AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ચેસ્ટ દબાવી અને મહિનામાં 5-6 રાત સુવાની માગ કરી…’, એક ઘરડા જજે આકાંક્ષા ચૌધરી પાસે કરી ‘ગંદી ડિમાન્ડ’

રિયાલિટી શો 'લૉક અપ 2' ની સ્પર્ધક આકાંક્ષા ચૌધરીએ પોતાની જિંદગીના એક કડવા અનુભવનો ખુલાસો કર્યો છે. Show ના સ્ટેજ પર તેણે જણાવ્યું કે, મોડેલિંગના દિવસોમાં તે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી, જ્યાં ઈન્ડસ્ટ્રીના એક જાણીતા જજે મદદના બદલામાં તેની સામે અયોગ્ય શરતો મૂકી હતી.

'ચેસ્ટ દબાવી અને મહિનામાં 5-6 રાત સુવાની માગ કરી...', એક ઘરડા જજે આકાંક્ષા ચૌધરી પાસે કરી 'ગંદી ડિમાન્ડ'
| Updated on: Aug 12, 2026 | 8:39 PM
Share

રિયાલિટી શો લૉક અપ 2 (Lock Upp 2) તેના ફિનાલે વીકમાં આવી ગયો છે. Show ને ટૂંક સમયમાં જ વિનર મળી જશે પરંતુ તે પહેલાં સ્પર્ધકો પોતાના ખુલાસા કરી રહ્યા છે. અત્યાર સુધી Show માં ઘણા સ્પર્ધકોએ જણાવ્યું છે કે, નાનપણમાં તેમનું શોષણ (મોલેસ્ટ) થયું હતું અને હવે આકાંક્ષા ચૌધરીએ પોતાની જિંદગીનો ડાર્ક સિક્રેટ ખોલી દીધો છે.

આકાંક્ષા ચૌધરીએ (Akanksha Choudhary) જણાવ્યું છે કે, તે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચૂકી છે અને એક જજે જ તેની પાસે મહિનામાં ત્રણથી ચાર વાર સાથે સૂવાની ડિમાન્ડ રાખી હતી. આ શખ્સ સાથે આકાંક્ષાએ કેવી રીતે ડીલ કરી? આ વાતનો ખુલાસો પણ એક્ટ્રેસે લૉક અપ 2માં જ કર્યો.

આકાંક્ષા ચૌધરી પાસે ‘ઘરડા જજે’ કરી ‘ગંદી ડિમાન્ડ’

આકાંક્ષા ચૌધરી રિયાલિટી Show લૉક અપ 2માંથી બહાર આવી ચૂકી છે. ફિનાલે વીક પહેલાં તેનું ઈવિક્શન થયું પરંતુ Show માંથી બહાર આવતા પહેલાં આકાંક્ષાએ પોતાની જિંદગીનું એક સિક્રેટ સ્ટેજ પર બધાની સામે ખોલ્યું. અહીં આકાંક્ષાએ જણાવ્યું કે, તે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચૂકી છે અને આ બધું ત્યારે થયું જ્યારે તે મોડેલિંગ કરતી હતી.

આકાંક્ષા ચૌધરીએ જણાવ્યું કે, તેને બ્યુટી પેજન્ટના ખર્ચ માટે 1-2 લાખ રૂપિયાની જરૂર હતી અને તેનો પરિવાર આ ખર્ચ ઉપાડી શકે તેમ નહોતો. આ જ કારણે તે મદદ માટે ઈન્ડસ્ટ્રીના જાણીતા શખ્સ પાસે ગઈ. તે એ શખ્સને ઘણા વર્ષોથી ઓળખતી હતી. એ શખ્સે ઘણા પેજન્ટ જજ પણ કર્યા હતા. તેણે ઘણા લોકોની મદદ કરી હતી અને આ જ કારણે તે એ શખ્સ પાસે મદદ માટે ગઈ હતી.

આકાંક્ષા ચૌધરીને મળી હતી ‘ધમકી’

આકાંક્ષા ચૌધરીએ કહ્યું, ‘મેં તેની પાસે મદદ માંગી અને તેને કહ્યું કે, હું તેના માટે બે-ત્રણ મહિના નોકરી કરી લઈશ. એ વ્યક્તિ માની ગયો અને તેણે મને પોતાના ઘરે બોલાવી. હું પહેલાં પણ તેના ઘરે જઈ ચૂકી હતી, તેથી મેં ત્યાં જતા પહેલાં ફરી વિચાર્યું નહીં. એવામાં જ્યારે હું ગઈ તો તેણે પહેલાં મને ભેટી પડવા માટે એપ્રોચ કર્યો પરંતુ ભેટવાને બદલે તેને ધક્કો માર્યો. ત્યારે તેણે મને પકડી લીધી અને ચેસ્ટ દબાવી. તે ખૂબ ઘરડા હતા, તેથી મેં તેમનો હાથ પકડ્યો અને ઝાટકો માર્યો. તેમણે કહ્યું કે, હું તને આટલા પૈસા આપી રહ્યો છું પરંતુ બદલામાં તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે. તેમણે મને આખી એવી ટાઈમલાઈન આપી દીધી હતી કે, એક મહિનામાં તારે 5-6 વાર કરવું પડશે. મેં તેમની વાત ન માની તો તે ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે મને ધમકી આપી હતી.’

Breaking News : કંગના રનૌત એક્સ બોયફ્રેન્ડ ઋતિક રોશન પર ગુસ્સે થઈ, ગર્લફ્રેન્ડ સબા આઝાદને પણ વચ્ચે લીધી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">