AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોલકાતા-ગુજરાતે જીતી મેચ, ડબલ હેડર બાદ પોઈન્ટ ટેબલમાં ન થયો ફેરફાર

IPL 19 Points Table : કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી સીઝનની ત્રીજી જીત મેળવી છે. ગુજરાતે પંજાબ કિંગ્સને હરાવી જીતની સિક્સ ફટકારી છે. રવિવારે ડબલ હેડર બાદ પોઈન્ટ ટેબલમાં શું ફેરફાર થયો ચાલો જોઈએ.

Breaking News : કોલકાતા-ગુજરાતે જીતી મેચ, ડબલ હેડર બાદ પોઈન્ટ ટેબલમાં ન થયો ફેરફાર
| Updated on: May 06, 2026 | 9:56 AM
Share

આઈપીએલ 2026માં 3 મેના રોજ ડબલ હેડર મેચ રમાઈ હતી. પહેલી મેચમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામે હતી. બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની ટકકર જોવા મળી હતી. પરંતુ ડબલ હેડર મેચ બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સે પોતાની મેચ જીતી પરંતુ કોઈ ફાયદો થયો નથી.

પોઈન્ટ ટેબલમાં ન થયો ફેરફાર

પહેલી મેચમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હાર આપી છે. આ સીઝનમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સે ત્રીજી જીત મેળવી છે. તેમણે કુલ 9 મેચ રમી છે અને હવે કુલ 7 પોઈન્ટ થયા છે. તેની એક મેચ વરસાદમાં ધોવાય હતી. આ 7 પોઈન્ટની સાથે તે 8માં સ્થાને છે. બીજી બાજુ સનરાઈઝર્સ હૈદરાબાદને 10મી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તે 12 પોઈન્ટની સાથે હજુ ત્રીજા સ્થાને છે પરંતુ નેટ રન રેટમાં તેને નુકસાન થયું છે.

બીજી બાજુ ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સ વિરુદ્ધ 4 વિકેટથી જીત મેળવી છે. આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સની 10 મેચમાં છઠ્ઠી જીત છે. પરંતુ તેમ છતાં તે 5માં સ્થાને છે. તેના સિવાય 3 ટીમો 12-12 પોઈન્ટ છે. પરંતુ તે નેટ રન રેટના કારણે ગુજરાત ટાઈટન્સથી આગળ છે. આ મેચ પહેલા ગુજરાત ટાઈટન્સનો નેટ રન રેટ -0.192 હતો જે હવે -0.147થયો છે. પંજાબ કિંગ્સને 9 મેચમાં બીજી હાર મળી છે. તેની એક મેચ વરસાદમાં ધોવાય હતી. જેના કારણે તે હજુ 13 પોઈન્ટ સાથએ ટોપ પર છે તેનો નેટ રન રેટ 1.043 થી ઘટી 0.855 થયો છે.

અન્ય ટીમોની હાલત?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંની ટીમ 9 મેચમાં 12 પોઈન્ટની સાથે બીજા નંબર પર છે. તેનો નેટ રન રેટ 1.420 છે. તો રાજસ્થાન રોયલ્સ 10 મેચમાં 12 પોઈન્ટની સાથે ચોથા સ્થાને છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સની 9 મેચમાં 8 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. દિલ્હી હજુ પણ 9 મેચમાં 8 પોઈન્ટ છે અને તે 7માં સ્થાને છે. મુંબઈ 9મેચમાં 2 જીત સાથએ 9માં સ્થાને લખનૌ 8 મેચમાં 2 જીત સાથે 10માં સ્થાને છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">