T20 ક્રિકેટમાં 200 રન બનાવવાને સરળ માનવામાં આવતું નથી, જોકે છેલ્લા કેટલાક સમયથી ઘણી ટીમોએ 250 રનનો આંકડો પાર કરી લીધો છે. આ વખતે IPLમાં પણ ઘણી ટીમોએ આ સિદ્ધિ મેળવી હતી. હવે દિલ્હી પ્રીમિયર લીગ 2024માં વધુ એક મોટો સ્કોર બન્યો છે. આ લીગમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સની ટીમે 20 ઓવરમાં 300થી વધુ રન બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ ટીમની કમાન આયુષ બદોનીના હાથમાં છે.
ઉત્તર દિલ્હીની ટીમ સામે રમાઈ રહેલી મેચમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે લીગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. આ લીગના ઈતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો સ્કોર છે. તમને જણાવી દઈએ કે, આ સ્કોર સુધી પહોંચવા માટે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 31 સિક્સર અને માત્ર 19 ફોર ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સના બે બેટ્સમેનોએ સદી પણ ફટકારી હતી.
સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ માટે ઓપનર પ્રિયાંશ આર્યએ ફરી એકવાર તોફાની ઈનિંગ રમી હતી. 240ના સ્ટ્રાઈક રેટથી રન બનાવતા તેણે 50 બોલમાં 10 ફોર અને 10 સિક્સરની મદદથી 120 રન બનાવ્યા હતા. આ લીગમાં આ તેની બીજી સદી પણ હતી. આ સિવાય ટીમના કેપ્ટન આયુષ બદોનીએ 55 બોલમાં 165 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન બદોનીના બેટમાંથી 19 છગ્ગા અને 8 ચોગ્ગા આવ્યા હતા. આયુષ બદોનીએ 300ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવી બધાને ચોંકાવી દીધા. બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 286 રનની ભાગીદારી પણ થઈ હતી, જે આ લીગમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી પણ છે.
️ A mountainous total on board and a historic innings by South Delhi Superstarz
The stage is set for an epic chase in #AdaniDPLT20! Watch all the action live on JioCinema and Sports 18 2! #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad pic.twitter.com/usSuUAlU3g
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024
પ્રાંશુ વિજયરન સિવાય ઉત્તર દિલ્હીના દરેક બોલરે 10થી વધુની ઈકોનોમી સાથે રન આપ્યા હતા. મનન ભારદ્વાજ ટીમનો સૌથી મોંઘો બોલર સાબિત થયો, તેણે 2 ઓવરમાં 60 રન આપ્યા હતા. વૈભવ કંદપાલે 2 ઓવરમાં 41 રન અને સુયશ શર્માએ 4 ઓવરમાં 66 રન આપ્યા હતા. સિદ્ધાર્થ સોલંકી 3 વિકેટ સાથે ટીમનો સૌથી સફળ બોલર રહ્યો હતો, પરંતુ તેણે પણ 52 રન આપ્યા હતા.
આ પણ વાંચો: 6,6,6,6,6,6… આ ભારતીય બેટ્સમેને કર્યું યુવરાજ સિંહ જેવું કારનામું, એક જ ઓવરમાં ફટકારી 6 સિક્સર, જુઓ Video