IPL 2023માં ખરાબ પ્રદર્શન બાદ RCBએ હેડ કોચ અને ક્રિકેટ ડિરેક્ટરની કરી છુટ્ટી
IPLની 16 સિઝનમાં ભાગ ખરાબ પ્રદર્શન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન અને કોચ સંજય બાંગરથી અલગ થઈ ગયા છે અને નવા બેકરૂમ સ્ટાફની શોધમાં છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ IPLની આગામી સિઝન પહેલા એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટીમે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. RCBએ ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ માઈક હેસન અને મુખ્ય કોચ સંજય બાંગર (Sanjay Bangar)ને બહારનો રસ્તો બતાવ્યો છે. આ બંને ઘણી સિઝન સુધી ટીમ સાથે હતા પરંતુ ફ્રેન્ચાઇઝીએ હવે તેમની સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે. જો કે ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝી હવે નવા કોચની શોધમાં છે.
RCBએ બંનેના કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કર્યા
એક અહેવાલ મુજબ, ફ્રેન્ચાઇઝી હવે નવા કોચિંગ સ્ટાફની શોધમાં છે. જો કે બોલિંગ કોચ એડમ ગ્રિફિથને યથાવત રાખવામાં આવશે કે કેમ તે હજુ નક્કી નથી. માઈક હેસન અને સંજય બાંગરનો વિરાટ કોહલી સાથે સારો તાલમેલ હતો પરંતુ હવે બંને દિગ્ગજ ખેલાડીઓને પડતો મૂકવામાં આવ્યો છે. RCBએ હજુ સુધી બંને દિગ્ગજોના કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યા નથી અને એવું માનવામાં આવે છે કે હવે કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવશે નહીં.
#ICYMI: RCB have not yet renewed their contracts with director of cricket operations Mike Hesson and head coach Sanjay Bangar
This is after a sixth-place finish in #IPL2023 👉 https://t.co/goLLvJwA3B #CricketTwitter pic.twitter.com/pqycNTgupm
— ESPNcricinfo (@ESPNcricinfo) July 17, 2023
RCBને ટાઈટલ જીતાડી હસકે તેવા કોચની તલાશ
ફ્રેન્ચાઈઝી હવે એવા કોચને લાવવા માંગે છે જે ટીમમાં નવા આઈડિયા લાવી શકે અને તેમને ટાઈટલ અપાવી શકે. RCBની ટીમ IPL 2023 દરમિયાન પ્લેઓફમાં પણ નથી પહોંચી શકી અને કદાચ આ જ કારણ છે કે તે ખૂબ જ નિરાશ છે. ટીમ પોતાના કોચ તરીકે કોઈ ભારતીયની નિમણૂક કરશે કે કોઈ વિદેશી કોચની નિમણૂક કરશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો : રાહુલ દ્રવિડ આયર્લેન્ડના પ્રવાસ પર ટીમનો હિસ્સો નહીં હોય, આ દિગ્ગજ બનશે કોચ
માઈક હેસન IPL 2019માં ટીમ સાથે જોડાયો હતો
જો માઈક હેસનની વાત કરીએ તો તે 2019માં RCB ટીમનો ભાગ બન્યો હતો. જ્યારે સંજય બાંગરને 2022ની IPL સિઝન પહેલા નિયુક્ત કરવામાં આવ્યા હતા. માઈક હેસનના નેતૃત્વમાં ટીમ 2020 સિઝનમાં ચોથા અને 2021માં ત્રીજા ક્રમે રહી હતી. IPL 2022માં ટીમ ચોથા ક્રમે રહી હતી અને IPL 2023માં પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી.