AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લખનૌના ઓપનરે CSK ના બોલરોને રીતસરના ધોઈ નાખ્યા, પાવરપ્લેમાં જ રચી કાઢ્યો ‘ઇતિહાસ’

IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સના એક બેટ્સમેને ચેન્નાઈ સામે તોફાની બેટિંગ કરીને મેદાન ગજવ્યું છે. તેણે માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારીને નિકોલસ પૂરનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Breaking News: લખનૌના ઓપનરે CSK ના બોલરોને રીતસરના ધોઈ નાખ્યા, પાવરપ્લેમાં જ રચી કાઢ્યો 'ઇતિહાસ'
Image Credit source: Cricinfo
| Updated on: May 10, 2026 | 5:33 PM
Share

લખનૌ સુપર જાયન્ટ્સના જોશ ઇંગ્લિસે (Josh Inglis) ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2026ના 53માં મુકાબલામાં 10 બાઉન્ડ્રી સાથે તોફાની અડધી સદી ફટકારીને નિકોલસ પૂરનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઇંગ્લિસે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેના બેટથી 4 છગ્ગા અને 6 ચોગ્ગા નીકળ્યા હતા. આ રીતે તેણે ફિફ્ટી સુધી પહોંચવા માટે 10 બાઉન્ડ્રી ફટકારી હતી.

પૂરનનો રેકોર્ડ તોડ્યો

હવે જોશ ઇંગ્લિસ લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે નિકોલસ પૂરનનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અગાઉ લખનૌ માટે ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પૂરનના નામે હતો. પૂરને વર્ષ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

નોંધનીય બાબત એ છે કે, લખનૌ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પૂરનના નામે જ નોંધાયેલો છે. ઇંગ્લિસની 17 બોલની ફિફ્ટી પહેલા લખનૌ માટે 5 સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ નિકોલસ પૂરનના નામે જ હતો. હવે જોશ ઇંગ્લિસ આ લિસ્ટમાં ત્રીજા નંબરે આવી ગયો છે.

લખનૌ માટે સૌથી ઝડપી 50 રન (બોલના આધારે)

  • 15 – નિકોલસ પૂરન વિ. આરસીબી, બેંગલુરુ, 2023
  • 16 – નિકોલસ પૂરન વિ. એમઆઈ, મુંબઈ ડબલ્યુએસ, 2026
  • 17 – જોશ ઇંગ્લિસ વિ. સીએસકે, ચેન્નાઈ, 2026
  • 18 – નિકોલસ પૂરન વિ. એસઆરએચ, હૈદરાબાદ, 2025
  • 19 – નિકોલસ પૂરન વિ. એમઆઈ, મુંબઈ, 2024

પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો

IPL પાવરપ્લેમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે. રૈનાએ 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા પંજાબ કિંગ્સ સામે 25 બોલમાં 87* રન બનાવ્યા હતા. હવે ઇંગ્લિસ આ યાદીમાં ચોથા નંબરે આવી ગયો છે. ઇંગ્લિસે 25 બોલમાં 77* રન બનાવી લીધા છે.

ઓવર 1-6 માં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર (IPL)

  1. 87*(25) – સુરેશ રૈના વિ. પંજાબ કિંગ્સ, મુંબઈ, 2014
  2. 84*(26) – ટ્રેવિસ હેડ વિ. દિલ્હી કેપિટલ્સ, દિલ્હી, 2024
  3. 78*(24) – જેક ફ્રેઝર-મેકગર્ક વિ. મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી, 2024
  4. 77(25) – જોશ ઇંગ્લિસ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ, ચેન્નાઈ, 2026*
  5. 74*(25) – એડમ ગિલક્રિસ્ટ વિ. દિલ્હી કેપિટલ્સ, સેન્ચુરિયન, 2009
  6. 71*(23) – પ્રભસિમરન સિંહ વિ. પંજાબ કિંગ્સ, દિલ્હી, 2026

Breaking News : શું ભગવાન કૃષ્ણ ક્રિકેટ રમતા હતા, જુઓ વીડિયો

Follow Us
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામમાં જીવલેણ હુમલો, જુઓ Video
કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામમાં જીવલેણ હુમલો, જુઓ Video
ગુજરાતમાં ગરમીનો કહેર વધશે! આગામી 6 દિવસ હિટવેવની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર વધશે! આગામી 6 દિવસ હિટવેવની આગાહી
પાલનપુરમાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ! કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવ્યા
પાલનપુરમાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ! કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">