ઈંગ્લેન્ડ પ્રવાસ વચ્ચે આવ્યા મોટા સમાચાર, ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડ સાથે થશે, 3 ODI અને 3 T20 મેચ રમાશે

TV9 GUJARATI

|

Updated on: Jun 28, 2022 | 1:29 PM

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022 પછી, ODI અને T20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડ (India vs New Zealand) ના પ્રવાસે જશે. બંને દેશો વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમાશે.

ઈંગ્લેન્ડ પ્રવાસ વચ્ચે આવ્યા મોટા સમાચાર, ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડ સાથે થશે, 3 ODI અને 3 T20 મેચ રમાશે
ઈંગ્લેન્ડ બાદ વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર જશે ભારતીય ટીમ
Image Credit source: PTI

India vs New Zealand : ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ (T20 World Cup)બાદ ભારત ત્રણ ટી20 અને વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) મંગળવારે આ જાણકારી આપી હતી. સિરીઝનું આયોજન 18 થી 30 નવેમ્બર સુધી કરવામાં આવશે. ત્યારબાદ આગામી વર્ષ જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડની ટીમ મર્યાદિત ઓવરોની સિરીઝ માટે ભારત આવશે, એનજેડસીએ પ્રેસ રિલીઝમાં કહ્યું, ભારત વર્લ્ડકપ પુરો થયા બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગ્ટન, તૌરંગા અને નેપિયરમાં ત્રણટી20 અને આકલૈન્ડમાં ત્રણ વનડે ઈન્ટરનેશનલ મેચ રમવા માટે ન્યૂઝીલેન્ડ ( New Zealand)આવશે. તેમને જણાવી દઈએ કે, ગત્ત વખતે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ધરઆંગણે ટી20 સિરીઝમાં હાર આપી હતી આ વખતે કિવી ટીમ શાનદાર ફોર્મમાં રહેશે.

ભારત શુક્રવારથી ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમશે, જે ગયા વર્ષે યોજાનારી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બાકી રહેલી એક ટેસ્ટ મેચ રમશે. આ પછી બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 અને તેટલી જ વન-ડેની સિરીઝ રમાશે.

View this post on Instagram

A post shared by BLACKCAPS (@blackcapsnz)

ઈંગ્લેન્ડ બાદ વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર જશે ભારતીય ટીમ

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ત્રણ વનડે અને પાંચ ટી20 સિરીઝ માટે જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કરશે. જેટી20 વર્લ્ડકપ પહેલા રમાશે. વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ વચ્ચે ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ દિવસ-રાત્રની ટેસ્ટ મેચ રમશે.

ભારત સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની પુરુષ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ટીમ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે, ત્યારબાદ વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કરશે પરત ફર્યા બાદ ટી20 અને એકદિવસ આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝમાં બાંગ્લાદેશની મેજબાની કરશે. ત્યારબાદ ટીમ જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા માટે રવાના થશે. જ્યાં આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ રમશે.

ઈંગ્લેન્ડ અને ભારત (ENG vs IND) વચ્ચેની આ પાંચમી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે 1 થી 5 જુલાઈ દરમિયાન રમાવાની છે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-1 થી આગળ છે. ગયા વર્ષે ચાર ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમમાં કોરોના વાયરસના કેસ જોવા મળ્યા હતા. ત્યાર બાદ આ પાંચમી મેચ સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારત તરફથી કોઇ સુકાની પદ સંભાળશે તેને લઇને હાલ અનેક પ્રશ્નો થઇ રહ્યા છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati