AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હાર્દિક પંડ્યાએ બેઝબોલ ચેલેન્જમાં મિસ્ટર બીસ્ટને હરાવીને લાખો રૂપિયા જીત્યા, જરૂરિયાતમંદોને દાનમાં આપ્યા

હાર્દિક પંડ્યાએ બેઝબોલ હોમ રન ચેલેન્જમાં મિસ્ટરબીસ્ટને હરાવીને મોટી રકમ જીતી. ભારતના આ ઓલરાઉન્ડરે પોતાની જીતેલી રકમ જરૂરિયાતમંદ શ્વાનો અને વંચિત બાળકોને મદદ કરતી ચેરિટી સંસ્થાઓને દાનમાં આપી દીધી.

Breaking News : હાર્દિક પંડ્યાએ બેઝબોલ ચેલેન્જમાં મિસ્ટર બીસ્ટને હરાવીને લાખો રૂપિયા જીત્યા, જરૂરિયાતમંદોને દાનમાં આપ્યા
Image Credit source: AI
| Updated on: Nov 02, 2026 | 2:09 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટના મેદાન થી દુર છે, પરંતુ સતત ચર્ચામાં રહે છે. આ વખતે હાર્દિક પંડ્યા પોતાના ક્રિકેટ બેટ નહી પરંતુ બેસબોલ બેટથી કમાલ દેખાડવાને લઈ ચર્ચામાં છે. તેમણે ફેમસ કન્ટેટ ક્રિએટર મિસ્ટર બિસ્ટની સાથે બેસબોલ ચેલેન્જમાં ભાગ લીધો હતો. અંદાજે 94.4 લાખ રુપિયા પોતાને નામ કર્યા હતા. મહત્વની વાત એ હતી કે, હાર્દિક પંડ્યાએ જીતેલી રકમ ચેરિટીમાં દાન કરી છે.

મિસ્ટર બીસ્ટના બેસબોલ ચેલેન્જમાં ભાગ લીધો

મિસ્ટર બીસ્ટે પોતાનો એક વીડિયો માટે અલગ અલગ ક્ષેત્રમાં ફેમસ હસ્તીઓને સામેલ કરી હતી. જેમાં ક્રિકેટ જગતથી હાર્દિંક પંડ્યાને તક મળી હતી. આ પડકારમાં સ્પર્ધકો બેસબોલ બેટથી બોલને મેદાનની બહાર પહોચાડવાનો હતો. મેચમાં વાધેર રન બનાવનાર ખેલાડી વિજેતા બન્યો હતો. હાર્દિકે શાનદાર પ્રદર્શન કરી મિસ્ટર બીસ્ટને પાછળ છોડ્યો હતો અને અંદાજે 94.9 લાખ રુપિયાની પ્રાઈઝ મની જીતી હતી.

જરુરિયાત લોકોને રકમ દાનમાં આપી

હાર્દિક પંડ્યાએ આ જીત માત્ર સફળતા સુધી સીમિત રાખી ન હતી. પરંતુ તેમણે જીતેલી રકમ ગરીબ બાળકોના કલ્યાણ અને જરુરિયાતમંદ શ્વાનની દેખરેખ માટે કામ કરનારી અનેક સંસ્થાઓને દાન કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં તેના આ કામના વખાણ કરવામાં આવી રહ્યા છે.

ઈજાના કારણે હાર્દિક પંડ્યા ક્રિકેટથી દુર

હાર્દિક પંડ્યા હાલમાં ઈજાના કારણે ક્રિકેટથી દુર છે. તે છેલ્લી વખત ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ભારતીય ટીમ સામે રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક મેચ રમી હતી. ઈજાના કારણે હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન વિરુદ્ધ ઘરેલું સીરિઝ સિવાય આયરલેન્ડ, ઝિમ્બાબ્વે, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝમાંથી બહાર છે.

 ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">