AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજીમાં શક્તિ-ભક્તિ અને સેવાનો રચાશે સમન્વય, ભાદરવી પૂનમે મા અંબાના દરબારમાં 40 લાખથી વધુ ભક્તો કરશે દર્શન- Video

અંબાજીમાં શક્તિ-ભક્તિ અને સેવાનો રચાશે સમન્વય, ભાદરવી પૂનમે મા અંબાના દરબારમાં 40 લાખથી વધુ ભક્તો કરશે દર્શન- Video

| Updated on: Sep 17, 2026 | 6:20 PM
Share

ભાદરવી પૂનમના મેળાને લઈને શક્તિપીઠ અંબાજીમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 20 સપ્ટેમ્બરથી આ પૂનમના આ મહામેળાની શરૂઆત થઈ જશે. ન માત્ર રાજ્ય પરંતુ દેશના ખૂણે-ખૂણેથી ભાવિ ભક્તો મા અંબાના દર્શને આવશે. ત્યાર આ વખતે 40 લાખથી વધુ ભક્તો માતાના દર્શને આવશે, તેવો અંદાજ સાથે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

અંબાજીમાં રચાશે, ભજન, ભોજન અને ભક્તિનો ત્રીવેણી સંગમ. ભક્તિ-શક્તિ અને સેવાના આ યજ્ઞમાં હર કોઈ પૂણ્યનું ભાથુ બાંધવા દેશના ખૂણેખૂણેથી આવી પહોંચે છે. અંબાજીમાં દર ભાદરવી પૂનમના દિવસે મહામેળો યોજાય છે. આ મહામેળામાં લાખો ભક્તો પગપાળા માતાના દર્શને આવે છે. ત્યારે આ પદયાત્રિકોને રસ્તામાં કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. બીજી તરફ અને અનેક સેવાભાવિ દાતા દ્વારા સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યાં પગપાળા આવતા યાત્રિકો રાતવાસો અને આરામ કરી શકે.

મા અંબાના દર્શને આવતા પદયાત્રિકોની સુવિધા માટે પોલીસ, આરોગ્ય વિભાગ, ફુડ વિભાગ સહિતના તમામ વિભાગો સજ્જ કરી દેવાયા છે. યાત્રિકોની ભોજન-પાાણીની સુવિધા માટે નિ:શુલ્ક ભોજન ભંડારા અનેક માર્ગો પર શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ શૌચાલય, અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 5 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં બોડીવોર્ન કેમેરા સહિત BDDS, ડોગ સ્ક્વોડ, ક્યુ.આર.ટી જેવી અનેક ટીમ મેળામાં પોતાની ફરજ બજાવી મેળો સુરક્ષિત બનાવશે. આ વખતે પણ 40 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી શક્યતાઓને લઇ તમામ યાત્રિકોની સુરક્ષાને આરોગ્ય લક્ષી તેમજ નિઃશુલ્ક ભોજન નિવાસ, નિઃશુલ્ક પાર્કિંગ, પાણી સહીતની અનેક પ્રકારની સુવિધાઓ આપવા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જેની માહિતી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવી હતી.

આગામી 20 થી 26 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં મહામેળો યોજાવાનો છે. લાખો પદયાત્રિકો આ મેળો મનાવવા દેશભરમાંથી આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર સામેનો હાઈવે સિંગલ પટ્ટી કરી દેવામાં આવશે. જે માર્ગની ડાબી બાજુએ દર્શનારથીઓ ચાલશે અને જમણી તરફ સરકારી તેમજ અન્ય જરૂરતમંદ વાહનો અંબાજીથી દાંતા અને દાંતાથી અંબાજી માટે ચાલુ રહેશે.

 

 

Viral Video: મિસ યૂનિવર્સ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ ફિલ્મોમાં નહીં ગૂગલમાં કરી રહી છે કામ, બેંગલુરુ સ્થિત ઓફિસનો વીડિયો કર્યો શેર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">