AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheteshwar Pujara: ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ફરી મેદાનમાં ચેતેશ્વર પૂજારા, જુઓ Video

ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ થયા બાદ ચેતેશ્વર પૂજારાએ ફરી મેદાનમાં વાપસી કરી છે અને બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પૂજારાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો.

Cheteshwar Pujara: ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ફરી મેદાનમાં ચેતેશ્વર પૂજારા, જુઓ Video
Cheteshwar Pujara in the field
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 7:05 PM
Share

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મળ્યું. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મનો શિકાર બનેલ પૂજારાને ટીમમાંથી ડ્રોપ કરાયા બાદ પૂજારા હવે દુલિપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન તરફથી રમશે. જેને લઈ પૂજારાએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

પૂજારા ટેસ્ટ ટીમમાંથી થયો ડ્રોપ

ચેતેશ્વર પૂજારાને રાહુલ દ્રવિડ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના ‘ધ વોલ’નું ઉપનામ મળ્યું હતું. પોતાની મજબૂત અને મક્કમ બેટિંગથી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર પૂજારા માટે હાલનો સમય તેના ટેસ્ટ કરિયરનો સૌથી ખરાબ સમય કહી શકાય. કારણ કે પૂજારાને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે અને હવે તે ટીમમાં ક્યારે કમબેક કરશે તે કહેવું મુશ્કેલ છે.

ફરી મેદાનમાં પૂજારા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતની હાર બાદ ટીકાઓનો સામનો કારનાર પૂજારાને BCCIએ ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ કરાયા બાદ અનેક સિનિયર અને પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ આ અંગે ટીકા કરી હતી, પરંતુ આ બધાથી વિપરીત પૂજારાએ બધી વાતો અને ટીકાઓને અવગણી ફરી મેદાનમાં ફરવાનો નિર્ણય કરી લીધો છે.

હાર માને એ બીજું કોઈ

પૂજારાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક video પોસ્ટ કર્યો હતો, જેમાં તે મેદાનમાં પ્રેક્ટિસ કરતો નજરે ચઢી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પૂજારાની આ પોસ્ટ પર લાઇક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે. ટીમમાંથી ડ્રોપ થવા છતાં કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના મેદાનમાં ફરી પ્રેક્ટિસ શરૂ કરનાર પૂજારાના આ અભિગમની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ BCCIનો યૂ ટર્ન, એશિયન ગેમ્સમાં ભાગ લેશે ટીમ ઇન્ડીયા, જાણો કયા ફોર્મેટમાં રમાશે મેચ

પૂજારાએ વીડિયો પોસ્ટ કરી

ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારાએ પહેલી પ્રતિક્રિયા આપી છે અને એક પણ શબ્દ બોલ્યા વિના તેણે ઘણું બધુ કહી દીધું છે. એક વીડિયો પોસ્ટ કરી તેણે ફેન્સને ક્રિકેટ પ્રત્યેની તેની નિષ્ઠા દર્શાવી દીધી હતી. પૂજારાએ ટેસ્ટ ટીમમાંથી ડ્રોપ થયા ના બીજા જ દિવસે ફરી ટીમમાં વાપસી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે અને મેદાનમાં ફરી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પૂજારા દુલિપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન તરફથી રમતો જોવા મળશે ત્યારે બધાની નજર તેના પ્રદર્શન પર જ રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">