AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WWE Royal Rumble: ભારતનો સ્ટાર રેસલર વિર મહાન શનિવારે રિંગમાં ઉતરશે કે નહીં ? કેમ ચર્ચાઇ રહ્યો છે સૌથી વધુ આ સવાલ

ભારતીય રેસલર વીર મહાન (Veer Mahaan) ખૂબજ ઝડપથી લોકપ્રિય થઇ રહ્યો છે અને તેની ફેન્સ સંખ્યા પણ સતત વધતી જઇ રહી છે. તે તેના દેખાવના અંદાજ થી પણ જાણીતો છે

WWE Royal Rumble: ભારતનો સ્ટાર રેસલર વિર મહાન શનિવારે રિંગમાં ઉતરશે કે નહીં ? કેમ ચર્ચાઇ રહ્યો છે સૌથી વધુ આ સવાલ
Veer Mahaan તેના દેખાવના અંદાજને લઇને પણ આકર્ષણ ધરાવે છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 3:45 PM
Share

ભારતીય સ્ટાર રેસલર (Indian Wrestler) વીર મહાન (Veer Mahaan) ને લઇને હાલમાં એક ચર્ચા વર્તાઇ રહી છે, કે તે રિંગમાં જોવા મળશે કે નહી. કારણ તેના ફેન્સને તેની ફાઇટનો ઇંતઝાર છે અને તેનો અંત આવવાની રાહ જોવાઇ રહી છે. એક આશા એ વર્તાઇ રહી છે કે તે આગામી શનિવારે રાત્રે WWE રોયલ રંબલ (WWE Royal Rumble 2022) માં જોવા મળી શકે છે. પરંતુ હવે તેમાં જોવા મળવાની સંભાવનાઓ નહિવત લાગી રહી છે. જોકે આ અંગે હાલમાં કોઇ પણ પ્રકારના સત્તાવાર અપડેટ સામે આવ્યા નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તે શનિવારની પીપીવી ઇવેન્ટનો હિસ્સો નહી હોય

વિર મહાન નાઇટ રોમાં જોવા મળ્યાને 2 મહિના જેટલો સમય વિતી ચુક્યો છે. તે હવે માત્ર સોશિયલ મીડિયા પર જ ફક્ત જોવા મળી રહ્યો છે. આ સિવાય તે ડબલ્યુડબ્લ્યુઇ યુનિવર્સમાં જોવા મળી રહ્યો નથી. આમ હવે તેના ચાહકો પણ સોશિયલ મીડિયા મીમ પૂરતા સીમીત બનેલા મહાનની રાહ જોઇ રહ્યા છે. ફેન્સ માટે આશા હતી તે વિર મહાન 30-મેન રોયલ રંબલ મેચમાં એક પ્રવેશકના રુપમાં પોતાની વાપસી કરશે. જોકે આમ થશે એ સંભાવના નહિવત હોવાની અહેવાલમાં જણાવ્યુ છે.

આમ તો જોકે ગત ઓક્ટોબર માં ડબલ્યુડબલ્યુઇ ડ્રાફ્ટ થવા પહેલા જ વિર મહાન ઓછો જોવા મળી રહ્યો છે. તે ડ્રાફ્ટ દરમિયાન પોતાના ટેગ પાર્ટન જિંદર મહલ અને શેંકીથી અલગ થઇ ગયો હતો. તેની પાછળનુ કારણ પણ એમ માનવામાં આવે છે કે, બંને સાથી સ્મેકડાઉનમાં ચાલ્યા ગયા હતા. આમ પીડબલ્યુ ઇનસાઇડર મુજબ રંબલ માટે વિર મહાનના અંગે કોઇ જ ચર્ચાજ નથી કરાવમાં આવી અને શનિવારે તેના પીપીવી ઇવેન્ટમાં આવવાની સંભાનવા નહિવત છે.

આગળ જણાવ્યુ હતુ કે, ડબલ્યુડબલ્યુઇ ક્રિએટીવમાં અનેક સુત્રોએ વાતચીત દરમિયાન તેમને બતાવ્યુ હતુ કે, હાલ સુધી રંબલમાં મહાન માટે કોઇ યોજના નથી. જ્યાં સુધી અન્ય કોઇ નવો ફેરફાર નહી થાય ત્યાં સુધી તે વર્તમાન શોમાં આવવાની યોજના નથી બની રહી.

ઉત્તરપ્રદેશનો વીર અલગ જ અંદાજમાં દેખાય છે

વીર મહાનનો જન્મ ઉત્તર પ્રદેશના ગોપીગંજમાં થયો હતો અને તેનુ મૂળ નામ રિંકૂ સિંહ છે. તેણે WWE માં વીર નામથી ફાઇટ શરુ કરી હતી અને બાદમાં તેણે નામમાં મહાન શબ્દને જોડી દીધો હતો. જોકે તે હાલમાં અમેરિકામાં સ્થાયી થયેલો છે. તે 6.4 ફુટની ઉંચાઇ અને 124 કિલો વજન ધરાવે છે. તે WWE ની કેટલીક ફાઇટસ લડી ચુક્યો છે. આ પહેલા તે બેઝબોલનો ખેલાડી રહી ચુક્યો છે. તેમજ એક રિયાલીટી શોમાં પણ હિસ્સો લઇ ચુક્યો છે. તે હવે WWE માં લોકપ્રિય થવાને બાદ હવે ઇવેન્ટના મેન રોસ્ટરમાં સ્થાન મળશે એમ મનાવ છે. વીર માથા પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા અને છાતી પર ટેટૂને લઇને મહાન એક દમ અલગ અંદાજમાં દેખાય છે.

આ પણ વાંચોઃ રવિ શાસ્ત્રીએ MS Dhoni નુ ખોલ્યું રહસ્ય, કહ્યું- મારી પાસે તેનો નંબર નથી, તે પાસે ફોન નથી રાખતો

આ પણ વાંચોઃ IND VS WI: ટીમ ઇન્ડિયામાં આ 5 ખેલાડીઓને લાગી જબરદસ્ત ‘લોટરી’, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે અપાવી તક

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">