AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ

IPL Points Table 2026: પંજાબ કિંગ્સે પોતાની છેલ્લી લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટસને હરાવી પોઈન્ટ ટેબલામાં મોટી છલાંગ લગાવી છે. હવે તેની ટોપ -4માં એન્ટ્રી થઈ છે. લખનૌ સુપર જાયન્ટસ 10માં સ્થાન પર છે.

Breaking News : આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ
| Updated on: May 24, 2026 | 8:34 AM
Share

આઈપીએલ 2026ની ફાઈનલની તારીખ હવે નજીક આવી રહી છે. પરંતુ પ્લેઓફની ચોથી ટીમનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. આઈપીએલની 68મી મેચમાં લખનૌ સુપર જાયન્ટસ પર પંજાબ કિંગ્સની ધમાકેદાર જીતે પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનાવી છે. કેપ્ટન શ્રેયસ અય્યરની સદીથી પંજાબે માત્ર મેચ જીતી નથી પરંતુ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી ટોપ-4માં એન્ટ્રી કરી છે.

પંજાબ કિંગ્સે ટોપ-4માં એન્ટ્રી કરી

આ મેચમાં પંજાબ કિંગ્સ માટે જીત ખુબ જરુરી હતી. લખનૌ સુપર જાયન્ટસને હરાવ્યા બાદ પંજાબની 14 મેચમાં 7 જીત, 6 હાર અને 1 મેચનું પરિણામ આવ્યું ન હતુ.કુલ 15 પોઈન્ટ થયા છે. આ જીતની સાથે પંજાબે રાજસ્થાન રોયલ્સને પછાડી ચોથું સ્થાન મેળવ્યું છે. તેમજ તેના રન રેટમાં પણ સુધારો થયો છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સે 13 મેચમાં અત્યારસુધી 14 પોઈન્ટ થયા છે. પાંચમાં સ્થાન પર છે. રાજસ્થાન રોયલ્સ માટે તેની છેલ્લી લીગ મેચ હવે કરો યા મરો જેવી થઈ છે.

બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું,ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના 18-18 પોઈન્ટ સાથે પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે. આ ત્રણેય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ -3માં છે. પંજાબ સિવાય, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે રેસમાં છે.

અન્ય ટીમની કેવી હાલત જુઓ

પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ પણ પ્લેઓફની રેસમાં છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 13 મેચમાં 13 પોઈન્ટ છે. તે છઠ્ઠા સ્થાને છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 14 મેચમાં 12 પોઈન્ટની સાથે 7માં સ્થાને છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ 13 મેચમાં 12 પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સના 13 મેચમાં 8 પોઈન્ટ સાથે 9માં સ્થાને છે. તેમજ લખનૌ સુપર જાયન્ટસે પોતાની છેલ્લી લીગ મેચ હારી 8 પોઈન્ટની સાથે 10માં સ્થાન પર છે.

પ્લેઓફના છેલ્લા સ્થાન માટેની રેસ રોમાંચક બની છે, અને 24 મેના રોજ યોજાનારી મેચો મહત્વપૂર્ણ છે. આ મેચોના પરિણામો નક્કી કરશે કે પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ કોણ હશે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">