AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 છગ્ગા અને 15 ચોગ્ગા… અભિષેક શર્માએ 91 બોલમાં 233 રનની વિસ્ફોટક ઈનિંગ રમી, બેવડી સદી ફટકારીને બોલરોને બરાબરના ધોયા

ઝિમ્બાબ્વે પ્રવાસમાં નિષ્ફળ ગયા બાદ ટીકાઓનો સામનો કરી રહેલા ભારતીય ઓપનર અભિષેક શર્માએ પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. અભિષેકે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને માત્ર 91 બોલમાં 233 રનની વિસ્ફોટક ઈનિંગ રમી છે. આ ઐતિહાસિક સદી સાથે તેણે પોતાના આક્રમક ફોર્મમાં પાછા ફરવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.

25 છગ્ગા અને 15 ચોગ્ગા... અભિષેક શર્માએ 91 બોલમાં 233 રનની વિસ્ફોટક ઈનિંગ રમી, બેવડી સદી ફટકારીને બોલરોને બરાબરના ધોયા
| Updated on: Aug 03, 2026 | 12:54 PM
Share

ઝિમ્બાબ્વે પ્રવાસ પર સતત નિષ્ફળ રહ્યા બાદ ટીકાઓનો સામનો કરી રહેલા ભારતીય ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ પોતાની બેટિંગથી એવો જવાબ આપ્યો છે કે, જેણે સૌ કોઈને હેરાન કરી દીધા છે.

પંજાબ ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ સિનિયર વન-ડે ટૂર્નામેન્ટમાં અભિષેકે બોલરો પર એવો કહેર વર્તાવ્યો કે, ચોગ્ગા-છગ્ગાની વરસાદ થઈ ગઈ. તેણે માત્ર 91 બોલમાં 233 રન ફટકારીને ન માત્ર પોતાની વાપસીના સંકેત આપ્યા પરંતુ વિરોધી ટીમના બોલરોની પણ બરાબરની ખબર લીધી.

વન-ડેમાં ફટકારી ‘બેવડી સદી’

2 ઓગસ્ટે રમાયેલી પંજાબ સ્ટેટ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ સિનિયર વન-ડે લિમિટેડ ઓવર્સ ટૂર્નામેન્ટ 2026-27 ની મેચમાં અમૃતસર સિનિયર ટીમ તરફથી રમતા અભિષેક શર્માએ તરણતારણ સામે આ યાદગાર ઈનિંગ રમી હતી.

25 વર્ષના ડાબોડી બેટ્સમેને પોતાની 233 રનની ઈનિંગમાં 15 ચોગ્ગા અને 25 છગ્ગા ફટકાર્યા. ખાસ વાત એ છે કે, અભિષેક શર્માનો સ્ટ્રાઈક રેટ 256.04 ના આસપાસ રહ્યો હતો.

અભય ચૌધરી સાથે મળીને કરી 300+ રનની ભાગીદારી

અભિષેકે ઈનિંગની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને પ્રથમ વિકેટ માટે અભય ચૌધરી સાથે 305 રનની વિશાળ ભાગીદારી કરી. અભયે પણ શાનદાર બેટિંગ કરતા 85 બોલમાં 93 રન બનાવ્યા.

અભિષેક 25મી ઓવરના ચોથા બોલ પર આશિષ લોરેન્સનો શિકાર બન્યો પરંતુ ત્યાં સુધીમાં તે વિરોધી ટીમની આશાઓ લગભગ ખતમ કરી ચૂક્યો હતો.

તેની આ ઐતિહાસિક ઈનિંગના બળે અમૃતસર સિનિયરે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 533 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો. ટીમમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર બેટ્સમેન સલીલ અરોરા પણ હતો, જેણે ચોથા નંબરે બેટિંગ કરતા 18 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું.

અભિષેક શર્મા સામે એશિયન ગેમ્સનો પડકાર

અભિષેક શર્મા માટે આ ઈનિંગ એટલા માટે પણ ખાસ છે, કારણ કે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. ભારત તરફથી ત્રણેય T20I મેચ રમનાર અભિષેક માત્ર 1, 8 અને 2 રન જ બનાવી શક્યો હતો. તેની ખરાબ બેટિંગને લઈને ઘણી ટીકા થઈ હતી અને ICC T20 રેન્કિંગમાં ટોચના સ્થાનેથી લપસ્યા બાદ તેનો આત્મવિશ્વાસ પણ ડગમગી ગયો હતો.

જો કે, ઘરેલુ ક્રિકેટમાં રમાયેલી આ 233 રનની તોફાની ઈનિંગ તેની ફોર્મમાં વાપસીનો સંકેત માનવામાં આવી રહી છે. હવે ક્રિકેટ ફેન્સની નજર સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 પર હશે, જ્યાં અભિષેક ભારતીય ટીમ તરફથી રમતો જોવા મળશે.

Breaking News : શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ, આ છે મોટું કારણ

Follow Us
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?
4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા
4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...
g clip-path="url(#clip0_868_265)">