ગૌતમ ગંભીરનો આ વીડિયો ચાહકોના રુંવાડા ઉભા કરી દેશે અને ઈમોશનલ પણ કરશે
ગૌતમ ગંભીરને હાલમાં બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ જાહેર કર્યા છે. આ પહેલા ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર હતા અને તેમણે ફ્રેન્ચાઈઝીને 10 વર્ષ પછી ફરીથી ચેમ્પિયન બનાવી હતી, ત્યારબાદ કેકેઆરનો સાથ છોડી દીધો હતો. હવે ચાહકો માટે તેમણે સ્પેશિયલ વીડિયો રિલીઝ કર્યો છે.
ગૌતમ ગંભીર આખરે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બની ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ 2024નો ખિતાબ જીતાડ્યા બાદ ગંભીર હેડ કોચની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ છે. હવે ટુંક સમયમાં ટીમ ઈન્ડિયાની સાથે તેની સફરની શરુઆત કરશે. જેની પાસે ચાહકોને મોટી આશા છે.
શ્રીંલકાના પ્રવાસ શરુ થતા પહેલા ટીમ ઈન્ડિયાની જાહેરાતની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. આ જાહેરાત પહેલા જ ગંભીરે એક વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં પોતાના અવાજમાં એક ખાસ મેસેજ આપ્યો છે. આ મેસેજ કોલકાતા નાઈટ રાઈડર્સના ચાહકો માટે છે. જે ચાહકોના રુંવાડા ઉભા કરી દેશે. તેમજ ચાહકોને ઈમોશનલ પણ કરી દેશે.
ગંભીરે ટીમને 2 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી
અંદાજે 7 વર્ષ સુધી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન રહેનાર ગૌતમ ગંભીરે ટીમને 2 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી છે. ત્યારબાદ ગત વર્ષ ગંભીરે આઈપીએલમાં કેકેઆરમાં એન્ટ્રી કરી હતી અને તે ટીમનો મેન્ટોર હતો. તેની વાપસીથી ચાહકો ખુબ ખુશ પણ થયા હતા, કોલકાતાએ 10 વર્ષની રાહ જોયા બાદ આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
Come Kolkata, let’s create some new legacies @KKRiders @iamsrk @indiancricketteam
Dedicated to Kolkata and KKR fans…
Special thanks to Cricket Association of Bengal @cabcricket @kkriders
Directed by: @pankyyyyyyyyyyyy
DOP: @Rhitambhattacharya
Written by: Dinesh Chopra… pic.twitter.com/vMcUjalOLj
— Gautam Gambhir (@GautamGambhir) July 16, 2024
કેકેઆરના ચાહકો માટે સ્પેશિયલ વીડિયો
કેકેઆર અને ગંભીર વચ્ચેનો સંબંધ ખુબ જ ઉંડો છે. ગંભીરે ચાહકો માટે એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. કોલકાતાના ઈર્ડન ગાર્ડનમાં તેમનો વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સના ચાહકોને સારી વાત પણ કરી છે.
એક નવી સ્ટોરી લખીશું
ગંભીરે પોતાના મેસેજમાં કહ્યું કે, જિંદગીમાં અનેક વખત રિજેક્શન સહન કર્યું છે પરંતુ કોલકાતાની જેમ હંમેશા ઉઠી જાય છે.કોલકાતાને એક ખાસ અપીલ કરતા કહ્યું હવે એક નવી સ્ટોરી લખવાનો સમય છે. 2 મિનિટથી વધુનો આ વીડિયો ચાહકોની સાથે ટીમ ઈન્ડિયાના ચાહકોને પણ ખુશ કરી દેશે. હવે ગૌતમ ગંભીર ટુંક સમયમાં જ ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.ટી-20 વર્લ્ડકપમાં ભારતને વિશ્વ વિજેતા બનાવ્યા બાદ રાહુલ દ્ર્વિડનો હેડ કોચ તરીકેનો કાર્યભાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરુ થશે.