AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ના સદી, ના અડધી સદી… તેમ છતાંય ક્રિસ ગેલના ખાસ ક્લબમાં જોડાયો ‘મિશેલ માર્શ’

ચેન્નાઈ સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર મિશેલ માર્શનું બેટ ભલે શાંત રહ્યું હોય પણ તેણે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ટૂંકમાં, મિશેલ માર્શનું નામ 'ક્રિસ ગેલ' જેવા દિગ્ગજ ખેલાડીઓની ખાસ યાદીમાં જોડાઈ ગયું છે.

Breaking News: ના સદી, ના અડધી સદી... તેમ છતાંય ક્રિસ ગેલના ખાસ ક્લબમાં જોડાયો 'મિશેલ માર્શ'
| Updated on: May 10, 2026 | 6:03 PM
Share

લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર જોશ ઈંગ્લિસે રવિવારે ચેપોકમાં રમાઈ રહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી. જો કે, આ દરમિયાન ઈંગ્લિસનો ઓપનિંગ જોડીદાર મિશેલ માર્શ માત્ર 10 રન બનાવીને જ દિગ્ગજોની યાદીમાં જોડાઈ ગયો હતો.

ઈંગ્લિસે પ્રથમ ઓવરથી જ તોફાની બેટિંગ કરી હતી, જેના કારણે માર્શને વધુ હાથ ખોલવાની તક મળી ન હતી. અંશુલ કંબોજે તેને છઠ્ઠી ઓવરના પ્રથમ બોલે આઉટ કર્યો હતો. માર્શે 10 બોલમાં 10 રન બનાવ્યા, જેમાં એક સિક્સ પણ ફટકારી છે. આ નાનકડી ઈનિંગ દરમિયાન જ માર્શે એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી.

માર્શે પૂરા કર્યા 1000 રન

આ ઈનિંગ દરમિયાન માર્શે લખનૌ તરફથી રમતા પોતાના 1000 આઈપીએલ રન પૂરા કરી લીધા છે. આ માટે તેણે 24 ઈનિંગ્સનો સમય લીધો હતો. માર્શ આઈપીએલમાં કોઈ એક ટીમ માટે સૌથી ઓછી ઈનિંગ્સમાં એક હજાર રન બનાવનાર સંયુક્ત રીતે ચોથો બેટ્સમેન બની ગયો છે. આ મામલે પ્રથમ નંબરે ક્રિસ ગેલ છે, જેણે RCB તરફથી રમતા 20 ઈનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા.

બીજા નંબરે શોન માર્શ છે, જેણે પંજાબ માટે 21 ઈનિંગ્સમાં આ પરાક્રમ કર્યું હતું. લેન્ડલ સિમન્સે મુંબઈ ઈન્ડિયન્સ અને કેએલ રાહુલે પંજાબ માટે 23-23 ઈનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા. ડેવન કોનવેએ ચેન્નાઈ અને રાહુલે દિલ્હી કેપિટલ્સ માટે 24 ઈનિંગ્સમાં આ કામ કર્યું હતું. જો કે, હવે આ બંનેની સાથે માર્શનું નામ પણ જોડાઈ ગયું છે. આ ત્રણેય સંયુક્ત રીતે ચોથા ક્રમે છે.

ઈંગ્લિસની તોફાની ફિફ્ટી

માર્શે ભલે પોતાના નામે મોટો રેકોર્ડ કર્યો હોય પણ અસલી જલવો તો ઈંગ્લિસનો જ રહ્યો હતો. આ બેટ્સમેને માત્ર 17 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી, જે લખનૌ માટે આઈપીએલમાં ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. આનાથી પહેલા નિકોલસ પૂરને લખનૌ માટે 15 અને 16 બોલમાં ફિફ્ટી બનાવી છે. ઈંગ્લિસ સદી તરફ જતો જણાતો હતો પરંતુ 10મી ઓવરના બીજા બોલે જેમી ઓવરટને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. જમણા હાથના આ તોફાની બેટ્સમેને 33 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 85 રનની આક્રમક ઈનિંગ રમી હતી.

Breaking News: લખનૌના ઓપનરે CSK ના બોલરોને રીતસરના ધોઈ નાખ્યા, પાવરપ્લેમાં જ રચી કાઢ્યો ‘ઇતિહાસ’

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">