ભારતને 1983માં પહેલો વનડે વર્લ્ડકપ જીતાડનાર વર્લ્ડકપ વિજેતા કપિલ દેવે બીસીસીઆઈ પાસે પોતાના સાથી ખેલાડી અંશુમાન ગાયકવાડ માટે સહાય માંગી છે. પૂર્વ ભારતીય ખેલાડી અંશુમાન બ્લડ કેન્સર સામે લડી રહ્યો છે અને તેની લંડનમાં સારવાર ચાલી રહી છે. કપિલ દેવે જણાવ્યું કે, તે અને મોહિદર અમરનાથ,સુનીલ ગાવસ્કર, સંદીપ પાટિલ, દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ જેવા ભારતીય ખેલાડી પોતાના સાથી ખેલાડીઓ માટે પૈસા એકઠા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર છે.ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અંશુમન ગાયકવાડ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે ,ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડ બ્લેડ કેન્સર સામે લડી રહ્યો છે. 71 વર્ષીય ગાયકવાડની લંડનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને કપિલે બોર્ડ પાસે તેની મદદ કરવાની અપીલ કરી છે.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવ અંશુમાન ગાયકવાડની તબિયતથી ખુબ દુખી છે. તેનું કહેવું છે કે, બોર્ડ તેની મદદ માટે આગળ આવશે. તેમણે બીસીસીઆઈ પાસે બીમાર અંશુમાન ગાયકવાડને નાંણાકીય સહાય આપવાનો પણ આગ્રહ કર્યો છે.કપિલ દેવે આગળ કહ્યું કે, મને ખબર છે કે, બોર્ડ તેનો ખ્યાલ રાખશે. અમે કોઈને મજબુર કરી રહ્યા નથી. અંશુ માટે કોઈ પણ મદદ દિલથી કરવી પડશે.
ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975 થી 1987 સુધી સારું રહ્યું છે. તેમણે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી છે. ગાયકવાડ ત્યારબાદ 1997 થી 1999 અને પછી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા હતા. ગાયકવાડ તે સમયે ભારતીય ટીમના કોચ હતા જ્યારે અનિલ કુંબલે પાકિસ્તાન વિરુદ્ધ એક જ ઈનિગ્સમાં 10 વિકેટ લીધી હતી. ગાયકવાડના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલું સિરીઝ 2-1થી જીતી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ ડ્રો રહી હતી.
જો કે, મહાન ઓલરાઉન્ડરે અંશુમન જેવા કેસોમાં ભૂતપૂર્વ ખેલાડીઓને મદદ કરવા માટે વ્યવસ્થા અંગે શોક વ્યક્ત કર્યો હતો. કપિલ દેવે પણ ભારપૂર્વક કહ્યું હતું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તે પેન્શન છોડવા માટે તૈયાર છે.