CSK vs DC Live Score Highlights, IPL 2022 : દિલ્હી કેપિટલ્સ 117 રનમાં સમેટાઈ ગયુ, 91 રને પરાજય

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 11:42 PM

Chennai Super Kings vs Delhi Capitals Live Score Highlights in Gujarati: દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ આઠમા સ્થાને છે.

CSK vs DC Live Score Highlights, IPL 2022 : દિલ્હી કેપિટલ્સ 117 રનમાં સમેટાઈ ગયુ, 91 રને પરાજય
CSK vs DC: બને વચ્ચે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે

IPL માં આજે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીની ટીમે છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. બીજી તરફ ચેન્નાઈને આરસીબી સામેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. આ સાથે જ ચેન્નાઈની ટીમ 6 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે અને તેના માટે પ્લેઓફમાં પ્રવેશવાની કોઈ આશા નથી. ચેન્નાઈ ખેલાડીઓની ઈજા અને ખરાબ ફોર્મથી પરેશાન છે

CSK vs DC Playing XI

ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોઈન અલી, ડ્વેન પ્રિટોરિયસ, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી, મહિષ તિક્ષણા.

દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ડેવિડ વોર્નર, કેએસ ભરત, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 08 May 2022 11:42 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ચેન્નાઈએ આ મેચ 91 રને જીતી લીધી હતી

    ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવીને પ્લે-ઓફમાં સ્થાન મેળવવાની તેમની થોડી ઘણી પણ આશા જીવંત રાખી છે. કારણ કે ઓપનર ડેવોન કોનવેની ધમાકેદાર અડધી સદી બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવ્યું હતું. આ જીત સાથે, સુપર કિંગ્સ 11 મેચમાં ચાર જીતથી આઠ પર પહોંચી ગઈ છે. ટીમ આઠમા સ્થાને છે. દિલ્હીની ટીમના 11 મેચમાં 10 પોઈન્ટ છે.

  • 08 May 2022 11:12 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ડ્વેન બ્રાવોએ 18મી ઓવરમાં બે વિકેટ ઝડપી

    અંતિમ બંને વિકેટ ડ્વેન બ્રાવોએ એક બાદ એક બે વિકેટ ઝડપીને દિલ્હીની ઈનીંગની સમાપ્ત કરી દીધી હતી.

  • 08 May 2022 11:11 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: શાર્દૂલ ઠાકુરે છગ્ગો ફટકાર્યો

    એક તરફ દિલ્હી હાર તરફ આગળ વધી રહ્યુ છે, આ દરમિયાન શાર્દૂલ ઠાકુરે છગ્ગો જમાવી દીધો છે. તેણે મહિષ તિક્ષણાની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો.

  • 08 May 2022 11:09 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: કુલદીપ યાદવ આઉટ

    સિમરનજીતને 16મી ઓવરમાં દિલ્હીને આઠમી સફળતા મળી હતી. ઓવરના બીજા બોલ પર કુલદીપે પોઈન્ટ તરફ બોલ રમ્યો અને ઉથપ્પાને કેચ આપ્યો. 17 બોલનો સામનો કરવા છતાં તેણે માત્ર પાંચ રન જ બનાવ્યા હતા.

  • 08 May 2022 10:42 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: વધુ એક વિકેટ, દિલ્હી પરાજય તરફ

    દિલ્હીએ 7મી વિકેટ રોવમેન પોવેલના રુપમાં ગુમાવી દીધી છે. એક બાદ એક વિકેટ પડવાનો સિલસિલો શરુ થયો છે. પોવેલ 3 જ રન નોંધાવીને પરત ફર્યો છે.

  • 08 May 2022 10:40 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: અક્ષર પટેલ પણ પરત ફર્યો

    માત્ર 1 રન જ નોંધાવીને અક્ષર પટેલ પરત ફર્યો હતો. તે મુકેશ ચૌધરીનો શિકાર બન્યો છે. 7 બોલના અંતરમાં જ દિલ્હીએ આ ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે.

  • 08 May 2022 10:37 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: રિપલ પટેલે ગુમાવી વિકેટ

    રિપલ પટેલે 3 બોલમાં 6 રન કરીને આઉટ થયો હતો. તે મોઈન અલીનો શિકાર થયો હતો. મોઈને આ ત્રીજી વિકેટ ઝડપી છે.

  • 08 May 2022 10:37 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: રિપલ પટેલની સિક્સર

    નડીયાદથી આવતા દિલ્હીના ખેલાડીને લાંબા સમય બાદ ક્રિઝ પર ઉતરવાનો મોકો મળ્યો છે. તેનો ફાયદો ઉઠાવતા જ તેણે છગ્ગો જમાવી દીધો હતો.

  • 08 May 2022 10:35 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: પંત આઉટ

    મોઈન અલીની ઓવરમાં દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત વિકેટ ગુમાવી ચુક્યો છે. તે 21 રન નોંધાવીને પરત ફર્યો છે.

  • 08 May 2022 10:24 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: મિશેલ માર્શ આઉટ

    મોઈન અલી 8મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર મિશેલ ગાયકવાડના હાથમાં કેચ આઉટ થયો હતો. મોઈને તેની વિકેટ ઝડપીને મહત્વની સફળતા અપાવી હતી. 25 રન કરીને મિશેલ પરત ફર્યો હતો.

  • 08 May 2022 10:22 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: સિમરનજીતની મોંઘી ઓવર

    સિમરનજીત સિંહે છઠ્ઠી ઓવરમાં 11 રન આપ્યા હતા. માર્શે ઓવરના પહેલા બોલ પર લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી. તે જ સમયે, તેણે છેલ્લો બોલ ખેંચ્યો અને ચોગ્ગો ફટકાર્યો. પંતે છેલ્લા ચાર બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 08 May 2022 10:15 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: પંતની સળંગ ત્રણ બાઉન્ડરી

    પાંચમી ઓવર લઈને મહિષ તિક્ષણા નાંખી રહ્યો હતો, તેણે વોર્નરના રુપમાં મહત્વની વિકેટ ઝડપી હતી. પરંતુ તેના બદલામાં આવેલા કેપ્ટન ઋષભ પંતે આવવા સાથે જ 3 સળંગ બાઉન્ડરી જમાવી દીધી હતી. ઓવરમાં દિલ્હીને 16 રન મળ્યા હતા. જોકે એક વિકેટ ગુમાવી હતી.

  • 08 May 2022 10:13 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ડેવિડ વોર્નર આઉટ

    પાંચમી ઓવરમાં આવેલા એમ તિક્ષાના અને ડેવિડ વોર્નર ચોગ્ગો ઉઠાવીને આઉટ થયા હતા. ઓવરના બીજા બોલ પર વોર્નરે પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એલબીડબ્લ્યુ થયો હતો. તે 12 બોલમાં 19 રન બનાવીને પરત ફર્યો હતો. તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી.

  • 08 May 2022 10:13 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ચેન્નાઈએ દબાણ બનાવવું પડશે

    સિમરનજીત સિંહ ચોથી ઓવરમાં આવ્યો અને ચાર રન આપ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સને અહીં વિકેટની જરૂર છે તો જ તેઓ દિલ્હી પર દબાણ બનાવી શકશે

  • 08 May 2022 10:08 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: માર્શ તરફથી શાનદાર બેટિંગ

    મુકેશ ચૌધરીએ ત્રીજી ઓવરમાં 11 રન આપ્યા હતા. મિશેલ માર્શે ઓવરના પહેલા બોલ પર કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર તેણે બેકવર્ડ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી.

  • 08 May 2022 09:52 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ભરત આઉટ, દિલ્હીને પ્રથમ ઝટકો

    બીજી ઓવરમાં આવેલા સિમરનજીત સિંહે શ્રીકર ભરતને નવ રન પર આઉટ કર્યો હતો. આ ઓવરના પ્રથમ બે બોલમાં ભરત સતત બે ચોગ્ગા લાવ્યો હતો. તે જ સમયે, ઓવરના પાંચમા બોલ પર, ભરતે પુલ કરીને બોલ રમ્યો અને મોઈન અલીનો કેચ પકડ્યો. તે 5 બોલમાં 8 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 08 May 2022 09:48 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ભરતની સળંગ બાઉન્ડરી

    બીજી ઓવર લઈને સીમરજીત સિંહ આવ્યો હતો. તેની ઓવરના બંને બોલ પર શ્રીકર ભરતે એક બાદ એક બે સળંગ ચોગ્ગા જમાવ્યા હતા.

  • 08 May 2022 09:42 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: દિલ્હીની બેટીંગ શરુ

    ચેન્નાઈએ આપેલા વિશાળ લક્ષ્યને પાર કરવા માટે દિલ્હીએ બેટીંગ શરુ કરી છે. ઓપનીંગ જોડી તરીકે શ્રીકર ભરત અને ડેવિડ વોર્નર આવ્યા છે. વોર્નરે પ્રથમ ઓવર અંતિમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. પ્રથમ ઓવર ચેન્નાઈ તરફ થી મુકેશ ચૌધરી લઈને આવ્યો હતો.

  • 08 May 2022 09:25 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ચેન્નાઈની ઈનીંગ 208 રન પર સમાપ્ત

    પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા. ગાયકવાડ (41) અને ડેવોન કોનવે (87)એ ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ પછી શિવમ દુબેએ 32 અને ધોનીએ 21 રનની કેમિયો ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી એનરિક નોરખિયાએ ત્રણ અને ખલીલ અહેમદે બે વિકેટ લીધી હતી.

  • 08 May 2022 09:24 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ઉથપ્પા આઉટ

    આમ તો એનરિક નોરખિયાનો આજે દિવસ ખરાબ લાગી રહ્યો હતો. પરંતુ તેણે એક બાદ એક બે સળંગ વિકેટ ઝડપી હતી. પહેલા મોઈન  અલી અને બાદમાં ઉથપ્પાની વિકેટ ઝડપી હતી.

  • 08 May 2022 09:22 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: મોઈન અલી આઉટ

    એનરિક નોરખિયા અંતિમ ઓવર લઈને આવ્યો હતો, ઓવરના પ્રથમ બોલ પર જ તેણે બાઉન્ડરી સહન કરી હતી. પરંતુ બીજા બોલ પર તેણે મોઈન અલીનો શિકાર કર્યો હતો.

  • 08 May 2022 09:22 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ધોની સિક્સર

    ધોનીએ 19મી ઓવરના અંતિમ બોલ પર છગ્ગો જમાવ્યો હતો. તેણે ખલીલ અહેમદની ઓવરમાં આ છગ્ગો લગાવ્યો હતો.

  • 08 May 2022 09:14 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: રાયડૂ આઉટ

    ખલીલ અહેમદે અંબાતી રાયડુની વિકેટ ઝડપી હતી. રાયડૂ માત્ર 5 જ રન નોંધાવી શક્યો હતો.

  • 08 May 2022 09:09 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ધોનીની સિક્સર

    મિશેલ માર્શે ભલે વિકેટ મેળવી હોય, પરંતુ ધોનીએ ક્રિઝ પર આવતા જ માર્શના બોલને હવામાં ઉડાવ્યો હતો. ધોનીએ લોંગ ઓન પર છગ્ગો લગાવ્યા બાદ આગળના બોલ પર બેકવર્ડ પોઈન્ટ પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 13 રન મળ્યા હતા.

  • 08 May 2022 09:08 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: શિવમ દુબે આઉટ

    શિવમ દુબેને મિશેલ માર્શે પોતાની જાળમાં ફસાવી લીધો હતો. તે ડેવિડ વોર્નરના હાથમાં કેચ આઉટ થયો હતો. તેણે 32 રન 19 બોલમાં ફટકાર્યા હતા.

  • 08 May 2022 09:01 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ડેવેન કોનવે આઉટ

    ખલીલ અહેમદની ઓવરના પ્રથમ બોલ પર કોનવેને જીવતદાન મળ્યું જ્યારે તે રન આઉટ થવાથી બચી ગયો. જોકે તે ત્રીજા બોલ પર આઉટ થયો હતો. ખલીલ ધીમા બોલને બરાબર મિડલ કરી શક્યો નહીં અને તે સીધો પંતના હાથમાં ગયો. કોનવેએ 49 બોલમાં 87 રન બનાવ્યા બાદ પરત જવું પડ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

  • 08 May 2022 09:00 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ઠાકુર પર દુબે ભારે

    શાર્દૂલ ઠાકુર 16મી ઓવર લઈને આવ્યો હતો. શિવમ દુબેએ ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સળંગ બે છગ્ગા ફટકાર્યા હતા અને જેમાં એક લોંગ ઓન અને બીજો લોંગ ઓફ પર ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર દુબેએ બાઉન્ડરી ફટકારી હતી. આમ ઓવરમાં ચેન્નાઈને 19 રન મળ્યા હતા.

  • 08 May 2022 08:52 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: દુબેની બાઉન્ડરી

    15મી ઓવર લઈને એનરિક નોરખિયા આવ્યો હતો. આ તેની ત્રીજી ઓવર હતી. ઓવરમાં તેણે 8 રન ગુમાવ્યા હતા. ઓવરના પાંચમા બોલ પર પર શિવમ દુબે એ બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 8 રન ચેન્નાઈને મળ્યા હતા.

    15 ઓવરમાં ચેન્નાઈનો સ્કોર 148 રન રહ્યો હતો. એક વિકેટ ગુમાવીને તેણે આ સ્કોર કર્યો હતો.

  • 08 May 2022 08:38 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: કોનેવેની સિક્સર

    કોનવે રોકાવાનુ નામ જ નથી લેતો કે, નથી દિલ્હીના બોલરો તેને લગામ લગાવી શકતા. તેણે વધુ એક છગ્ગો જમાવી દઈ મનોરંજન જારી રાખ્યુ છે. 13મી ઓવરના ચોથા બોલ પર લોંગ ઓન પર શાનદાર છગ્ગો કોનવેએ કુલદીપના બોલ પર જમાવી દીધો હતો. ઓવરમાં 9 રન મળ્યા હતા.

  • 08 May 2022 08:33 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: કોનવેની વધુ બાઉન્ડરી

    કોનવેની વધુ એક બાઉન્ડરી. 12 મી ઓવર લઈને મિશેલ માર્શ આવ્યો હતો અને તેની ઓવરના પ્રથમ બોલ પર જ કોનવેએ બાઉન્ડરી જમાવી દીધી હતી. ઓવરમાં 12 રન આવ્યા હતા.

  • 08 May 2022 08:29 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ગાયકવાડ આઉટ

    એનરિક નોરખિયા 11મી ઓવર લઈને આવ્યો હતો અને તેણે દિલ્હીને પ્રથમ સફળતા અપાવી હતી. ચેન્નાઈની ઓપનીંગ જોડી 110 રનની ભાગીદારી કરીને તુટી છે. ઋતુરાજ ગાયકવાડ 41 રન કરીને આઉટ થયો છે. એનરિકે તેને અક્ષર પટેલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.

  • 08 May 2022 08:28 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: કોનવેની સળંગ ત્રણ બાઉન્ડરી

    10મી ઓવર લઈને કુલદીપ યાદવ આવ્યો હતો. તેની ઓવર ફરી એકવાર કોનવેએ ધોઈ નાંખી હતી. તેની ઓવરના અંતિમ ત્રણેય બોલ પર સળંગ બાઉન્ડરી કોનવેએ ફટકારી હતી. ઓવરમાં 14 રન મળ્યા હતા.

  • 08 May 2022 08:25 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: કોનેવેની બેક ટુ બેક સિક્સર

    કુલદીપ યાદવે આઠમી ઓવર ફેંકી જેમાં તેણે 18 રન આપ્યા. ઓવરના ચોથા બોલ પર કોનવેએ લોંગ ઓન પર શાનદાર સિક્સર ફટકારી હતી. આગલા બોલ સ્લોગને સ્વીપ કરતી વખતે, ડીપ બેકવર્ડ સ્ક્વેર પર સિક્સર ફટકારો. તેણે ઓવરનો અંત કવર પર ફોર સાથે કર્યો.

  • 08 May 2022 08:12 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ગાયકવાડની ડબલ બાઉન્ડરી

    છઠ્ઠી ઓવર લઈને શાર્દૂલ ઠાકુર આવ્યો હતો તેની ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર ઋતુરાજ ગાયકવાડે ઉપરા છાપરી બે બાઉન્ડરી ફટકારી દીધી હતી. ઓવરમાં 14 રન આવ્યા હતા.

  • 08 May 2022 07:57 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: કોનવેની ડબલ સિક્સર

    અક્ષર પટેલ ઈનીંગની પાંચમી અને તેની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. ડેવેન કોનવેએ તેની ઓવરના અંતિમ બંને બોલ પર છગ્ગા જમાવી દીધા હતા. જેમાં ચોથા બોલ પર પહેલો છગ્ગો અક્ષરના માથા પર થઈને મોકલ્યો હતો. જ્યારે બીજો લોંગ ઓન પર જમાવ્યો હતો. ઓવરમાં 14 રન આવ્યા હતા

  • 08 May 2022 07:56 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: એનરિક નોરખિયાની ખર્ચાળ ઓવર

    એનરિક નોરખિયાની ખર્ચાળ ઓવર રહી. ગાયકવાડે ઓવરની શરૂઆત સિક્સર વડે કરી હતી. ગાયકવાડે લોંગ ઓન પર સિક્સર ફટકારી. આ પછી, ઓવરનો બીજો બોલ નો બોલ હતો, જેના પછી કોનવેએ ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે, આ પછી માત્ર ત્રણ સિંગલ્સ આવ્યા.

  • 08 May 2022 07:48 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ખલીલ અહેમદે ચાર રન આપ્યા

    ફાસ્ટ બોલર ખલીલ અહેમદ બીજી ઓવરમાં આવ્યો અને તેણે માત્ર ચાર રન આપ્યા. ઓવરનો પહેલો બોલ વાઈડ હતો. આ સિવાય મેચમાં ચાર સિંગલ રન આવ્યા હતા.

  • 08 May 2022 07:47 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: કોનવેના શાનદાર ચાર રન

    શાર્દુલ ઠાકુરે પહેલી ઓવર નાખી અને પાંચ રન આપ્યા. કોનવેએ ઓવરના ત્રીજા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

  • 08 May 2022 07:42 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ શરુ

    ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઋતુજરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપન કરવા માટે આવ્યા હતા. બીજી તરફ શાર્દુલ ઠાકુર દિલ્હી માટે બોલિંગની શરૂઆત કરી છે.

  • 08 May 2022 07:41 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

    દિલ્હી કેપિટલ્સ ટીમે આજે ટીમમાં મનદીપ સિંહ અને લલિત યાદવની જગ્યાએ કેએસ ભરત અને અક્ષર પટેલનો સમાવેશ કર્યો છે.

    દિલ્હી કેપિટલ્સ : રિષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ડેવિડ વોર્નર, કેએસ ભરત, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા

  • 08 May 2022 07:26 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

    રવિન્દ્ર જાડેજા આજે ઈજાગ્રસ્ત થવાને લઈ બહાર છે, તેના સ્થાને શિવમ દુબેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ: એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, શિવમ દુબે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોઈન અલી, ડ્વેન પ્રિટોરિયસ, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી, મહિષ તિક્ષણા.

  • 08 May 2022 07:11 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: દિલ્હીએ ટોસ જીત્યો

    દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીના કેપ્ટન પંતે કહ્યું, 'અમે પીછો કરવા માંગીએ છીએ. આ એક સારી મેચ બનવા જઈ રહી છે. મેં ધોની પાસેથી ઘણું શીખ્યું છે, આજે હું તેનો ઉપયોગ કરીશ.

  • 08 May 2022 07:11 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: દિલ્હી પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે

    દિલ્હી હાલમાં દસ ટીમોમાંથી પાંચમા સ્થાને છે અને તેના દસ મેચમાં દસ પોઈન્ટ છે. છેલ્લી મેચમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદને 21 રને હરાવ્યું હતું. આજની મેચમાં જીત તેને ટોપ 4માં મૂકી દેશે

  • 08 May 2022 07:10 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: દિલ્હી ફરી કોરોનાની જાળમાં

    દિલ્હી કેપિટલ્સના નેટ બોલરને કોવિડ-19થી સંક્રમિત થયાની પુષ્ટિ થયા બાદ, તેના ખેલાડીઓને ચાલુ IPL-15 માં ફરી એકવાર સેલ્ફ-આઇસોલેટ કરવાની ફરજ પડી હતી.

  • 08 May 2022 07:09 PM (IST)

    Chennai vs Delhi, LIVE Score: દિલ્હી વિ ચેન્નાઈ

    પ્લેઓફની રેસમાંથી બહાર થવાના આરે ઉભેલી ચેન્નાઈ સુપર કિંગ્સ આજે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આજે ધોનીની સામે તેના જ શિષ્ય રિષભ પંતનો પડકાર છે.

Published On - May 08,2022 7:06 PM

Follow Us:
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">