બોલરોની ધારદાર બોલિંગ બાદ અભિષેક શર્મા (Abhishek Sharma) અને સાઈ સુદર્શનની શાનદાર બેટિંગના આધારે ભારત-A એ ઇમર્જિંગ એશિયા કપ (Emerging Asia Cup)માં નેપાળ-A ને હરાવ્યું હતું. ભારતીય ટીમે આ મેચ નવ વિકેટે જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત બીજી જીત છે. અગાઉ ભારત-A એ UAE-Aને હરાવ્યું હતું. નેપાળ પ્રથમ બેટિંગ કરતા માત્ર 167 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે આ લક્ષ્યાંક 22.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ઇમર્જિંગ એશિયા કપમાં હવે ટીમ ઈન્ડિયાની આ યુવા ટીમનો મુકાબલો 19મી જુલાઈએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારત-A અને પાકિસ્તાન-A ટીમો કોલંબોમાં આમને-સામને ટકરાશે. આ મેચમાં ભારત જીતની હેટ્રિક કરવાનો પ્રયાસ કરશે. બંને ટીમઓ વચ્ચે દમદાર મેચ થવાની સંભાવના છે.
2️⃣ wins in a row for India ‘A’ 🙌
A clinical chase ensures a nine-wicket win against Nepal 👏
Scorecard – https://t.co/XoxpSdeexC…#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/wehE5JRIVH
— BCCI (@BCCI) July 17, 2023
આ મેચમાં નેપાળે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેના કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો નહોતો. ટીમ મોટો સ્કોર ન કરી શકી અને સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઓવરના બીજા જ બોલ પર હર્ષિત રાણાએ ખાતું ખોલાવ્યા વિના કુશલ ભુર્તાલને આઉટ કર્યો હતો. છઠ્ઠી ઓવરના બીજા બોલ પર રાજવર્ધન હંગરગેકરે આસિફ શેખ (7)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દેવ ખનાલ (19) પણ રાજવર્ધનનો શિકાર બન્યો હતો. રાણાએ ભીમ શાર્કીને ચાર રનથી આગળ વધવા ન દીધો. નેપાળની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી. નિશાંત સિદ્ધુએ નીચલા ક્રમના ખેલાડીઓને આઉટ કર્યા હતા.
નેપાળના કેપ્ટન રોહિત પોડેલે ચોક્કસ લડાયક બેટિંગ કરી હતી અને 85 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 65 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય ગુલશન ઝાએ નીચલા ક્રમમાં 30 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી. તેમની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે નિશાંતે ચાર, રાજવર્ધને ત્રણ અને રાણાએ બે વિકેટ ઝડપી હતી.
Innings break!
Nepal are all out for 167 courtesy of a fine bowling display by India ‘A’ 👏👏
Chase coming up shortly!
Scorecard – https://t.co/8UlgPTqXS5 #ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/FdBz1zzcwf
— BCCI (@BCCI) July 17, 2023
ભારતને જીતવા માટે 168 રનની જરૂર હતી. અભિષેક અને સુદર્શને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 139 રનની ભાગીદારી કરી હતી. નેપાળના કેપ્ટને અભિષેકને આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. અભિષેક સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ તેની ઇનિંગ્સ 87 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. તેણે પોતાની ઇનિંગમાં 69 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા ઉપરાંત બે છગ્ગા ફટકાર્યા હતા. સાઈ સુદર્શન અણનમ રહ્યો અને તેણે 52 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. તેની સાથે ધ્રુવ જુરેલ 12 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો.
Published On - 11:26 pm, Mon, 17 July 23