Breaking News : આસારામને રાહત નહીં, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી
જોધપુર જેલમાં બંધ આસારામે જામીન માટે કરી હતી અરજી, હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે રાહત આપવાનો કર્યો ઇનકાર
જોધપુર જેલમાં બંધ દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામને વધુ એક વખત હાઇકોર્ટમાંથી રાહત મળી નથી. આસારામ દ્વારા જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે અરજી પર સુનાવણી કર્યા બાદ તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.
આસારામની જામીન અરજીનો સરકાર તરફથી સરકારી વકીલ (GP) હાર્દિક દવેએ વિરોધ કર્યો હતો. સુનાવણી દરમિયાન હાર્દિક દવેએ કોર્ટ સમક્ષ સરકાર તરફની રજૂઆતો કરી હતી અને આસારામને જામીન ન આપવા માટે દલીલો રજૂ કરી હતી.
હાઇકોર્ટની ડિવિઝનલ બેન્ચે સરકાર તરફથી કરવામાં આવેલી રજૂઆતો અને સમગ્ર મામલાને ધ્યાને લીધા બાદ આસારામને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આ સાથે આસારામને વધુ એક વખત હાઇકોર્ટમાંથી રાહત મળી નથી.
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ

