AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધ્રાંગધ્રામાં મેગા રેસ્ક્યૂ ઓપરેશન ! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા, જુઓ-Video

Breaking News : ધ્રાંગધ્રામાં મેગા રેસ્ક્યૂ ઓપરેશન ! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા, જુઓ-Video

| Updated on: Aug 02, 2026 | 12:14 PM
Share

ગરનાળામાંથી પસાર થઈ રહેલા આશરે 50 જેટલા લોકો અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં વચ્ચે જ ફસાઈ ગયા હતા. જે બાદ સ્થાનિકોએ તમામે તમામ લોકોનું ભારે જહેમત સાથે રેસક્યૂ કર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ધ્રાંગધ્રાના આંબેડકર નગર નજીક આવેલા રેલવે ગરનાળા પાસે મોટી દુર્ઘટના ટળી હતી. ગરનાળામાંથી પસાર થઈ રહેલા આશરે 50 જેટલા લોકો અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં વચ્ચે જ ફસાઈ ગયા હતા. જે બાદ સ્થાનિકોએ તમામે તમામ લોકોનું ભારે જહેમત સાથે રેસ્ક્યુ કર્યા હતા.

ધ્રાંગધ્રામાં સ્થાનિકો દ્વારા મેગા રેસ્ક્યુ ઓપરેશન

મળતી માહિતી મુજબ આંબેડકર નગર નજીક રેલવે ગરનાળામાં 50 જેટલા લોકો ફસાઈ ગયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કોઈપણ સરકારી તંત્રની રાહ જોયા વિના સ્થાનિકોએ દોરડાની મદદથી એક પછી એક તમામ લોકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

50 લોકોને ગરનાળામાંથી સુરક્ષિત બહાર કઢાયા

સ્થાનિકોની સમયસૂચકતા અને હિંમતને કારણે મોટી જાનહાનિ ટળી હતી. સમગ્ર રેસ્ક્યુ દરમિયાન ફસાયેલા તમામ લોકોને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ભારે વરસાદે સુરેન્દ્રનગરમાં તારાજી સર્જી

ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને ગરનાળાઓમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો હોવાથી તંત્ર દ્વારા લોકોને આવા સ્થળોએથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોના આ સાહસની વિસ્તારમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

વરસાદમાં કેટલા ઊંડા પાણીમાં ચલાવી શકો છો કાર ? આ લેવલ બાદ તરત જ બંધ કરી દેજો એન્જિન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">