AUS vs PAK : પાકિસ્તાની કારમી હાર, ઓસ્ટ્રેલિયાએ માત્ર 12 ઓવરમાં હરાવી T20 શ્રેણીમાં કર્યું ક્લીન સ્વીપ
પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત ODI શ્રેણીમાં શાનદાર જીત સાથે કરી હતી અને ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું પરંતુ T20 શ્રેણીમાં તેનો પરાજય થયો હતો. પોતાના જ ઘરમાં ઓસ્ટ્રેલિયા સામે આજ સુધી એક પણ T20 મેચ ન જીતનાર પાકિસ્તાની ટીમની રાહ હજુ પૂરી થઈ નથી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમની શરૂઆત તો યાદગાર રહી પરંતુ અંત તેના માટે ખૂબ જ પીડાદાયક રહ્યો. ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં હરાવ્યા બાદ પાકિસ્તાનને T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હોબાર્ટમાં રમાયેલી T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 12 ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું અને આ સાથે જ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું.
પાકિસ્તાના બેટ્સમેનો ફ્લોપ રહ્યા
ઓસ્ટ્રેલિયાએ પહેલા અને બીજી મેચમાં જીત સાથે T20 સિરીઝ પર કબ્જો કરી લીધો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે જીતવાની આ છેલ્લી તક હતી. આ પહેલા પાકિસ્તાન ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે એક પણ T20 મેચ જીત્યું ન હતું અને આ વખતે પણ તે આ ખરાબ રેકોર્ડને સુધારવામાં નિષ્ફળ રહ્યું. તેનું કારણ પાકિસ્તાનની નબળી બેટિંગ હતી, જે 20 ઓવર પણ ટકી શકી ન હતી અને 18.1 ઓવરમાં માત્ર 117 રનમાં જ આઉટ થઈ ગઈ હતી.
પાવરપ્લેમાં 58 રન બાદ બાજી પલટાઈ
કેપ્ટન મોહમ્મદ રિઝવાન વિના મેચમાં ઉતરેલી પાકિસ્તાની ટીમ માટે સ્ટાર બેટ્સમેન બાબર આઝમે (41) ઝડપી શરૂઆત કરી હતી. બાબરની સાથે હસીબુલ્લા ખાને પણ ઝડપી બેટિંગ કરી હતી અને બંનેએ પાવરપ્લેના અંત સુધીમાં ટીમને 58 રન સુધી પહોંચાડી દીધી હતી, જ્યારે માત્ર એક વિકેટ પડી હતી. આ પછી વિકેટ પડવા લાગી. લેગ સ્પિનર એડમ ઝમ્પાએ પરિસ્થિતિને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી અને બાબર સહિત 2 વિકેટ લીધી, જ્યારે ઝડપી બોલર એરોન હાર્ડીએ પણ શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી.
A thunderous knock from Marcus Stoinis seals the T20I series whitewash for Australia #AUSvPAK: https://t.co/8SwCKOPHbc pic.twitter.com/cJS0HiqiI6
— ICC (@ICC) November 18, 2024
માર્કસ સ્ટોઈનિસની આક્રમક બેટિંગ
હવે નાના સ્કોરનો બચાવ કરવા માટે ઝડપી વિકેટ લેવાની જરૂર હતી અને ચોથી ઓવર સુધીમાં ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર આઉટ થઈ ગયા હતા, પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો, કારણ કે ક્રિઝ પર આવેલા માર્કસ સ્ટોઈનિસે (61 રન, 27 બોલ) પાકિસ્તાનની બોલરોની ક્લાસ લગબી દીધી હતી. સ્ટોઈનિસે આ સમગ્ર પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના સૌથી સફળ ઝડપી બોલર હરિસ રૌફને સૌથી વધુ ફટકાર્યો હતો. સ્ટોઈનિસે રૌફની એક ઓવરના પ્રથમ 4 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 22 રન ફટકાર્યા હતા.
સ્ટોઈનિસે 23 બોલમાં ફિફ્ટી ફટકારી
સ્ટોઈનિસ ઉપરાંત કેપ્ટન જોશ ઈંગ્લિસ (27) પણ પાછળ રહ્યો નહીં અને તેણે પણ પાકિસ્તાની બોલરો બરાબર ફટકાર્યા. શાહીન શાહ આફ્રિદી સ્ટોઈનિસનો આગામી ટાર્ગેટ બન્યો, જેના સતત 3 બોલ પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેને 16 રન બનાવ્યા અને 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. એકંદરે, સ્ટોઈનિસે 10 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા, જે પાકિસ્તાનને ભારે પડ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય માત્ર 11.2 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાનને ફરી મળ્યો નવો હેડ કોચ, જેસન ગિલેસ્પીના સ્થાને આ બોલર સંભાળશે કમાન