જળસંકટના ભણકારા વચ્ચે, ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણીનો જથ્થો બચ્યો છે. હાલ ડેમની સપાટી 607 ફૂટ પર પહોંચી ગઈ છે. ત્યારે જો આગામી સમયમાં વરસાદ નહીં થાય તો જળસંકટ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
સામાન્ય રીતે દર વર્ષે શ્રાવણ મહિના સુધીમાં ધરોઈ ડેમ 70 થી 80 ટકા ભરાઈ જતો હોય છે. પરંતુ આ વર્ષે ઓછા વરસાદના કારણે ડેમ ભરાયો નથી. અત્યારે ધરોઈ ડેમની જળ સપાટી 607 ફૂટ પર પહોંચી છે. જો ટકાવારીની દ્રષ્ટિએ જોઈતો ડેમમાં માત્ર 51% ટકા જેટલું પાણી છે. આગામી સમયમાં સારો વરસાદ થાય તો ડેમમાં પાણીની આવક વધી શકે તેમ છે.
અપેક્ષા કરતા ઓછો વરસાદ પડવાના કારણે હાલની પરિસ્થિતિમાં ખેતીમાં સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. સરકાર તરફથી પણ સિંચાઈ માટે પાણી છોડવા અંગે હાલ પૂરતી કોઈ જ સૂચના મળી નથી. જોકે, રાહતની વાત એ છે કે પીવા માટે ડેમમાં પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. જેથી આગામી ડિસેમ્બર મહિના સુધી પીવાના પાણી માટે કોઈ પ્રશ્ન નથી.
ધરોઈ ડેમમાંથી ઉત્તર ગુજરાતના કુલ 20 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં કડી, બેચરાજી અને જોટાણા તાલુકા સિવાયના તમામ તાલુકાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બનાસકાંઠાના વડગામ અને દાંતા, પાટણના સિદ્ધપુર અને ચાણસ્મા તેમજ સાબરકાંઠાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે.
શું નાસ્તિક દેશ ચીન ભારતીયોની કૈલાશ માનસરોવર યાત્રાને વિદેશનીતિના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યુ છે ?
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
