વિરાટ કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા (Team India), આગામી મહિને ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. દરમ્યાન, દક્ષિણ આફ્રિકાના મહાન ઝડપી બોલરોમાંના એક, ડેલ સ્ટેને (Dale Steyn) ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન વિશે મોટી વાત કહી છે. આખી દુનિયા જાણે છે કે અશ્વિન (R Ashwin) એક તેજસ્વી બોલર છે અને તેની પાસે મેચ પલટવાની ક્ષમતા છે. ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આ સાથે ફરી એક વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021-23 ની મેચ શરૂ થશે.
સ્ટેને કહ્યું કે ભારતીય ટીમે સમજદારીથી વિચારવું જોઈએ, માત્ર ઝડપી બોલરોને મહત્વ આપવું જોઈએ નહીં. તેણે ખાસ કરીને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે સ્પિનરોના મહત્વ વિશે વાત કરી હતી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હંમેશા સ્પિનરો સામે સંઘર્ષ કરતા રહ્યા છે. સ્ટેઈને કહ્યું કે તેના માટે આવું વિચારવું અસામાન્ય હોઈ શકે છે. પરંતુ અશ્વિન ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ચોક્કસપણે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે.
ઇંગ્લેન્ડ સામે અશ્વિન નિર્ણાયક સાબિત થઈ શકે છે
સ્ટેને એક કોલમમાં લખ્યું હતુ કે, કદાચ આ મારા તરફથી આઉટ ઓફ ધ બોક્સ વિચાર છે, પરંતુ મને લાગે છે કે અમે ઝડપી બોલરો પર ખૂબ ભાર મૂકી રહ્યા છીએ. પરંતુ આર અશ્વિન જેવો સ્પિનર ભારતીય ટીમ માટે મહત્વનો સાબિત થઈ શકે છે. પાંચ ટેસ્ટ મેચ રમાવાની છે. મને લાગે છે કે સ્પિનમાં પણ ફેરફાર થશે.
સ્ટેઈનના મતે, અશ્વિન એવા પ્રકારનો બોલર છે, જે સતત ઘણી ઓવર ફેંકે છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો, જે ઝડપી બોલરોને અનુકૂળ પરિસ્થિતિઓમાં રમવા માટે ખૂબ સારી છે. સ્પિન ખાસ કરીને સારી રીતે રમતી નથી. તેથી અશ્વિન સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ બની શકે છે.
અશ્વિન છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમતો જોવા મળ્યો હતો. જેમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. અશ્વિનના નામે 413 વિકેટ છે અને તે ICC ટેસ્ટ રેટિંગમાં નંબર 2 બોલર છે. આર.અશ્વિને ધોની (MS Dhoni) ની કેપ્ટનશીપ હેઠળ CSK સાથે IPL માં પ્રવેશ કર્યો હતો. તેમજ તેની કેપ્ટનશીપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.