IPL 2023 FINALમાં આજે વરસાદની થઈ જીત, ‘રિઝર્વ ડે’ના દિવસે વરસાદ પડશે તો કોણ બનશે ચેમ્પિયન ?
IPL final reserve day : 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે.ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે. ચાલો જાણીએ કે 29 મેના દિવસે પણ વરસાદ પડે તો શું થશે ?
Ahmedabad : અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે.ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે.આજે પડેલા વરસાદને કારણે આજે ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા. ચાલો જાણીએ કે રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડશે તો આગળ શું થશે ?
રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે તો શું ?
સતત 5 કલાક વરસાદ પડતા આજની ફાઈનલ મેચ રદ્દ થઈ હતી.હવે સવાલ એ થાય છે કે જો રિઝર્વ ડે દિવસે પણ વરસાદ પડે તો? IPL ફાઈનલના નિયમો અનુસાર, રિઝર્વ ડે પર 3 કલાક 20 મિનિટના નિશ્ચિત સમય ઉપરાંત 120 મિનિટનો સમય પણ હશે. એટલે કે રિઝર્વ ડે પર પણ રાત્રે 12.06 સુધી રાહ જોવામાં આવશે, જેથી 5-5 ઓવર રમી શકાય. જો તે શક્ય ન હોય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે. જો તે પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાત ટાઈટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે.
29 મેના દિવસે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May – 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD
— IndianPremierLeague (@IPL) May 28, 2023
Thanks to all the fans for their continued patience and support 👏🏻👏🏻
See you tomorrow in Ahmedabad 🤗
⏰ 7:30 PM IST #TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/2UUkSKYmKO
— IndianPremierLeague (@IPL) May 28, 2023
આજની મેચ રદ્દ કરવામાં આવી હતી. હવે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ આવતી કાલે 29 મેના દિવસે રમાશે. દર્શકોની ફિઝિકલ ટિકિટ કાલની મેચ માટે માન્ય રહેશે. આજે 11 વાગ્યે અમ્પાયર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફાઈનલના દિવસે ક્રિકેટ રસિયાઓ થયા નિરાશ
Feel for all the fans who travelled to Narendra Modi Stadium from different parts of the country by booking flights & hotels, some might be unlucky as they have booked the return flight tomorrow. pic.twitter.com/Z5af5TybVC
— Johns. (@CricCrazyJohns) May 28, 2023
Feel for all the cricket fans. [Hayden Instagram] pic.twitter.com/hF37J1Y4Tz
— Johns. (@CricCrazyJohns) May 28, 2023
Narendra Modi Stadium leaks rainwater from one side of the stadium and crowd had to leave that area. #CSKvsGT #rain #IPL2023Final pic.twitter.com/0MlxDDxH4g
— Silly Context (@sillycontext) May 28, 2023
29 મેના દિવસે પણ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 મે એ રાજ્યમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા. સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. કાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સંભાવનાને જોતા આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.
કેટલાક જિલ્લામાં 40 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. જો કે ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.