AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN મહિલા T20 એશિયા કપ સેમિફાઇનલ મેચ કેટલા વાગ્યે શરૂ થશે? ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઇવ જોઈ શકશો?જાણો

મહિલા ટી20 એશિયા કપ 2026ની પહેલી સેમિફાઈનલ મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે ટકકર જોવા મળશે. જેમાં બંને ટીમો વચ્ચે આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

IND vs BAN મહિલા T20 એશિયા કપ સેમિફાઇનલ મેચ કેટલા વાગ્યે શરૂ થશે? ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઇવ જોઈ શકશો?જાણો
| Updated on: Sep 10, 2026 | 9:46 AM
Share

દુબઈમાં રમાઈ રહેલી મહિલા ટી20 એશિયા કપ 2026માં ગ્રુપ સ્ટેજ મેચ પૂર્ણ થયા પછી 10 સપ્ટેમ્બરના રોજ પહેલી સેમિફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ટીમનું અત્યારસુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જેમાં તેમણે કોઈ પણ મેચ ગુમાવ્યા વગર સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. બાંગ્લાદેશ મહિલા ટીમને લઈ વાત કરવામાં આવે તો તે ગ્રુપ બીનો ભાગ હતી.

તેમણે 3 મેચમાંથી 2માં જીત નોંધાવી હતી અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઈનલ મેચ દુબઈમાં ભારતીય સમય અનુસાર સાંજે 8 કલાકે રમાશે. જેનું ચાહકોને સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર જોઈ શકે છે.

મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ

ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મહિલા ટી20 એશિયા કપ 2026ની પહેલી સેમિફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની શરુઆત ભારતીય સમયઅનુસાર સાંજે 8 કલાકે થશે. ટોસ સાંજે 7:30 કલાકે થશે. ભારત અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચે આ સેમિફાઈનલ મેચનું લાઈવ પ્રસારણચાહકો સ્પોર્ટસ નેટવર્કના સોની ટેન 1 અને ટેન 3 ચેનલ પર જોઈ શકે છે. જ્યારે ડીડી ફ્રીડિશ દ્વારા ચાહકો ડીડી સ્પોર્ટસ ચેનલ પર પણ આ મેચ લાઈવ ટીવી પર જોઈ શકે છે. ભારત અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર ચાહકો લોગિન કરી જોઈ શકે છે.

ભારતીય ટીમનું બાંગ્લાદેશ વિરુદ્ધ પલડું ભારે

મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમનું બાંગ્લાદેશ વિરુદ્ધ અત્યારસુધી પલડું ભારે જોવા મળ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યારસુધી રમાયેલી 24 ટી20 ઈન્ટરનેશનલ મેચમાંથી ટીમ ઈન્ડિયાએ 21 મેચમાં જીત મેળવી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમે માત્ર 3 મેચમાં જીત મેળવી છે. હવે ટીમ ઈન્ડિયા પોતાનો આ રેકોર્ડ કાયમ રાખવા માટે પૂર્ણ પ્રયત્ન કરશે. આ વખતે બધાની નજર ફરી એક વખત સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના પર રહેશે.

Breaking News : ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું, શું મોહસીન નકવી ફરી AsiaCup ટ્રોફી લઈને ભાગી જશે અહી ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">