કેપ્ટન બનવાની મળી સજા, ભારતના દિગ્ગજ બેટ્સમેન પર ઈંગ્લેન્ડમાં 1 મેચ માટે પ્રતિબંધ

ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે સસેક્સ પર 12 પોઈન્ટની પેનલ્ટી લગાવવામાં આવી છે જેના કારણે કેપ્ટન પૂજારા (cheteshwar pujara)પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે.

કેપ્ટન બનવાની મળી સજા, ભારતના દિગ્ગજ બેટ્સમેન પર ઈંગ્લેન્ડમાં 1 મેચ માટે પ્રતિબંધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 1:21 PM

ક્રિકેટમાં કપ્તાન બનવાથી ઘણીવાર ગંભીર નુકસાન થાય છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેનને કેપ્ટન બનવાની સજા મળી છે. ભારતનો ચેતેશ્વર પૂજારા હાલમાં કાઉન્ટ્રી ક્રિકેટ (England County Championship)રમી રહ્યો છે અને સસેક્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ તેના સાથી ખેલાડીઓની હરકતોને કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પુજારાની ગણતરી ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે જાણકારી આપી

પુજારા લાંબા સમયથી કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને છેલ્લા કેટલાક સમયથી સસેક્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે સસેક્સ પર 12 પોઈન્ટની પેનલ્ટી લગાવવામાં આવી છે જેના કારણે કેપ્ટન પૂજારા પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે.

આ પણ વાંચો : Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારત રચશે ઈતિહાસ, જાણો કેમ છે આ સમય ખાસ, કોની પાસે છે મેડલની આશા

ECB એ એટલા માટે કડક નિયમો બનાવ્યા છે કે ખેલાડીઓ વ્યાવસાયિક વલણ અપનાવે. આ સિઝનમાં સસેક્સ પર ચાર વખત ફિક્સ્ડ પેનલ્ટી લગાવવામાં આવી છે જેના કારણે સસેક્સના કેપ્ટનને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. ECBએ જણાવ્યું છે કે આ મેચ પહેલા તેના ખાતામાં પહેલાથી જ બે દંડ હતા.

આ ખેલાડીઓએ કરી ભૂલ

કાઉન્ટીએ ECB દ્વારા સસેક્સને આપવામાં આવેલી સજા સ્વીકારી લીધી છે. સસેક્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ટીમના મુખ્ય કોચ પોલ ફેબ્રાસે ખરાબ વર્તનને કારણે ટીમના ખેલાડીઓ ટોમ હેન્સ અને જેક કાર્સનને આગામી મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. લેસ્ટરશાયર સામે જે બન્યું તે પછી, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એરી કર્વેલાસને બહાર રાખવામાં આવશે. સસેક્સે લિસેસ્ટરશાયર સામે 15 રનથી જીત મેળવી હતી. પરંતુ આ મેચમાં ટીમના આ ત્રણ ખેલાડીઓનું વર્તન સારું ન હતું જેના કારણે ટીમને પેનલ્ટી મળી હતી અને એક મેચના પ્રતિબંધને કારણે કેપ્ટન પૂજારાને આની સજા ભોગવવી પડી હતી.

આ હતો સમગ્ર મામલો

22 વર્ષીય ઓફ-સ્પિનર ​​કાર્સને નોન-સ્ટ્રાઈકર છેડે લેસ્ટરશાયરના બેન કોક્સને આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સસેક્સની વેબસાઈટ પર પોતાના કાર્યો બદલ માફી પણ માંગી છે. ઓપન હેન્સની પણ છેલ્લા દિવસે લડાઈ થઈ ગઈ હતી. અને તેણે પણ માફી માંગી હતી. ત્યારબાદ મેદાન પર હાજર રહેલા અમ્પાયરોએ બંન્ને ખેલાડીઓ પર લેવલ વન અને લેવલ 2ના નિયમનો ઉલ્લંધન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોચે કહ્યું કે, આવા મામલામાં ટીમને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની જરુર છે. જે તેણે કર્યું છે અને તે આવા વર્તનને સહન કરશે નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates