IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સમાં કેપ્ટનશિપમાં કન્ફ્યુઝન અંગે તેમની જ ટીમના ખેલાડીનું ચોંકવાનારું નિવેદન

શું CSKમાં કેપ્ટનશિપને લઈને મૂંઝવણ છે? શું CSK ખેલાડીઓ સમજી શકતા નથી કે તેમનો કેપ્ટન કોણ છે? ના, આ પ્રશ્ન અમારો નથી પરંતુ CSKના ખેલાડીએ આ તરફ ધ્યાન દોર્યું છે. તેણે કહ્યું કે એક નિર્ણય લેવા માટે અમારે ઋતુરાજ અને ધોની બંનેની તરફ જોવું પડે છે.

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સમાં કેપ્ટનશિપમાં કન્ફ્યુઝન અંગે તેમની જ ટીમના ખેલાડીનું ચોંકવાનારું નિવેદન
Ruturaj Gaikwad & MS Dhoni
Follow Us:
| Updated on: Mar 27, 2024 | 6:25 PM

IPL 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. T20 લીગ શરૂ થવાના એક દિવસ પહેલા જ ખબર પડી કે આ વખતે CSK ટીમનો કેપ્ટન એમએસ ધોની નહીં પરંતુ ઋતુરાજ ગાયકવાડ હશે. પરંતુ આ નિર્ણયની ટીમના ખેલાડીઓ પર શું અસર પડી રહી છે તે ગુજરાત ટાઈટન્સ સામેની મેચ બાદ જાણવા મળ્યું હતું. આ મેચ બાદ CSKના ખેલાડી દીપક ચહરે કેપ્ટનને લઈને તમામ મૂંઝવણનો પર્દાફાશ કર્યો છે.

CSKમાં કેપ્ટન પર ખેલાડીનું મોટું નિવેદન

જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમી ત્યારે મેચ દરમિયાન મેદાન પર કેપ્ટનને લઈને સ્પષ્ટપણે મૂંઝવણ હતી. મેચના કોમેન્ટેટરો પણ વાત કરતા હતા કે કેપ્ટન કોણ છે? કારણ કે કાગળ પર ઋતુરાજ કેપ્ટન હોવા છતાં, ધોની મેદાન પર તે ભૂમિકામાં વધુ સક્રિય દેખાતો હતો. જોકે, બીજી મેચમાં ધોની કેપ્ટન તરીકે ઓછો સક્રિય હતો. આમ છતાં દીપક ચહરે જે કહ્યું તે હેડલાઈન્સ બની ગયું.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો

દીપક ચહરે કેપ્ટનશિપમાં કન્ફ્યુઝનની વાત કરી

CSKના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક દીપક ચહરે કહ્યું કે આજકાલ હું નિર્ણયો માટે ધોની અને ઋતુરાજ બંને તરફ જોઉં છું. આ એટલા માટે છે કારણ કે હું મૂંઝવણમાં છું કે ક્યાં જોવું. ઋતુરાજ સારી કેપ્ટનશીપ કરી રહ્યો છે પરંતુ નિર્ણયો માટે પણ ધોનીની પરવાનગી લેવી પડે છે.

મેદાન પર ધોની ઋતુરાજની મદદ કરે છે

ભલે દીપક ચહરે આ વાતો મજાકમાં કહી હોય પણ એક વાત સ્પષ્ટ છે કે આગ વિના ધુમાડો નથી ઊડતો. થોડી મૂંઝવણ હોવી જોઈએ. કારણ કે, ધોની કેટલાક નિર્ણયોમાં ઋતુરાજની મદદ કરતો હોય તેવું લાગી રહ્યું છે. પ્રથમ મેચ બાદ ઋતુરાજે એમ પણ કહ્યું હતું કે કેપ્ટન તરીકે પ્રથમ મેચ બાદ પણ તેના પર કોઈ દબાણ નહોતું કારણ કે ધોનીભાઈ તેની સાથે હતા. જોકે, ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડની સક્રિયતા ચોક્કસપણે જોવા મળી હતી.

આ પણ વાંચો : IPL 2024: મુંબઈ-હૈદરાબાદની મેચમાં જસપ્રીત બુમરાહ અને હેનરિક ક્લાસેન વચ્ચેની ટક્કર પર રહેશે ખાસ નજર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">