4-5-2024

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

pic - Freepik

દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેની અસર માત્ર માણસો પર જ નહીં વૃક્ષ અને છોડ પર પણ જોવા મળે છે.

છોડમાં હીટસ્ટ્રોકને કારણે તેમનો વિકાસ અટકી જાય છે અને સુકાઈ જાય છે.

આજે અમે તમને જણાવીશું કે ઉનાળામાં કેવી રીતે વૃક્ષો અને છોડને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય.

વૃક્ષો અને છોડને ગરમીના મોજાથી બચાવવા માટે તેમને નિયમિતપણે પાણી પીવડાવો.ધ્યાન રાખો કે છોડની માટી સુકાઈ ન જાય.

ઉનાળામાં છોડને સૂર્યપ્રકાશમાં ન રાખો કારણ કે તે છોડના પાંદડા બળી શકે છે.

ગરમી વધુ હોય તો છોડને ભીના કાગળ, કપડા, પૂંઠા વગેરેથી ઢાંકીને પાણી આપતા રહેવું જોઈએ.

આમ કરવાથી છોડને હવા અને પાણી મળતું રહેશે અને તેઓ ગરમીથી સુરક્ષિત રહેશે.

છોડને પૂરતું પોષણ આપો. આનાથી છોડ લીલો રહેશે.તમે છોડ માટે કાર્બનિક ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ