ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ, પીવાનું પાણી પણ ન મળતા સ્થાનિકોમાં રોષ- Video
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ચોમાસામાં જ પાણીનો કકળાટ શરૂ થયો. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં રહીશોને પાણી ન મળતા હાલાકી. વરસાદ ન હોવાથી બોર સુકાઈ ગયા હોવાથી સ્થાનિકો માટે પાણીની સમસ્યા વિકટ બની. પીવા અને વપરાશના પાણીની ગંભીર અછત હોવાનો મહિલાઓનો દાવો. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. […]
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ચોમાસામાં જ પાણીનો કકળાટ શરૂ થયો. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં રહીશોને પાણી ન મળતા હાલાકી. વરસાદ ન હોવાથી બોર સુકાઈ ગયા હોવાથી સ્થાનિકો માટે પાણીની સમસ્યા વિકટ બની. પીવા અને વપરાશના પાણીની ગંભીર અછત હોવાનો મહિલાઓનો દાવો. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના ઘર સુધી પાણીની પાઈપલાઈન તો નાખેલી છે પરંતુ એક ટીપુ પણ પાણી લોકોના ઘર સુધી પહોંચતું નથી.
સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે જૂની પાણીની લાઈનનો ઉપયોગ કરીને સોસાયટીમાં તાત્કાલિક પાણી પુરુ પાડવામાં આવે. અઠવાડિયામાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો રહીશોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાવો છે કે પ્રોજેક્ટને તાંત્રિક મંજૂરી મળી ગઈ છે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને હાલની પાણીની તંગી દૂર કરવા ટેન્કર સહિતની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ખાતરી આપી
શું નાસ્તિક દેશ ચીન ભારતીયોની કૈલાશ માનસરોવર યાત્રાને વિદેશનીતિના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યુ છે ?
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
