IPL 2027 Retention: ટ્રેવિસ હેડ-મિશેલ સ્ટાર્ક બહાર, જાણો કઈ ટીમે કોને કર્યા રિલીઝ?
સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2027ના રિટેન્શન સમયગાળા પહેલા ટ્રેવિસ હેડને રિલીઝ કરીને આશ્ચર્યજનક નિર્ણય લીધો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે પણ ઘણા મુખ્ય ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ચાલો જાણીએ કઈ ટીમે કોને કર્યા રિલીઝ.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2027 ની રિટેન્શન પ્રક્રિયા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં તેમના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડને રિલીઝ કરવામાં આવ્યો છે. હેડ છેલ્લા ત્રણ સીઝનથી સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો અને ફ્રેન્ચાઇઝ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, હવે તેને રિલીઝ કરવામાં આવ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડને કર્યો બહાર
ટ્રેવિસ હેડને સૌપ્રથમ IPL 2024 ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા ₹6.8 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ IPL 2025 ની મેગા હરાજીમાં તેમને ₹14 કરોડમાં રિટેન કરવામાં આવ્યા હતા. હેડે ત્રણ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 43 મેચ રમી હતી, જેમાં 1 સદી અને 9 અડધી સદી ફટકારી હતી. ચાલો IPL ટીમો દ્વારા રિલીઝ કરાયેલા ખેલાડીઓ પર એક નજર કરીએ.
SRH release Travis Head, who is set to sit out IPL 2027 to manage his workload ❗ https://t.co/kIWe68516y
— Cricinfo (@cricinfo) November 17, 2026
હૈદરાબાદે આ ખેલાડીઓને રિલીઝ કર્યા
- ટ્રેવિસ હેડ
- કમિન્ડુ મેન્ડિસ
- જયદેવ ઉનડકટ
- દિલશાન મધુશંકા
- ઓમકાર તરમાલે
- અમિત કુમાર
- શિવમ માવી
- ગેરાલ્ડ કોટ્ઝી
- ડેવિડ પેન
Delhi Capitals have released Mitchell Starc https://t.co/aPhfSJQzmm
— Cricinfo (@cricinfo) November 17, 2026
દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીઓને રિલીઝ કર્યા
- નીતિશ રાણા
- અભિષેક પોરેલ
- પાથુમ નિસાન્કા
- બેન ડકેટ
- કરુણ નાયર
- સાહિલ પારેખ
- દુષ્મંત ચમીરા
- કાયલ જેમસન
- રેહાન અહેમદ
- મિશેલ સ્ટાર્ક
CSK એ આ ખેલાડીઓને રિલીઝ કર્યા
- એમએસ ધોની
- મેટ શોર્ટ
- હેનરી
- ફોક્સ
- પ્રશાંત વીર
- અમન ખાન
- કુલદીપ યાદવ
- આકાશ માધવાલ
- ડાયાન ફોરેસ્ટર
- મેકનીલ નોરોન્હા
LSG એ આ ખેલાડીઓને રિલીઝ કર્યા
- બ્રીટ્ઝકે
- એનરિક નોર્કિયા
- જ્યોર્જ લિન્ડે
- હસરંગા
- નમન તિવારી
- અર્શીન કુલકર્ણી
