AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI : જસપ્રીત બુમરાહની મદદ છતાં મોહમ્મદ સિરાજ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો

અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પાંચ વિકેટ લેવાથી ચૂકી ગયો. તેણે 14 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ લીધી. બુમરાહની મદદ છતાં સિરાજ પાંચમી વિકેટ ન લઈ શક્યો.

IND vs WI : જસપ્રીત બુમરાહની મદદ છતાં મોહમ્મદ સિરાજ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો
Mohammed SirajImage Credit source: X/BCCI
| Updated on: Oct 02, 2025 | 4:41 PM
Share

વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદ ટેસ્ટની ઈનિંગમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પાસે પહેલી ઈનિંગમાં 5 વિકેટ લેવાની સુવર્ણ તક હતી. તે 4 વિકેટ લઈને આ સિદ્ધિની ખૂબ નજીક પહોંચી ગયો હતો. જોકે, તે પાંચમી વિકેટ ના લઈ શક્યો. બુમરાહ ઈચ્છતો હતો કે સિરાજ કોઈક રીતે પાંચમી વિકેટ લે. આમાં તેણે તેને મદદે પણ કરી. પરંતુ તેના તમામ પ્રયાસો છતાં સિરાજ આખરે નિષ્ફળ ગયો. વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદ ટેસ્ટની પહેલી ઈનિંગમાં તે 5 વિકેટ લઈ શક્યો નહીં.

સિરાજ પાંચ વિકેટ ન લઈ શક્યો

મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 14 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ લીધી હતી. જો તેણે વધુ એક વિકેટ લીધી હોત, તો તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં છઠ્ઠી વખત પાંચ વિકેટ લીધી હોત. જો તેણે અહીં પાંચમી વિકેટ લીધી હોત, તો તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં બીજી વખત આ સિદ્ધિ હાંસલ કરી હોત. જોકે, સિરાજ તે સિદ્ધિ હાંસલ ન કરી શક્યો.

બુમરાહે સિરાજને કરી મદદ!

હવે પ્રશ્ન એ છે કે બુમરાહ સિરાજને પાંચ વિકેટ લેવામાં કેવી રીતે મદદ કરી રહ્યો હતો? જો કે તે અલગ વાત છે કે સિરાજ પાંચ વિકેટ લેવામાં સફળ ન થયો. આ ત્યારે બન્યું જ્યારે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં માત્ર એક જ વિકેટ બાકી હતી. વેસ્ટ ઈન્ડિઝ 44.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

બુમરાહએ સતત ત્રણ બોલ સ્ટમ્પની બહાર ફેંકી

દરમિયાન, ઈનિંગની 41મી ઓવર ફેંકવા આવેલા બુમરાહએ સતત ત્રણ બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યા, જેના કારણે વિકેટ લેવાનું મુશ્કેલ બન્યું. બુમરાહ વિકેટ ન લેવાના ઈરાદાથી બોલિંગ કરી રહ્યો હતો કે કેમ તે આપણે ચોક્કસ કહી શકતા નથી. પરંતુ તેની બોલિંગથી એવું લાગતું હતું કે તે ઈચ્છતો હતો જે સિરાજ અંતિમ વિકેટ લઈને તેની પાંચ વિકેટ પૂર્ણ કરશે.

કુલદીપ યાદવે છેલ્લી વિકેટ લીધી

જસપ્રીત બુમરાહના ઓવર પછી મોહમ્મદ સિરાજ મેદાનમાં આવ્યો પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો. કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગની છેલ્લી વિકેટ લીધી, જે મેચની તેની બીજી વિકેટ હતી.

આ પણ વાંચો: IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ 50 ઓવર પણ રમી શક્યું નહીં, 162 રનમાં ઓલઆઉટ, બુમરાહે રેકોર્ડ બ્રેકિંગ ફિફ્ટી ફટકારી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">