Asian Games 2022 માં ક્રિકેટની ધમાલ જોવા મળશે, ચીનની ધરતી પર થશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

ચીનના હાંગઝોઉમાં આ વર્ષે એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે. એશિયન ગેમ્સ સિવાય આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા T20 ક્રિકેટ પણ રમાશે.

Asian Games 2022 માં ક્રિકેટની ધમાલ જોવા મળશે, ચીનની ધરતી પર થશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
કોમનવેલ્થ ગેમ્સમા પણ ક્રિકેટને સ્થાન મળ્યુ છે અને હવે એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટની ધમાલ જોવા મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 10:30 PM

ક્રિકેટને બને તેટલા દેશોમાં સુલભ અને લોકપ્રિય બનાવવાની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાઈ રહી છે. આ માટે ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ જેવી મલ્ટી સ્પોર્ટસ ઈવેન્ટ્સમાં ક્રિકેટને સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં સુધી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને મોટા ક્રિકેટ બોર્ડ આ માટે તૈયાર ન હતા, પરંતુ હવે તેઓ પણ તેનો ભાગ બનવા માંગે છે. 2028ની ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games) માં ક્રિકેટને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે થશે કે નહીં, તે તો થોડા મહિનામાં જ ખબર પડશે, પરંતુ અત્યારે સારા સમાચાર એ છે કે એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ચીનના હાંગઝોઉમાં આયોજિત થનારી 19મી એશિયાડ (Asian Games 2022) માં પણ ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું છે અને આ સાથે જ 8 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થશે.

રિપોર્ટ અનુસાર આ વર્ષે ચીનમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સમાં 40 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી ક્રિકેટ પણ એક છે. આ 40 રમતોમાં મહિલા અને પુરૂષોની વિવિધ કેટેગરીમાં કુલ 61 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. જ્યારે ક્રિકેટ આમાં પુનરાગમન કરી રહ્યું છે, ત્યારે બ્રેકડાન્સિંગ અને ઈ-સ્પોર્ટ પ્રથમ વખત એશિયાડનો ભાગ હશે. આ સાથે જ એથ્લેટિક્સ, તીરંદાજી, બેડમિન્ટન, કુસ્તી, બોક્સિંગ જેવી ઓલિમ્પિક રમતો રાબેતા મુજબ મુખ્ય આકર્ષણ બની રહેશે.

2014માં પણ ક્રિકેટ મેચ રમાઈ હતી

જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો એશિયન ગેમ્સમાં સ્વાભાવિક રીતે T20 ફોર્મેટનો સમાવેશ કરવામાં આવશે. અગાઉ 2014માં દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં યોજાયેલી 17મી એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતે પોતાની ટીમને કોઈપણ કેટેગરીમાં (મહિલા-પુરુષ) મોકલી નથી. પુરુષોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ જેવા દેશોની ટીમો હતી જ્યારે મહિલાઓમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ ઉપરાંત પાકિસ્તાનની ટીમ પણ હાજર હતી.

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
આજનું રાશિફળ તારીખ : 30-11-2023
કાંકરિયા ઝૂમાં શિયાળાની તૈયારી, જુઓ ફોટો
સ્લિટ સ્કર્ટમાં કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી મોનાલિસા, જુઓ ફોટો

હવે તમામની નજર ભારતની ટીમ આ વર્ષે જશે કે નહીં તેના પર રહેશે. એશિયન ગેમ્સ 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. હાંગઝોઉ ઉપરાંત અન્ય 5 શહેરોમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. જો કે, ભારતીય પુરૂષ ટીમ આ રમતોનો ભાગ બનશે, તે અસંભવિત છે, કારણ કે આ દરમિયાન ટીમ ઈન્ડિયાની ઘણી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય શ્રેણી થશે, જ્યારે ટીમે ઓક્ટોબરમાં જ T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાની છે.

CWGમાં પણ ક્રિકેટ જોવા મળશે

એશિયન ગેમ્સ પહેલા ક્રિકેટનો રોમાંચ આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ જોવા મળશે. આ વર્ષે જુલાઈમાં યુકેના શહેર બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022)માં T20 ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ 1998માં કોમનવેલ્થમાં ક્રિકેટ મેચ રમાઈ હતી. જોકે, આ વખતે માત્ર મહિલા ક્રિકેટ જ તેનો ભાગ છે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી મોટી ટીમો સામેલ છે.

આ પણ વાંચોઃ IPL 2021 માં 32 વિકેટ લીધા પછી પણ RCB એ છોડી દીધો, હવે હર્ષલ પટેલ આ ટીમ માટે રમવા માંગે છે

આ પણ વાંચોઃ WWE Royal Rumble: ભારતનો સ્ટાર રેસલર વિર મહાન શનિવારે રિંગમાં ઉતરશે કે નહીં ? કેમ ચર્ચાઇ રહ્યો છે સૌથી વધુ આ સવાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">