AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આદિત્ય ધરની ‘Dhurandhar’ માં નથી કોઈ દમ? તિગ્માંશુ ધૂલિયાના નિવેદને સળગાવી આગ, ફેન્સે કહ્યા ‘નારાજ ફૂવા’

બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ સીરિઝ 'ધુરંધર' ભલે બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી રહી હોય પરંતુ ઈન્ડસ્ટ્રીના જ કેટલાક મોટા નામોને આ ફિલ્મ જરાય પચી નથી. તાજેતરમાં જ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ બોલિવૂડની વાર્તાઓની ખામીઓ ગણાવતા 'ધુરંધર' ની વાર્તાની સખત ટીકા કરી રહ્યા છે.

આદિત્ય ધરની 'Dhurandhar' માં નથી કોઈ દમ? તિગ્માંશુ ધૂલિયાના નિવેદને સળગાવી આગ, ફેન્સે કહ્યા 'નારાજ ફૂવા'
| Updated on: Sep 08, 2026 | 9:40 PM
Share

બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ધરની સુપરહિટ ફિલ્મ સીરિઝ ‘ધુરંધર’ ઘણા લોકોના ગળે નથી ઊતરી રહી. ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોએ આની ટીકા કરી છે, જેના કારણે હલચલ મચી ગઈ છે. કરોડોની કમાણી કરનારી ‘ધુરંધર’ સીરિઝને લઈને બોલિવૂડમાં આટલી બેચેની કેમ છે? આ તો કોઈને ખબર નથી પરંતુ એવું લાગી રહ્યું છે કે, આવનારા દિવસોમાં પણ આ બેચેની ખતમ થવાની નથી.

ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયા પણ હવે આ લિસ્ટમાં જોડાઈ ચૂક્યા છે, જેમને ‘ધુરંધર’ કંઈ ખાસ નથી લાગી. તિગ્માંશુ ધૂલિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ‘ધુરંધર’ ની વાર્તાની ટીકા કરતા દેખાઈ રહ્યા છે.

Tigmanshu Dhulia ને બકવાસ લાગી Dhurandhar ની વાર્તા

તિગ્માંશુ ધૂલિયાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે કોઈ સેમિનારનો લાગી રહ્યો છે. ત્યાં તેમને બોલવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં તેઓ કહેતા દેખાઈ રહ્યા છે કે, તેમને ‘ધુરંધર’ ની વાર્તા કંઈ ખાસ નથી લાગી.

તિગ્માંશુ ધૂલિયા બોલી રહ્યા છે, “ધુરંધરની વાર્તા તમે કહી જ નહીં શકો… એક અંડરકવર માણસ છે, જે પાકિસ્તાન જાય છે અને ત્યાં જઈને તબાહી મચાવી દે છે. બોલિવૂડમાં વાર્તાઓ ખતમ થઈ ગઈ છે. કોઈ નવી વાર્તા સંભળાવી નથી રહ્યું. એક તો નવી વાર્તા કોઈ સંભળાવવા નથી માગતું અને જો કોઈ નવી વાર્તા સંભળાવવા માગશે તો તેને ચાન્સ આપવામાં નહીં આવે. એવામાં જ્યારે એક્સ્ટ્રીમ કેપિટલિઝમ (અતિશય મૂડીવાદ) આવી જાય છે, ત્યારે આવું જ થાય છે. હવે મારા શહેર અલ્હાબાદને જ લઈ લો, જેની પોતાની એક ઓળખ હતી. આજે તે તેવું નથી દેખાતું. અલ્હાબાદમાં પણ એ જ ગાડીઓ છે… એ જ મોલ છે. તે શહેરનું કેરેક્ટર (ઓળખ) જ ખતમ કરી દેવામાં આવ્યું છે.”

ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયાનું આ નિવેદન એ લોકોના ગળે નથી ઊતરી રહ્યું, જેમને ‘ધુરંધર’ પસંદ આવી છે. આવા લોકો સતત તિગ્માંશુને ‘નારાજ ફૂવા’ ગણાવી રહ્યા છે.

‘Student Of The Year 3’ માં જોવા મળશે કોલેજ લાઈફનું ‘કાળું સત્ય’, શનાયા કપૂરને માથે ‘મોટી જવાબદારી’

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">