GT vs CSK IPL 2023 Final Live Score Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ બન્યુ આઈપીએલ ચેમ્પિયન, 5 વિકેટે ગુજરાત ટાઈટન્સ સામે ફાઈનલમાં જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 1:54 AM

Chennai Super Kings vs Gujarat Titans IPL 2023 Final Live Score in Gujarati Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ 5મી વખત ટાઈટલ જીતવાની તૈયારીમાં છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત ટ્રોફી જીતવા પર નજર રાખી રહ્યું છે

GT vs CSK IPL 2023 Final Live Score Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ બન્યુ આઈપીએલ ચેમ્પિયન, 5 વિકેટે ગુજરાત ટાઈટન્સ સામે ફાઈનલમાં જીત

IPL 2023 Final રવિવારને બદલે સોમવારે થવા જઈ રહી છે.IPL 2023ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે છે.રવિવારે વરસાદ વરસવાને લઈ મેચને સોમવારે શિફ્ટ કરવામાં આવી છે. રવિવારે ટોસ સમય પહેલા જ ધોધમાર વરસાદ વરસવો શરુ થયો હતો. આજે મેદાન એ જ અમદાવાદનું હશે. મેચ શરૂ થવાનો સમય પણ એ જ રહેશે

ચેન્નાઈ અને ગુજરાતની પ્લેઈંગ 11

ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, મેથિસા પથિરાણા, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 May 2023 01:30 AM (IST)

    IPL 2023 Final Live Score: જાડેજાનો કમાલ, ચેન્નાઈની જીત

    અંતિમ ઓવરમાં 14 રનની જરુર હતી. રવિન્દ્ર જાડેજાએ અંતિમ 2 બોલમાં 10 રનની જરુર હતી અને જબરદસ્ત કામ અંતિમ બંને બોલ પર કરી દીધુ હતુ. પાંચમા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો અને અંતિમ બોલ પર વિજયી ચોગ્ગો.

  • 30 May 2023 01:19 AM (IST)

    GT vs CSK Live Updates: ધોની પ્રથમ બોલે શૂન્યમાં આઉટ

    ધોની ગોલ્ડન ડક. ધોનીની રમત નિહાળવાની રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન તે રાયડૂ પરત ફરતા જ મેદાને ઉતર્યો હતો. પરંતુ મેદાને આવતા જ પ્રથમ બોલ પર જ શૂન્ય રને કેચ ગુમાવીને પરત ફર્યો હતો. ચેન્નાઈએ બે સળંગ બોલમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

  • 30 May 2023 01:19 AM (IST)

    IPL 2023 Final Live Updates: રાયડૂ OUT, મોહિતે કર્યો શિકાર

    રાયડૂ સરસ રંગમાં જોવા મળી રહ્યો હતો. તે આઈપીએલ કરિયરની અંતિમ મેચમાં તોફાની રમત રમવાની શરુઆત કરી હતી, અને તે મોહિત શર્માનો શિકાર થઈ ગયો હતો. 19 રન નોંધાવીને તે પરત ફર્યો હતો.

  • 30 May 2023 01:18 AM (IST)

    IPL 2023 Final Live Score: અંબાતી રાયડૂની ધમાલ

    મોહિત શર્મા 13મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલે છગ્ગો, બીજા બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર વધુ એક છગ્ગો જમાવી દીધો હતો. જ્યારે ચોગ્ગા અને છગ્ગાની જરુર હતી એવા સમયે જ રાયડૂએ આતશી રમત બતાવી હતી.

  • 30 May 2023 01:07 AM (IST)

    GT vs CSK Live Score: રહાણે OUT

    મોહિત શર્મા 11મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરાન પાંચમાં બોલ પર કવર પર શંકરના હાથમાં કેચ મોહિત શર્માએ ઝડપાવ્યો હતો. અજિંક્ય રહાણે 27 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 30 May 2023 01:01 AM (IST)

    IPL 2023 Final Live Score: 30 બોલમાં 60 રનની જરુર

    10 ઓવરની રમત સમાપ્ત થઈ ચુકી છે. ચેન્નાઈનો સ્કોર 112 રન 2 વિકેટના નુક્શાન પર છે. હવે ચેન્નાઈને 30 બોલમાં 60 રનની જરુર છે. આમ 5 ઓવરની રમત બાકી રહી છે અને ગુજરાત કે ચેન્નાઈ કોણ ચેમ્પિયન હશે એ નક્કી થશે.

  • 30 May 2023 12:44 AM (IST)

    IPL 2023 Final Live Updates: ડેવોન કોનવે OUT

    નૂર અહેમદે એક જ ઓવરમાં બીજી સફળતા ગુજરાતને અપાવી છે. બંને સેટ ઓપનરને એક બાદ એક પેવેલિયન પરત મોકલ્યા છે. પહેલા ગાયકવાડ અને હવે ડેવોન કોનવેનો શિકાર કર્યો છે.

  • 30 May 2023 12:41 AM (IST)

    GT vs CSK Live Updates: ગાયકવાડ OUT

    ગુજરાતને પ્રથમ સફળતા નૂર અહેમદે અપાવી છે. ઋતુરાજ ગાયકવાડને રાશિદ ખાનના હાથમાં કેચ ઝડપાવીને પેવેલિયન પરત મોકલ્યો છે. ગાયકવાડે સારી શરુઆત અપાવી હતી.

  • 30 May 2023 12:34 AM (IST)

    Gujarat Titans Vs Chennai Super Kings Live Updates: 5 ઓવરની રમત સમાપ્ત

    5 ઓવરની રમત સમાપ્ત થઈ છે અને ચેન્નાઈએ સારી શરુઆત કરી છે. ઓપનિંગ જોડીએ અડધી સદીની ભાગીદારી રમત નોંધાવી છે. બંનેએ 58 રનનો સ્કોર ચેન્નાઈ માટે બનાવ્યો છે.

  • 30 May 2023 12:15 AM (IST)

    GT vs CSK Live Score: વરસાદના ખલેલ બાદ મેચ ફરી શરુ થઈ

    મેચ આખરે લાંબી રાહ જોયા બાદ ફરી શરુ થઈ છે. ચેન્નાઈના ઓપનર ગાયકવાડ અને કોનવેએ રમતને ફરી શરુ કરી છે. ચેન્નાઈ સામે હવે નવુ ટાર્ગેટ 171 રનનુ આપવામાં આવ્યુ છે. મેચ માત્ર 15 ઓવર રમાશે.

  • 29 May 2023 11:44 PM (IST)

    IPL 2023 Final Live Score: 12.10 એ શરુ થશે મેચ, 15 ઓવરની હશે રમત

    ફરીથી મેચ શરુ થવા માટે નો સમય 12.10 જાહેર કરવામાં આવ્યો છે. ટાર્ગેટ 171 નુ રાખવામાં આવ્યુ છે અને મેચ 15 ઓવર રાખવામાં આવી છે.

  • 29 May 2023 11:32 PM (IST)

    IPL 2023 Final Live Updates: અંપાયર અને રેફરી મેદાનમાં નિરીક્ષણ માટે પહોંચ્યા

    મેદાનમાં ફરીથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે, હવે થોડીવારમાં જ મેચ શરુ થવાને લઈ નિર્ણય લેવાઈ શકે છે. પ્રેક્ટિશ પિચ પરથી પાણી દૂર કરીને હવે રોલર ફેરવવામાં આવી રહ્યુ છે.

  • 29 May 2023 11:03 PM (IST)

    GT vs CSK Live Score: મેદાનનુ નિરીક્ષણ 11.30 એ ફરી થશે

    મેચ ફરી થી શરુ કરવાને લઈ અંપાયર અને રેફરી દ્વારા મેદાનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. મેદાનમાં પાણી સુકાવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન હવે ફરીથી નિરીક્ષણ 11.30 કલાકે થશે. શક્ય છે કે ત્યારબાદ શરુ થતી મેચમાં ઓવર કપાઈ શકાય છે.

  • 29 May 2023 10:48 PM (IST)

    IPL 2023 Final Live Updates: અંપાયર અને રેફરી દ્વારા મેદાનનુ નિરીક્ષણ

    મેચ રેફરી જવાગલ શ્રીનાથ, ફિલ્ડ અંપાયર નીતિન મેનન અને રોડ ટકર મેદાનમાં નિરીક્ષણ માટે પહોંચ્યા છે. ગ્રાન્ડ મોટે ભાગે સુકાઈ ચુક્યુ છે. પ્રેક્ટિશ પીચને સુકાવવાનુ કાર્ય ચાલી રહ્યુ છે. ભીની પ્રેક્ટિશ પીચ પર માટી પાથરવામાં આવી રહી છે.

  • 29 May 2023 10:24 PM (IST)

    GT vs CSK Live Updates: મેદાનનુ નિરીક્ષણ 10.45 એ થશે

    મેદાન પણ વરસાદી પાણી જોવા મળી રહ્યુ છે. નજીકની પ્રેક્ટિસ પીચ પર કવર્સ હટાવતા પાણી નીચે ઢળતા તે ભીની થઈ છે. આવી સ્થિતીમાં મેદાનમાંથી પાણીને હટાવવાની કામગીરી ઝડપથી શરુ કરાઈ છે. અંપાયર મેદાનનુ નિરીક્ષણ પોણા અગિયાર વાગ્યે કરશે.

  • 29 May 2023 10:15 PM (IST)

    Gujarat Titans Vs Chennai Super Kings Live Updates: વરસાદ રોકાયો, કવર્સ હટાવાયા

    વરસાદ રોકાઈ જતા રાહત સર્જાઈ છે. કવર્સ પીચ પર થી હટાવી દેવામાં આવ્યા છે. અંપાયર મેદાનમાં પહોંચ્યા છે અને મેદાનને કોરુ કરવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે.

  • 29 May 2023 09:51 PM (IST)

    GT vs CSK Live Score: વરસાદ શરુ, પીચ પર કવર્સ ઢંકાયા

    ચેન્નાઈની બેટિંગની શરુઆત જ થઈ છે અને ત્યા વરસાદ વરસવો શરુ થયો છે. માત્ર 3 જ બોલની રમત થઈ છે. આમ મેચ રોકાઈ ગઈ છે અને પીચ પર કવર્સ ઢાંકી દેવામાં આવ્યા છે.

  • 29 May 2023 09:49 PM (IST)

    Gujarat Titans Vs Chennai Super Kings Live Score: ચેન્નાઈની બેટિંગ શરુ

    ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જોડી ઓપનર તરીકે મેદાનમાં આવી છે. 215 રનના વિશાળ લક્ષ્યને પાર કરવા માટે બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. ગુજરાત તરફથી પ્રથમ ઓવર લઈને શમી આવ્યો છે. ગાયકવાડે ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 29 May 2023 09:14 PM (IST)

    IPL 2023 Final Live Updates: અંતિમ બોલ પર રાશિદ ખાન OUT, ચેન્નાઈ સામે 214 રનનુ લક્ષ્ય

    રાશિદ ખાન અંતિમ બોલ પર શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠો હતો. ઈનીંગની અંતિમ ઓવરના અંતિમ બોલ  પર પથિરાણાએ તેનો શિકાર કર્યો હતો. આમ ચાર વિકેટ ગુમાવીને ગુજરાતે 214 રનનુ લક્ષ્ય ફાઈનલમાં રાખ્યુ હતુ.

  • 29 May 2023 09:11 PM (IST)

    IPL 2023 Final Live Score: સાઈ સુદર્શન OUT, ચૂક્યો સદી

    અંતિમ ઓવરના ત્રીજા બોલે પથિરાણાનો શિકાર થતા સુદર્શન પેવેલિયન પરત ફર્યો હતો. સુદર્શન 96 રન નોંધાવીને વિકેટ અંતિમ ઓવરમાં ગુમાવતા સદી ચુક્યો હતો. 47 બોલનો સામનો કરીને તે 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકારીને વિકેટ ગુમાવી પરત ફર્યો હતો.

  • 29 May 2023 08:57 PM (IST)

    GT vs CSK Live Score: દેશપાંડેની ધુલાઈ

    17મી ઓવર લઈને આવેલા તુષાર દેશપાંડેની ધુલાઈ સાઈ સુદર્શને કરી દીધી હતી. ઓવરના પ્રથમ બોલ પર શાનદાર વિશાળ છગ્ગો ફટકાર્યા બાદ આગળના 3 બોલ પર સળંગ 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ ઓવરમાં 20 રન મેળવ્યા હતા.

  • 29 May 2023 08:51 PM (IST)

    GT vs CSK Live Updates: સુદર્શનની અડધી સદી પુરી

    16મી ઓવરમાં સાઈ સુદર્શને પોતાની અડધી સદી બાઉન્ડરી નોંધાવીને પુરી કરી હતી. પથિરાણાની ઓવરમાં સુદર્શને ચોગ્ગો ફટકાર્યો હતો. સુદર્શને ગિલ પરત ફર્યા બાદ રમતમાં આવીને શાનદાર બેટિંગ મોદી સ્ટેડિયમમાં દર્શાવી હતી.

  • 29 May 2023 08:39 PM (IST)

    IPL 2023 Final Live Score: રિદ્ધીમાન સાહા OUT

    દીપક ચહરે મહત્વની વિકેટ ઝડપી છે. 14મી ઓવરના અંતિમ બોલ પર પુલ કરવાના પ્રયાસમાં બેટની કિનારીને અડકીને બોલ સીધો હવામાં ચડ્યો હતો. જેને ધોનીએ ઝડપ્યો હતો. આમ 54 રન નોંધાવીને સાહા પરત ફર્યો હતો.

  • 29 May 2023 08:33 PM (IST)

    IPL 2023 Final Live Updates: સાહાની અડધી સદી પુરી

    રિદ્ધીમાના સાહાએ શાનદાર રમત દર્શાવી છે. ગિલની વિકેટ બાદ તેણે મહત્વની ઈનીંગ ગુજરાત માટે રમી છે. તેણે 13મી ઓવરમાં ચોગ્ગો જમાવીને પોતાની અડધી સદી પુરી કરી હતી.

  • 29 May 2023 08:07 PM (IST)

    IPL 2023 Final Live Score: શુભમન ગિલ OUT, ધોનીએ કર્યો શિકાર

    રવિન્દ્ર જાડેજાના બોલ પર ઓપનર શુભમન ગિલ થાપ ખાઈ ગયો અને ચૂકી જતા બોલ સીધો વિકેટ પાછળ ધોની પાસે પહોંચ્યો હતો. માહીએ પળનોય વિલંબ કર્યા વિના ચપળતાથી સ્ટંપિંગ કરી દીધુ હતુ અને ગિલ ને પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. તે 20 બોલનો સામનો કરીને 39 રન નોંધાવી પરત ફર્યો હતો.

  • 29 May 2023 08:05 PM (IST)

    CSK vs GT Live Updates: પાવર પ્લે સમાપ્ત

    પાવર પ્લેની અંતિમ ઓવર લઈને મહિષ થિક્ષણા આવ્યો હતો. ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર ઓપનર શુભમન ગિલે ત્રણ સળંગ બાઉન્ડરી નોંધાવી હતી. તેણે આ બીજી વાર આ પ્રકારે સળંગ ત્રણ બાઉન્ડરી નોંધાવી હતી. આમ આ સાથે પાવર પ્લેમાં ગુજરાતનો સ્કોર 62 રન વિના વિકેટ થયો હતો.

  • 29 May 2023 07:52 PM (IST)

    CSK vs GT Live Score: શુભમન ગિલની સળંગ ત્રણ બાઉન્ડરી

    તુષાર દેશપાંડે ચોથી ઓવર લઈને આવ્યો હતો. યુવા ઓપનર શુભમન ગિલે ઓવરના પ્રથમ ત્રણેય બોલ પર બાઉન્ડરી જમાવી દીધી હતી. ગુજરાત માટે સતત બીજી ઓવર સારી રહી હતી. આમ એક સારી શરુઆત ગુજરાત માટે રહી છે.

  • 29 May 2023 07:41 PM (IST)

    GT vs CSK IPL Final: ફાઈનલની પ્રથમ સિક્સર

    ત્રીજી ઓવર લઈને દીપક ચાહર આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ રિદ્ધીમાન સાહાએ સિક્સર જમાવી હતી. IPL Final ની પ્રથમ સિક્સર સાહાએ જમાવી હતી. 86 મીટર લાંબી આ સિક્સર હતી. ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સાહાએ સળંગ બાઉન્ડરી જમાવી હતી.

  • 29 May 2023 07:31 PM (IST)

    GT vs CSK Match Updates: ગુજરાતની બેટિંગ શરુ

    રિદ્ધીમાન સાહા અને શુભમન ગિલ બેટિંગ કરવા માટે ક્રિઝ પર પહોંચ્યા છે. દીપક ચહર ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે. આમ એક દીવસની રાહ જોયા બાદ મેચની શરુઆત થઈ ચુકી છે.

  • 29 May 2023 07:27 PM (IST)

    GT vs CSK IPL Final: મેચ પહેલા રાષ્ટ્રગાન

    ધોની અને હાર્દિક પંડ્યા પોતાની ટીમ સાથે મેદાનમાં પ્રવેશ્યા હતા. મેચની શરુઆત પહેલા રાષ્ટ્રગાન થયુ હતુ અને બાદમાં મેચની શરુઆતની તૈયારી થઈ હતી.

  • 29 May 2023 07:16 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ 11

    ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

  • 29 May 2023 07:16 PM (IST)

    GT vs CSK Match Updates: ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11

    ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, મેથિસા પથિરાણા, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના.

  • 29 May 2023 07:02 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: ધોનીએ ટોસ જીત્યો ટોસ

    ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીત્યો હતો. ટોસ જીતીને ધોનીએ પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ગુજરાત ટાઈટન્સ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી રહી છે.

  • 29 May 2023 06:58 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: કિંગનુ પરફોર્મન્સ

    વાતાવરણ આજે ચોખ્ખુ જોવા મળી રહ્યુ છે અને સિંગર કિંગ્સનુ પરફોર્મન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ રહ્યુ છે. જેના પરફોર્મન્સની ચાહકો મેચ શરુ થવા પહેલા મોજ માણી રહ્યા છે.

  • 29 May 2023 06:19 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: ફાઈનલ પહેલા શુભમન ગિલે ટ્રોલર્સને આપ્યો જવાબ

    ફાઈનલ પહેલા ગુજરાત ટાઈટન્સના ઓપનર બેટર શુભમન ગિલે ટ્રોલર્સને મુંહતોડ જવાબ આપ્યો છે. મેચ પહેલા તેણે કહ્યુ કે છે કે, તે ટ્રોલિંગથી પહેલા પરેશાન થઈ જતો હતો, પરંતુ હવે તેને કોઈ જ ફરક પડતો નથી.

  • 29 May 2023 05:03 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: ગુજરાત ટાઈટન્સે IPLમાં રચ્યો ઈતિહાસ

    ગુજરાત ટાઈટન્સ IPL ડેબ્યુના પહેલા 2 વર્ષમાં બીજી વખત ફાઈનલ રમનાર IPL ઈતિહાસની પ્રથમ ટીમ બનશે. ગુજરાતની ટીમે ગત સિઝનમાં IPLમાં ડેબ્યુ કર્યું હતું અને હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું.અત્યાર સુધી IPLમાં કોઈ ટીમે પ્રથમ 2 વર્ષમાં બે વખત ફાઈનલ રમી નથી. આવું કરનાર ગુજરાત ટાઈટન્સ IPL ઈતિહાસની સૌપ્રથમ ટીમ બનશે. આ મામલે ગુજરાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમોને પાછળ છોડી દીધી છે.

  • 29 May 2023 05:01 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: માહી 250મી મેચ રમવા માટે મેદાને ઉતારશે

    ધોની આઈપીએલના ઇતિહાસમાં 250મી મેચ રમનારો એક માત્ર ખેલાડી બની જશે. ધોની સૌથી વધારે આઈપીએલ મેચ રમનારો ખેલાડી છે, પરંતુ આજે તે 250મી મેચ રમવા માટે મેદાને ઉતારશે. આમ તે પોતાની ઉપલબ્ધીને ખાસ બનાવવા માટેનો ઈરાદો રાખશે.

  • 29 May 2023 04:59 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:ચેન્નાઈ સુપર કિંગ્સ ની સફર

    ચેન્નાઈ સુપર કિંગ્સે 8 મેચમાં જીત મેળવીને 16 પોઈન્ટ્સ મેળવ્યા હતા. ચેન્નાઈએ 5 મેચમાં હાર મેળવી હતી જ્યારે એક મેચ લખનૌ સામેની વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જે મેચમાં ચેન્નાઈ અને લખનૌને એક એક પોઈન્ટ્સ વહેંચવામાં આવ્યા હતા.

    • મેચ 1: ગુજરાત ટાઇટન્સ સામે ઓપનિંગ મેચમાં 5 વિકેટે હાર
    • મેચ 2: લખનૌ સુપર જાયન્ટ્સ સામે 12 રને જીત
    • મેચ 3: મુંબઈ ઈન્ડિયન્સ સામે 7 વિકેટથી જીત
    • મેચ 4: રાજસ્થાન રોયલ્સ સામે 3 રનથી હાર
    • મેચ 5: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 રનથી જીત
    • મેચ 6: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટથી જીત
    • મેચ 7: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 49 રને જીત
    • મેચ 8: રાજસ્થાન રોયલ્સ સામે 32 રને હાર
    • મેચ 9: પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે હાર
    • મેચ 10: લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ વરસાદને લઈ રદ, 1-1 પોઈન્ટ બંને ટીમને મળ્યા
    • મેચ 11: મુંબઈ ઈન્ડિયન્સ સામે 6 વિકેટે જીત
    • મેચ 12: દિલ્હી કેપિટલ્સ સામે 27 રને જીત
    • મેચ 13: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 6 વિકેટે હાર
    • મેચ 14: દિલ્હી કેપિટલ્સ સામે 77 રને જીત
    • ક્વોલિફાયર-1: ગુજરાત ટાઇટન્સ સામે 15 રને જીત
  • 29 May 2023 04:54 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:ગુજરાત ટાઈટન્સની IPL Final સુધીની સફર

    ગુજરાત ટાઈટન્સ સિઝનમાં લીગ તબક્કા દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ હતી. ગુજરાતે 14 લીગ મેચમાંથી 10 મેચમાં જીત મેળવી હતી. આમ માત્ર 4 જ મેચમાં ગુજરાતે હાર મેળવી હતી અને 20 પોઈન્ટ્સ મેળવ્યા હતા.

    • મેચ 1: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટે જીત
    • મેચ 2: દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી જીત
    • મેચ 3: કોલકાતા નાઈટ રાઈડર્સ સામ 3 વિકેટે હાર
    • મેચ 4: પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે જીત
    • મેચ 5: રાજસ્થાન રોયલ્સ સામે 3 વિકેટે હાર
    • મેચ 6: લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 રનથી જીત
    • મેચ 7: મુંબઈ ઈન્ડિયન્સ સામે 55 રને જીત
    • મેચ 8: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 7 વિકેટે જીત
    • મેચ 9: દિલ્હી કેપિટલ્સ સામે 5 રનથી હાર
    • મેચ 10: રાજસ્થાન રોયલ્સ સામે 9 વિકેટે જીત
    • મેચ 11: લખનૌ સુપર જાયન્ટ્સ સામે 56 રને જીત
    • મેચ 12: મુંબઈ ઈન્ડિયન્સ સામે 27 રનથી હાર
    • મેચ 13: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 34 રને જીત
    • મેચ 14: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટે જીત
    • ક્વોલિફાયર-1: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 15 રનથી હાર
    • ક્વોલિફાયર-2: મુંબઈ ઈન્ડિયન્સ સામે 62 રને જીત
  • 29 May 2023 04:51 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ રમાશે

    આ સિઝનની પ્રથમ મેચ પણ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. હવે આ બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ પણ રમાશે. ગુજરાતે લીગ તબક્કાની 14 મેચોમાં 10 જીત નોંધાવી અને માત્ર 4 મેચ હારી એટલે કુલ 20 પોઈન્ટ અને પ્રથમ સ્થાન મેળવ્યું. બીજી તરફ ચેન્નાઈએ 14માંથી 8 મેચ જીતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એટલે કે 17 પોઈન્ટ અને બીજા સ્થાને.

  • 29 May 2023 04:41 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:આવી ટિકિટ હશે તો નહીં મળે સ્ટેડિયમમાં પ્રવેશ

    ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે.28 મેના રોજ પડેલા વરસાદને કારણેક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા. આ પણ વાંચો : રિઝર્વ ડે પર IPL Finalની ટિકિટ અંગે આવી મોટી અપડેટ, આવી ટિકિટ હશે તો નહીં મળે સ્ટેડિયમમાં પ્રવેશ

  • 29 May 2023 04:30 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં પડશે વરસાદ

    • હવામાન વિભાગે કરી આગાહી
    • 40 km ની ઝડપે ફુકાઈ શકે છે પવન
    • ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડવાની આગાહી
    • અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી
  • 29 May 2023 04:29 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: ફાઈનલમાં કોણ મારશે બાજી

  • 29 May 2023 04:17 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:હાર્દિકે 2015 થી અત્યાર સુધી એકપણ IPL ફાઈનલ હાર્યો નથી

    હાર્દિકે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ક્યારેય IPLની ફાઇનલમાં હાર્યો નથી. મુંબઈ 2015માં ચેમ્પિયન બન્યું હતું. આ પછી 2017માં પણ મુંબઈ ફાઇનલમાં પહોંચ્યું હતું અને જીત્યું હતું. 2019 અને 2020માં પણ MI ટીમ ફાઇનલમાં પહોંચી અને જીતી. 2022માં હાર્દિક ગુજરાતની ટીમ સાથે જોડાયો હતો. ત્યારે પણ ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને જીત મેળવી હતી. આવી સ્થિતિમાં હાર્દિક ફરી એકવાર પોતાની ટીમને ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે અને પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.

  • 29 May 2023 04:14 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: ગુજરાત ટાઇટન્સ માટે આજનો દિવસ શુભ

    IPL 2023ની ફાઈનલ આજે અમદાવાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત પાસે ફરી એકવાર ટાઈટલ જીતીને ઈતિહાસ રચવાની તક હશે. આ માટે તેનો આજના કરતાં સારો દિવસ ન હોઈ શકે. ગયા વર્ષે આ દિવસે એટલે કે 29 મે 2022ના રોજ, ગુજરાતે પ્રથમ વખત IPL ડેબ્યૂમાં ટાઇટલ જીત્યું હતું. ત્યારપછી IPL ડેબ્યૂ પર જ ટાઈટલ જીતનારી ગુજરાત બીજી ટીમ બની. અગાઉ 2008માં રાજસ્થાન રોયલ્સે પ્રથમ આઈપીએલમાં આવું કર્યું હતું.

  • 29 May 2023 03:56 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:IPL 2023ની ફાઇનલમાં ખેલાડીઓ આ 7 રેકોર્ડને સ્પર્શી શકે છે

    • ફાઈનલમાં મેદાન પર ઉતરતાની સાથે જ ધોની એક મોટા રેકોર્ડને સ્પર્શી જશે. આ તેની 250મી આઈપીએલ મેચ હશે. તે ટૂર્નામેન્ટમાં આટલી મેચ રમનાર પ્રથમ ખેલાડી બનશે. આ ઉપરાંત ધોની 11 IPL ફાઈનલ રમનાર પ્રથમ ખેલાડી બની જશે.
    • સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક ટી20 ક્રિકેટમાં 150 વિકેટ પૂરી કરવાની નજીક છે. આ આંકડાને સ્પર્શવા માટે તેમને બે વિકેટની જરૂર છે.
    • ચેન્નાઈના ઝડપી બોલર દીપક ચહરને T20 ક્રિકેટમાં 150 વિકેટ પૂર્ણ કરવા માટે માત્ર એક વિકેટની જરૂર છે.
    • સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સ માટે 50 છગ્ગા પૂરા કરવાની કગાર પર છે. તેમને માત્ર એક સિક્સની જરૂર છે. ગિલ (851)ને એક સિઝનમાં 900 રન બનાવનાર બીજા ખેલાડી બનવા માટે 49 રનની જરૂર છે.
    • CSK ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા IPLમાં 100 સિક્સર મારવાથી બે મોટી ડગલા દૂર છે. તેણે 225 મેચમાં 98 સિક્સર ફટકારી છે.
    • અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ગુજરાત માટે 50 વિકેટ પૂરી કરવાની નજીક છે. આ માટે તેમને માત્ર બે વિકેટની જરૂર છે.
    • GT ફાસ્ટ બોલર મોહિત શર્મા રવિવારે ખાસ સદી પૂરી કરી શકે છે. આ મોહિતની 100મી આઈપીએલ મેચ હશે. જો તે મેચમાં ત્રણ વિકેટ લેવામાં સફળ થાય છે તો ટી20 ક્રિકેટમાં તેની પાસે 150 વિકેટ હશે.
  • 29 May 2023 03:48 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: આઈપીએલ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ

    • મોહમ્મદ શમી (ગુજરાત ટાઇટન્સ) – 28 વિકેટ
    • રાશિદ ખાન (ગુજરાત ટાઇટન્સ) – 27 વિકેટ
    • મોહિત શર્મા (ગુજરાત ટાઇટન્સ) – 24 વિકેટ
    • પીયૂષ ચાવલા (મુંબઈ ઈન્ડિયન્સ) – 22 વિકેટ
    •  યુઝવેન્દ્ર ચહલ (રાજસ્થાન રોયલ્સ) 21 વિકેટ
  • 29 May 2023 03:42 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:આઈપીએલ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

    • શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ) – 851 રન
    • ફાફ ડુ પ્લેસિસ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 730 રન
    • વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 639 રન
    • ડેવોન કોનવે (ચેન્નઈ સુપર કિંગ્સ)- 625 રન
    • યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન રોયલ્સ) – 625 રન
  • 29 May 2023 03:32 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: આઈપીએલ 2023ની કુલ પ્રાઈઝ મની 46.5 કરોડો રુપિયા

    કોને કેટલા પૈસા મળશે?

    • વિજેતા ટીમ- રૂ. 20 કરોડ
    • ઉપવિજેતા ટીમ- રૂ. 13 કરોડ
    • ત્રીજા સ્થાને રહેલી ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ)- રૂ. 7 કરોડ
    • ચોથા સ્થાને રહેલી ટીમ (લખનૌ સુપર જાયન્ટ્સ)- રૂ. 6.5 કરોડ
    • ટુર્નામેન્ટનો ઈમર્જિંગ ખેલાડી- રૂ. 20 લાખ
    • સિઝનના સુપર સ્ટ્રાઈકર- રૂ. 15 લાખ
    • ઓરેન્જ કેપ – રૂ. 15 લાખ (સૌથી વધુ રન)
    • પર્પલ કેપ  – રૂ. 15 લાખ (સૌથી વધુ વિકેટ)
    • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન- રૂ. 12 લાખ
    • સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી – રૂ. 12 લાખ
    • સિઝન ગેમ ચેન્જર – રૂ. 12 લાખ
  • 29 May 2023 03:29 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: આવી રહી ગુજરાત અને ચેન્નાઈની 58 દિવસની સફર

    ગુજરાત ટાઈટન્સ સૌથી પ્રથમ પ્લેઓફમાં સ્થાન મેળવતા લીગ તબક્કામાં સૌથી વધારે 10 મેચમાં જીત મેળવી હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિગ્સે 8 મેચમાં જીત મેળવી હતી. આ બંને ટીમો સિઝનની ઓપનિંગ મેચમાં જ આમને સામને થઈ હતી. આ પણ વાંચો : CSK vs GT Road to IPL Final: અમદાવાદ થી શરુઆત અને અમદાવાદમાં જ અંત, આવી રહી ગુજરાત અને ચેન્નાઈની 58 દિવસની સફર

  • 29 May 2023 03:01 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: શુભમન ગિલ આઇપીએલ ફાઇનલમાં CSK સામે તોડી શકે છે આ રેકોર્ડ

    ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલ શાનદાર ફોર્મમાં રહ્યો છે. શુભમન ગિલે આઇપીએલમાં અત્યાર સુધી 16 ઇનિંગમાં 851 રન કર્યા છે અને બીજા 49 રન કરીને તે 900 રનનો આંકડો પ્રાપ્ત કરી લેશે. આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી એક માત્ર વિરાટ કોહલીએ આઇપીએલ 2016માં 900 રનનો આંકડો પાર કર્યો હતો. તેણે 973 રન બનાવ્યા હતા.

  • 29 May 2023 02:56 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: અમદાવાદમાં તડકા છાયું વાતાવરણ

    રિઝર્વ ડે એટલે કે સોમવારના હવામાનની વાત કરીએ તો સવારે તડકો હતો, જેને જોઈને પ્રશંસકો ચોક્કસ ખુશ થશે, પરંતુ રિઝર્વ ડે પર પણ વરસાદની આશંકા મેચ પર છવાયેલ છે.

  • 29 May 2023 02:45 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: અંતિમ મેચના પરિણામને લઈ ફેન્સ ચિંતિત

    ક્રિકેટ ચાહકો પણ જાણે છે કે IPL 2023ની ફાઈનલ પણ ધોનીની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ જેવી બની ગઈ છે. પરંતુ બીજી તરફ ફેન્સ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે ધોનીની અંતિમ IPL મેચનું પરિણામ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જેવુ ના હોય. ધોનીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે પરાજય થયો હતો અને ટીમ ઈન્ડિયા 2019 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ હાર સાથે ભારતનું 2019 વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું આ પણ વાંચો : શું IPLમાંથી MS ધોનીની વિદાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવી જ હશે? ફેન્સના મનમાં ઉઠયા સવાલ

  • 29 May 2023 02:35 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: ચેન્નાઈ રેકોર્ડ દસમી વાર ફાઈનલમાં

    મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રેકોર્ડ દસમીવાર ફાઈનલમાં જગ્યા બનાવી છે. CSKની ટીમે ચાર વખત IPL ટ્રોફી જીતી છે અને મુંબઈ ઈન્ડિયન્સ બાદ બીજી સૌથી સફળ ટીમ છે. આજની મેચમાં જો ચેન્નાઈ ગુજરાતને હરાવશે તો મુંબઈના સૌથી વધુ પાંચ વાર ચેમ્પિયન બનવાના રેકોર્ડની બરાબરી કરી લેશે.

  • 29 May 2023 02:35 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી

    ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસી GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. જેમાં રુપિયા 25ના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.

  • 29 May 2023 02:01 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: પાંચમી IPL ટ્રોફી પર ધોનીની નજર

    મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રેકોર્ડ દસમીવાર ફાઈનલમાં જગ્યા બનાવી છે. CSKની ટીમે ચાર વખત IPL ટ્રોફી જીતી છે અને મુંબઈ ઈન્ડિયન્સ બાદ બીજી સૌથી સફળ ટીમ છે.  આ પણ વાંચો : IPL 2023 : ફાઈનલમાં માત્ર 4 રન બનાવી રોહિતને પાછળ છોડી દેશે ધોની

  • 29 May 2023 01:48 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: શું IPLની મેચમાં ફરી એકવાર વિલન બનશે વરસાદ ?

    • અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી
    • પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી
    • વરસાદના કારણે ફાઇનલ મેચ થઈ શકે છે પ્રભાવિત
    • બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી
    • અમદાવાદ , ગાંધીનગર ખેડા પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મોરબી, ભરૂચ, વડોદરા, કચ્છ, મહીસાગર, દાહોદ, મોરબી માં વરસાદની આગાહી
    • વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ
    • પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક
    • વરસાદને કારણે ગરમીમાં થશે ઘટાડો
  • 29 May 2023 01:43 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:રિઝર્વ ડેના દિવસે શું થશે?

    હવે સવાલ એ થાય છે કે જો રિઝર્વ ડે દિવસે પણ વરસાદ પડે તો? IPL ફાઈનલના નિયમો અનુસાર, રિઝર્વ ડે પર 3 કલાક 20 મિનિટના નિશ્ચિત સમય ઉપરાંત 120 મિનિટનો સમય પણ હશે. એટલે કે રિઝર્વ ડે પર પણ રાત્રે 12.06 સુધી રાહ જોવામાં આવશે, જેથી 5-5 ઓવર રમી શકાય. જો તે શક્ય ન હોય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે. જો તે પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાતને વિજેતા જાહેર કરવામાં આવશે.

  • 29 May 2023 01:35 PM (IST)

    PL 2023 Final: ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલનો જંગ , કોણ મારશે બાજી ?

    View this post on Instagram

    A post shared by TV9 Gujarati (@tv9gujarati)

  • 29 May 2023 01:34 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final : જૂની ટિકિટ સાથે ફાઈનલ મેચ જોઈ શકાશે

    IPL એ દર્શકો માટે ટિકિટ અંગે અપડેટ શેર કર્યું છે. દર્શકો જૂની ટિકિટ સાથે ફાઈનલ મેચ જોઈ શકશે. પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો મોબાઈલમાં માત્ર ડિજિટલ ટિકિટ હશે તો તમે મેચ જોઈ શકશો નહીં. જો ફિઝિકલ ટિકિટમાં જરૂરી વસ્તુઓ હોય અને તે ફાટી ગઈ હોય તો પણ તમે મેચ જોઈ શકશો. ટિકિટ પર નંબર અને બાર કોડ પ્રિન્ટ જરૂરી છે. જો તેને બે-ત્રણ ભાગમાં તુટી છે અને તમામ ભાગો છે તો પણ તમે મેચ જોઈ શકશો.

  • 29 May 2023 01:22 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:, ‘રિઝર્વ ડે’ના દિવસે વરસાદ પડશે તો કોણ બનશે ચેમ્પિયન ?

    ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે. ચાલો જાણીએ કે 29 મેના દિવસે પણ વરસાદ પડે તો શું થશે ? આ પણ વાંચો :

    IPL 2023 FINALમાં આજે વરસાદની થઈ જીત, ‘રિઝર્વ ડે’ના દિવસે વરસાદ પડશે તો કોણ બનશે ચેમ્પિયન ?

  • 29 May 2023 01:12 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે

    28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે.ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે

  • 29 May 2023 01:03 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: રિઝર્વ ડેના નિયમો

    • સાંજે 7 વાગ્યે ટોસ, મેચ 7:30 વાગ્યે શરૂ થશે
    • ઓવરો ઘટાડ્યા વિના 9:35 PM સુધી રમત શરૂ
    • 12:06 AM સુધી 5-5 ઓવરની મેચ થઈ શકે છે
    • સુપર ઓવર દ્વારા ચેમ્પિયન ટીમ નક્કી થઈ શકે છે
    • રિઝર્વ ડે પર મેચ નહિ રમાઈ તો ગુજરાત ચેમ્પિયન
  • 29 May 2023 12:53 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: રિઝર્વ ડે પર અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

    ફાઇનલ મેચનું પરિણામ હવે રિઝર્વ ડે પર નિર્ભર છે. પરંતુ, આ દિવસે પણ અમદાવાદના હવામાનની શું સ્થિતિ છે, તે જાણવું જરૂરી છે. મેચ પહેલાના સમાચાર સારા નથી કારણ કે સાંજે 4 વાગ્યાથી ત્યાં વાદળો ઘેરાવા લાગશે. સાંજે 5 વાગ્યા પછી ભારે વરસાદની પણ સંભાવના છે. જોકે રાહતની વાત એ છે કે મેચ દરમિયાન વરસાદનો કોઈ ખતરો નથી.

  • 29 May 2023 12:46 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final:જો મેચ રિઝર્વ ડે પર ન થાય તો શું?

    રિઝર્વ ડે પર, ચાહકોએ પ્રાર્થના કરવી જ જોઈએ કે વરસાદ ન પડે. પરંતુ, જો વરસાદ પડે છે અને તેના કારણે મેચ રમી શકાતી નથી, તો વિજેતાનો નિર્ણય પોઈન્ટ ટેબલમાં તેમના રેન્કિંગના આધારે કરવામાં આવશે. એટલે કે ગુજરાત ટાઇટન્સ ફરી ચેમ્પિયન બનશે.

  • 29 May 2023 12:41 PM (IST)

    GT vs CSK, IPL 2023 Final: IPL 2023ની ફાઈનલ માટે આજે રિઝર્વ ડે

    IPL 2023ની ફાઈનલ માટે આજે રિઝર્વ ડે છે. જે મેચ 28મી મેના રોજ ન થઈ શકી તે આજે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે ફરી એકવાર ફાઈનલની ટક્કર થશે. મેદાન એ જ અમદાવાદનું હશે. મેચ શરૂ થવાનો સમય પણ એ જ રહેશે. બસ એક જ પ્રશ્ન મનમાં સતાવતો હશે કે શું રિઝર્વ ડે પર હવામાન ચોખ્ખું રહેશે?

Published On - May 29,2023 12:41 PM

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">