ગુજરાતમાં પૂરનું સંકટ: નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના પ્રકોપથી નવસારી ત્રીજી વખત ભયાવહ પૂરની ઝપેટમાં આવ્યું છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી વહી રહી છે, જેના કારણે શહેરનો 30% વિસ્તાર જળમગ્ન બન્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં સતત ત્રીજી વખત પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નવસારી શહેરનો લગભગ 30 ટકા વિસ્તાર જળમગ્ન બન્યો છે, જેના પગલે હજારો પરિવારોને સલામત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા હોવાથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ સામે 28 ફૂટે વહી રહી છે, જ્યારે અંબિકા નદીનું જળસ્તર 28 ફૂટની ભયજનક સપાટી વટાવી 35 ફૂટે પહોંચ્યું છે. ગણદેવી તાલુકામાં વાઘરેચ ટાઇડલ ડેમનો ડ્રેન પાળો તૂટતા કાવેરી નદીના પાણી ગામોમાં ફરી વળ્યા છે. શાંતાદેવી વિસ્તારમાં 12 ફૂટ પાણી વચ્ચે ફસાયેલા એક દર્દીને ફાયર બ્રિગેડ દ્વારા જીવના જોખમે સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા હતા. જિલ્લામાં કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં વાંસદા અને ગણદેવી તાલુકાના ગામો સૌથી વધુ અસરગ્રસ્ત છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
રાજ્યના 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી

