ માર્શે આઉટ

    હાર્દિક પંડ્યાએ ભારતને ત્રીજી સફળતા અપાવી છે. હાર્દિક પંડ્યાએ 15મી ઓવરના ત્રીજા બોલ પર મિચેલ માર્શેની વિકેટ લીધી હતી. મિચેલ 47 બોલમાં 47 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો.

  • 22 Mar 2023 02:48 PM (IST)

    IND vs AUS: મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો

    15મી ઓવરના બીજા બોલ પર મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો છે.

  • 22 Mar 2023 02:44 PM (IST)

    india vs australia live score :ઓસ્ટ્રેલિયાનો સ્કોર 80/2

    ઓસ્ટ્રેલિયાએ 14 ઓવરમાં 2 નુકશાન 80 રન બનાવ્યા છે. 14મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 3 રન આવ્યા છે.

  • 22 Mar 2023 02:40 PM (IST)

    IND vs AUS, 3rd ODI: હાર્દિક પંડ્યાએ ભારતને 2 સફળતા અપાવી

    હાર્દિક પંડ્યાએ ભારતને 2 સફળતા અપાવી છે. ટ્રેવિસ હેડે પંડ્યાના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, જેને બાઉન્ડ્રી નજીક કુલદીપ યાદવે કેચ આપ્યો હતો. ત્યારબાદ 13મી ઓવરના બીજા બોલ પર સ્ટીવ સ્મિથને આઉટ કર્યો.તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો

  • 22 Mar 2023 02:35 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: કેપ્ટન સ્ટિવ સ્મિથ આઉટ

    હાર્દિક પંડ્યાએ ભારતને બીજી સફળતા અપાવી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથને પેવેલિયન મોક્લ્યો છે.સ્ટિવ સ્મિથ આઉટ થતા ક્રિઝ પર ડેવિડ વોર્નર આવ્યો છે.

  • 22 Mar 2023 02:33 PM (IST)

    IND vs AUS:ઓસ્ટ્રેલિયાનો સ્કોર 74/1

    12મી ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો. આ ઓવરમાં કુલ 6 રન આવ્યા હતા. 12 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 74/1 છે. મિચેલ માર્શે 40 બોલમાં 40 અને સ્ટીવ સ્મિથ 1 બોલમાં 0 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 22 Mar 2023 02:28 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયા 11 ઓવર પછી 68/1

    ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો પાવરપ્લે પૂરો થઈ ગયો છે. તેણે 11 ઓવરમાં એક વિકેટના નુકશાન 68 રન બનાવ્યા છે. મિચેલ માર્શ 34 બોલમાં 34 અને સ્ટિવ 0 રન બનાવી રમી રહ્યો છે.હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલયાને પ્રથમ ઝટકો આપ્યો છે. હેડ 33 રન બનાવી પેવેલિયન ભેગો થયો

  • 22 Mar 2023 02:25 PM (IST)

    india vs australia live score : ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો

    ભારતીય વાઇસ કેપ્ટન અને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પ્રથમ સફળતા અપાવી. ઓસ્ટ્રેલિયાએ 68 રનમાં ટ્રેવિસ હેડના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. હેડ 33 રન બનાવીને કુલદીપના હાથે કેચ આઉટ થયો હતો. હેડ અને મિશેલ માર્શે 65 બોલમાં 68 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

  • 22 Mar 2023 02:23 PM (IST)

    IND vs AUS, 3rd ODI: હેડે ચોગ્ગો ફટકાર્યો

    11મી ઓવર હાર્દિક પંડ્યા લઈને આવ્યો હતો, ઓવરના બીજા બોલ પર શુભમન ગિલે કેચ છોડ્યો હતો.

  • 22 Mar 2023 02:21 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ભારતીય ટીમ વિકેટની શોધમાં

    10મી ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતમાં માત્ર 2 રન આવ્યા છે. હેડ 27 બોલમાં 27 અને મિચેલ માર્શે 33 બોલમાં 33 રન બનાવી રમી રહ્યા છે

  • 22 Mar 2023 02:17 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 60/0

    ઓસ્ટ્રેલિયાની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ટીમે 9 ઓવરમાં 60 રનનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેવિસ હેડ સાથે મિશેલ માર્શની ઝડપી બેટિંગ ચાલુ છે. જ્યારે ભારતીય ટીમ વિકેટની શોધમાં જોવા મળી રહી છે. ટ્રેવિસ હેડ 26 બોલમાં 27 રન અને મિચેલ માર્શે 28 બોલમાં 32 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 22 Mar 2023 02:15 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ટ્રેવિસ હેડ ચોગ્ગો ફટકાર્યો

    ટ્રેવિસ હેડે પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 02:15 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 રનને

    મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડની જોડી સ્કોરને  આગળ વધારી રહી છે. ભારતીય બોલરો વિકેટની શોધમાં છે. પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી

  • 22 Mar 2023 02:12 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ટ્રેવિસ હેડ ચોગ્ગો ફટકાર્યો

    ટ્રેવિસ હેડ 9મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 02:10 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 ઓવરમાં 52/ 0

    ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 8 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 52 રન બનાવી લીધા છે. મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડી આગળ છે. માર્શ 32 અને હેડ 19 રન બનાવીને રમી રહ્યા છે.

  • 22 Mar 2023 02:08 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો

    મિચેલ માર્શે આઠમી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 02:08 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ટ્રેવિસ હેડ સિક્સ ફટકારી

    ટ્રેવિસ હેડ આઠમી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી

  • 22 Mar 2023 02:06 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: સાતમી ઓવર મેડ ઈન રહી

    સાતમી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યો હતો.હેડ 12 રન અને મિચેલ માર્શે 28 રન બનાવી રમી રહ્યા છે. આ ઓવરમાં કોઈ પણ આવ્યો ન હતો.

  • 22 Mar 2023 02:00 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:ઓસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં 41 રન બનાવ્યા

    છઠ્ઠી ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો.ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શે ટીમને ઝડપી શરૂઆત અપાવી છે. ઓસ્ટ્રેલિયન ટીમે 6 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 41 રન બનાવી લીધા છે. મિશેલ માર્શ 18 બોલમાં 28 અને ટ્રેવિસ હેડ 18 બોલમાં 12 રને રમી રહ્યા છે.

  • 22 Mar 2023 01:57 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ઓસ્ટ્રેલિયાની દમદાર શરુઆત

    પાંચમી ઓવર મોહમ્મદ શમી લઈને આવ્યો હતો. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં કુલ 11 રન આવ્યા છે. હેડ 11 રન અને મિચેલ માર્શે 27 રન બનાવી રમી રહ્યા છે.

  • 22 Mar 2023 01:57 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો

    મિચેલ માર્શે 5મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 01:53 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:ટ્રેવિસ હેડ સિક્સ ફટકારી

    હેડે પાંચમી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી

  • 22 Mar 2023 01:51 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ઓપનિંગ જોડી જામી

    માર્શ-હેડે ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી હતી મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન જોડ્યા છે. માર્શ 23 અને હેડ 9 રન બનાવી રહ્યા છે

  • 22 Mar 2023 01:48 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો

    ચોથી ઓવરના ત્રીજા બોલ પર મિચેલ માર્શ ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ છેલ્લા બોલ ફરી એક ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 01:46 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 19/0

    ઓસ્ટ્રેલિયન ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે. મિચેલ માર્શે ટ્રેવિસ હેડ સાથે ઓપનિંગમાં લીડ લીધી હતી. પ્રથમ ઓવર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કરી હતી, ત્રીજી ઓવર મોહમ્મદ શમી લઈને આવ્યો હતો. 3 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 19/0

  • 22 Mar 2023 01:43 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મિચેલ માર્શે સિક્સ ફટકારી

  • 22 Mar 2023 01:40 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:ઓસ્ટ્રેલિયાનો સ્કોર 13/0

    2 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 13/0   છે.મોહમ્મદ શમીની પહેલી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં માત્ર 4 રન આવ્યા છે. બીજી ઓવર મોહમ્મદ સિરાજે નાંખી હતી. મિચેલ માર્શે 5 બોલમાં 9 રન અને ટ્રેવિસ હેડ 7 બોલમાં 4 રન બનાવી રમી રહ્યો છે.

  • 22 Mar 2023 01:38 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો

    બીજી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યો છે. ઓવરના બીજા બોલ પર મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો હતો

  • 22 Mar 2023 01:37 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો

    બીજી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યો છે. ઓવરના બીજા બોલ પર મિચેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 22 Mar 2023 01:35 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4/0

    પ્રથમ ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4/0 છે.મોહમ્મદ શમીની પહેલી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખાતામાં માત્ર 4 રન આવ્યા છે. ટ્રેવિસ હેડે પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 01:34 PM (IST)

    IND vs AUS 3rd ODI Live:ટ્રેવિસ હેડ ચોગ્ગો ફટકાર્યો

  • 22 Mar 2023 01:30 PM (IST)

    IND vs AUS 3rd ODI Live: મેચ શરુ

    ક્રિઝ પર ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ માર્શ ટ્રેવિસ હેડ છે.મોહમ્મદ શમી પ્રથમ ઓવર લઈને આવ્યો.

  • 22 Mar 2023 01:28 PM (IST)

    india vs australia live score :ચેન્નાઈમાં કોહલીનો રેકોર્ડ

    વિરાટ કોહલીએ ચેન્નાઈમાં 7 ODI ઇનિંગ્સમાં એક સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેણે કુલ 283 રન બનાવ્યા છે. ચેપોકમાં વિરાટ પણ 4 વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો છે. કોહલી આ મેચમાં મોટી ઇનિંગ્સ રમવા માંગશે.

  • 22 Mar 2023 01:26 PM (IST)

    india vs australia live score :સ્મિથ 5000 ODI રનથી 51 રન દૂર

    સ્ટીવ સ્મિથ તેના 5000 ODI રનથી 51 રન દૂર છે. તે સદી ફટકારતાની સાથે જ ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર અનુભવી રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી લેશે. આ મેચમાં સ્મિથ કેપ્ટન રહેશે. પેટ કમિન્સની ગેરહાજરીમાં તે કાંગારૂ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

  • 22 Mar 2023 01:24 PM (IST)

    india vs australia live score : ઓસ્ટ્રેલિયાની ટીમમાં બે ફેરફાર

    ઓસ્ટ્રેલિયાની ટીમે મેચમાં બે મોટા ફેરફાર કર્યા છે. એશ્ટન એગર અને ડેવિડ વોર્નરની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે નાથન એલિસ અને કેમેરુન ગ્રીન બહાર થયા છે. જ્યારે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  • 22 Mar 2023 01:23 PM (IST)

    india vs australia live score : વનડેની મજા બગાડશે વરસાદ!

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ બુધવારે ચેન્નાઈમાં રમાશે. એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી આ મેચ પર વરસાદની અસર જોવા મળી શકે છે. આ પણ વાંચો : IND vs AUS, Weather Forecast : ત્રીજી વનડેની મજા બગાડશે વરસાદ! ચેન્નાઈમાં કેવું રહેશે હવામાન જાણો

  • 22 Mar 2023 01:21 PM (IST)

    india vs australia live score :મોહમ્મદ શમી શ્રીનાથનો રેકોર્ડ તોડી શકે છે

    ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથના રેકોર્ડને તોડી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે શ્રીનાથ ત્રીજા નંબર પર છે. તેણે 29 વનડેમાં 33 વિકેટ ઝડપી છે જ્યારે શમીના નામે 21 મેચમાં 32 વિકેટ છે.

  • 22 Mar 2023 01:16 PM (IST)

    india vs australia live score : બન્ને ટીમોની પ્લેઇંગ-11

    ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

    ઓસ્ટ્રેલિયાની ટીમઃ ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ , મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટ કીપર), ગ્લેન મેક્સવેલ, એશ્ટન અગર, સીન એબોટ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.

  • 22 Mar 2023 01:13 PM (IST)

    IND vs AUS, 3rd ODI: ભારતીય બોલરો પર નજર રહેશે

    છેલ્લી બે મેચમાં ભારતીય બોલરોએ માત્ર 47 ઓવર જ નાખવાની હતી. પ્રથમ વનડેમાં તેણે ઓસ્ટ્રેલિયાને 36 ઓવરમાં ઓલઆઉટ કરી દીધું હતું. અને બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 11 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

  • 22 Mar 2023 01:11 PM (IST)

    IND vs AUS: મેચ માટે ટીમની પ્લેઈંગ-11

  • 22 Mar 2023 01:09 PM (IST)

    IND vs AUS:વર્લ્ડ કપ પહેલા સિરીઝ મહત્વપૂર્ણ

    ભારત માટે આ સીરીઝ વર્લ્ડ કપની તૈયારીની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા દરેક સિરીઝને કરો યા મરોના રૂપમાં જોઈ રહી છે.

  • 22 Mar 2023 01:04 PM (IST)

    IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટોસ જીત્યો

    ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં આ ત્રણ મેચની વનડે સિરીઝ 1-1 થી બરાબર છે.  ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

  • 22 Mar 2023 01:03 PM (IST)

    IND vs AUS:સૂર્યકુમાર પર નજર રહેશે

    સૂર્યકુમાર માટે આ મેચ ઘણી મહત્વની છે. સૂર્યકુમાર યાદવ છેલ્લી બે મેચમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો. ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયરની જગ્યાએ સૂર્યા ટીમમાં રમી રહ્યો છે. આ ODI તેની છેલ્લી તક છે જ્યાં તે વર્લ્ડ કપ પહેલા ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.

  • 22 Mar 2023 01:01 PM (IST)

    IND vs AUS:ભારત માટે સ્ટાર્ક અને માર્શનો પડકાર

    છેલ્લી બે વનડેમાં મિચેલ સ્ટાર્કની બોલિંગ અને મિશેલ માર્શની બેટિંગે ભારતને ઘણું પરેશાન કર્યું છે. સ્ટાર્કે અત્યાર સુધી 2 મેચમાં 8 વિકેટ લીધી છે. જ્યારે માર્શે 12 સિક્સર ફટકારી છે.

  • 22 Mar 2023 01:00 PM (IST)

    IND vs AUS:ભારત માટે સિરીઝ જીતવી મહત્વપૂર્ણ

    ભારતીય ટીમે પોતાના ઘરઆંગણે વર્ચસ્વ જમાવ્યું છે. તેઓએ ભારતમાં રમાયેલી છેલ્લી 7 ODI સિરીઝ જીતી છે. છેલ્લી વખત ભારતમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં તેનો પરાજય થયો હતો.

  • 22 Mar 2023 12:58 PM (IST)

    IND vs AUS:વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયાને કારમી હાર મળી હતી

    પ્રથમ ODI મેચ મુંબઈમાં રમાઈ હતી જેમાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો. બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવ્યું હતું.

  • 22 Mar 2023 12:56 PM (IST)

    IND vs AUS:આજે નિર્ણય લેવામાં આવશે

    આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ રમાવાની છે.હાલમાં સિરીઝ 1-1થી બરાબર છે અને ત્રીજી મેચ જીતનારી ટીમ સિરીઝ જીતશે.

Published On - Mar 22,2023 12:56 PM

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">