AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: જિંદગી સસ્તી કે સફરની મજબૂરી ? ટ્રેનની પટરીઓથી લઈને થાંભલા સુધી લટક્યા મુસાફરો, દૃશ્યો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

સોશિયલ મીડિયા પર એક એવો વાયરલ વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈને કોઈના પણ હોશ ઊડી જાય. ટ્રેનમાં ઠસોઠસ ભીડ હોવાને કારણે લોકો પોતાની જાન જોખમમાં મૂકીને થાંભલા અને દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આ વીડિયોમાં મુસાફરોની એવી લાચારી અને બેદરકારી જોવા મળી છે કે, જે કોઈના પણ રૂવાડાં ઊભા કરી શકે છે.

Trending Video: જિંદગી સસ્તી કે સફરની મજબૂરી ? ટ્રેનની પટરીઓથી લઈને થાંભલા સુધી લટક્યા મુસાફરો, દૃશ્યો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે
| Updated on: Sep 08, 2026 | 7:46 PM
Share

સોશિયલ મીડિયાની દુનિયામાં એકથી એક અનોખા વીડિયો (Trending Video) શેર થતા રહે છે. કેટલાક વીડિયો એવા હોય છે કે, જેને જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આ સિવાય ઘણી એવી તસવીરો અને વીડિયો જોવા મળે છે, જે માણસને વિચારવા પર મજબૂર કરી દે છે.

તાજેતરમાં બાંગ્લાદેશથી એક એવો વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈને તમે તમારા ‘આંગળા’ દાંત વચ્ચે દબાવી લેશો. ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મુસાફરોની એવી લાચારી અને બેદરકારી જોવા મળી છે, જે કોઈના પણ રૂવાડાં ઊભા કરી શકે છે.

રેલવે સ્ટેશનનું ભયાનક દ્રશ્ય દેખાયું

વાયરલ થઈ રહેલા આ 21 સેકન્ડના વીડિયોમાં એક રેલવે સ્ટેશનનું ભયાનક દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ટ્રેન ડબ્બાઓથી લઈને છત સુધી ઠસોઠસ ભરેલી છે. અંદર જગ્યા ન મળવાને કારણે લોકો ટ્રેનની બહાર લાગેલા થાંભલાઓ, લોખંડના પાઈપો અને દરવાજા પર કરોળિયાની જેમ ચોટેલા જોવા મળી રહ્યા છે.

હદ તો ત્યારે થઈ જાય છે, જ્યારે લોકો છત પર પહોંચવા માટે સ્ટેશનના પોલ અને થાંભલા પર લટકી-લટકીને ઉપર ચડી રહ્યા છે. આ જોખમી મુસાફરીમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ મહિલાઓ અને બાળકો પણ પોતાનો જીવ જોખમમાં મૂકતા દેખાઈ રહ્યા છે. ટ્રેનની નીચે પટરીઓ પર સામાન વિખરાયેલો પડ્યો છે અને લોકો એકબીજાને ખેંચીને ઉપર ચડાવવાની હોડમાં લાગેલા છે.

કેમેરામાં કેદ થયું ‘ખતરનાક દ્રશ્ય’

વીડિયો જોઈને એક ક્ષણ માટે તમે પણ જરૂર સહેમી ગયા હશો. વિચારતા હશો કે, આ તો ખરેખર હદ છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. X પર આ વીડિયો gharkekalesh નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં વીડિયો પર લોકો જમકે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ઘણા યુઝર્સે આને રેલવે પ્રશાસનની ભારે નિષ્ફળતા ગણાવી, તો કેટલાકે આને મુસાફરોની મજબૂરી ગણાવી. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, આ ટ્રેનની મુસાફરી છે કે કોઈ પોલ ડાન્સિંગની કોમ્પિટિશન? લોકો પોતાનો જીવ હથેળી પર રાખીને ફરી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું કે, જો કોઈ એક માણસ પણ થાંભલા પરથી લપસ્યો તો મોટો અકસ્માત થઈ શકે છે. આવી બેદરકારી પર સખત કાર્યવાહી થવી જોઈએ.

Trending Video : કેનેડામાં સુખ-સગવડ છતાં અધૂરાપણું કેમ? મહિલાએ જણાવી દિલને સ્પર્શી જાય એવી વાત

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">