AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPLમાં 7 કરોડ કમાનારા ખેલાડીએ બંગાળની ચૂંટણી જીતી

Bengal Election : બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામ 4 મેના રોજ આવી ગયા છે. જેમાં ભાજપે શાનદાર જીત નોંધાવી છે. ભાજપ માટે એક સીટ બંગાળની ચૂંટણીમાં એ ખેલાડીએ જીતી હતી. જેમણે આઈપીએલમાં 7 કરોડથી વધુની કમાણી કરી હતી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

Breaking News : IPLમાં 7 કરોડ કમાનારા ખેલાડીએ બંગાળની ચૂંટણી જીતી
| Updated on: May 05, 2026 | 10:34 AM
Share

આઈપીએલે અનેક ખેલાડીઓને કરોડપતિ બનાવ્યા છે. તેમાંથી એક નામ એ ભારતીય ક્રિકેટરનું સામેલ છે. જેમણે હવે રાજનીતિની પીચ પર ડંકો વગાડ્યો છે. બંગાળની ચૂંટણીમાં જીત મેળવી છે. ભારતના પૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બોલર રહી ચૂકેલા અશોક ડિંડાની. ક્રિકેટ રમતી વખતે ડિંડાએ પોતાની બોલિંગની સાથે બોલિંગ એક્શનને લઈને પણ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ હવે રાજનીતિની પીચ પર તે ભારતીય ક્રિકેટ ટીમને નહી પરંતુ ભારતીય જનતા પાર્ટીનો મહત્વનો ખેલાડી બન્યો છે.

બંગાળની ચૂંટણીમાં અશોક ડિંડાને કઈ સીટ પર જીત મળી?

4મેના રોજ બંગાળ વિધાનસભાની 293 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. ભાજપે 206 સીટ પર કબજો જમાવ્યો છે. જેમાંથી એક સીટ એ ભારતીય ક્રિકેટર અશોક ડિંડાના નામે રહી છે. આઈપીએલ કરિયરમાં 7 કરોડથી વધુની કમાણી કરનાર અશોક ડિંડાએ પશ્ચિમ બંગાળની મોયના સીટ પરથી 16241 મતથી જીત મેળવી છે. આ સતત બીજી વખત છે. જ્યારે અશોક ડિંડાએ બંગાળની આ સીટથી જીત મેળવી છે.

અશોક ડિંડાએ IPLમાંથી 7.63 કરોડ રૂપિયા કેવી રીતે કમાયા?

અશોક ડિંડાએ 2008 થી 2017 વચ્ચે 5 ટીમમાંથી આઈપીએલ રમી છે. 9 વર્ષના પોતાના કરિયરમાં તેમણે આ ભારતીય ટી20 લીગમાંથી કુલ 7.63 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જે 5 ટીમોથી મળનારી સેલેરી છે. ડિંડાની છેલ્લી આઈપીએલ સેલેરી 50 લાખ રુપિયા હતી. જે આઈપીએલ 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટસે રમવા માટે આપી હતી. તેની સૌથી વધારે સેલેરી આઈપીએલ 2012માં હતી. જે પુણે વોરિયર્સ ઈન્ડિયાનો ભાગ હતો. આઈપીએલ 2018ના ઓક્શનમાં અશોક ડિંડા અનસોલ્ડ રહ્યો હતો. તેમજ તેની સાથે આઈપીએલ કરિયરનો પણ અંત આવ્યો હતો. અશોક ડિંડાએ 2021માં પોતાના ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યું હતુ.

અશોક ડિંડાએ આઈપીએલ અને ટીમ ઈન્ડિયા માટે પ્રદર્શન

અશોક ડિંડા ભારતીય જનતા પાર્ટી માટે કમાલ કરતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે જલવો દેખાડ્યો હતો. તેમણે ભારત માટે 21 ઈન્ટરનેશલ મેચ રમી છે. જેમાં 29 વિકેટ પોતાને નામ કરી છે. આઈપીએલ 2008 થી 2017 વચ્ચે તેમણે 5 ટીમોમાંથી 78 મેચ રમી હતી. જેમાં 69 વિકેટ પોતાને નામ કરી છે. અશોક ડિંડાએ કોલકત્તા નાઈટ રાઈડર્સમાંથી આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ અને દિલ્હી કેપિટલ્સ, પુણે વોરિયર્સ, આરસીબી અને રાઈઝિંગ પુને સુપર જાયન્ટસ માટે રમ્યો હતો. આઈપીએલમાં તે પાવરપ્લે અને ડેથ ઓવર્સનો શાનદાર બોલર હતો. આઈપીએલમાં તેની ઈકોનમી 8.20 હતી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">