Breaking News : ઓરેન્જ કેપ માટે જંગ થઈ રસપ્રદ, ટોપ 5માં 4 ભારતીય બેટ્સમેન
આઈપીએલમાં આ વર્ષે સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 બેટ્સમેન છે. જેમાંથી 4 ભારતીય ખેલાડીછે પરંતુ પહેલા નંબરે હેનરિક ક્લાસેન છે. તો ચાલો જોઈએ ટોપ 5માં ક્યા ક્યા બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો છે.

આઈપીએલની સીઝનમાં ટીમો એકબીજાથી આગળ વધવાની રેસ લગાવી રહી છે. તો બેટ્સમેનો વચ્ચે પણ જંગ જોવા મળી રહ્યો છે.આ કારણે ઓરેન્જ કેપની રેસ હવે રસપ્રદ જોવા મળી રહી છે. આ વર્ષે ટોપ 5માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનોમાં 4 ભારતીય ખેલાડી છે. એ વાત અલગ છે કે, પહેલા નંબર પર સાઉથ આફ્રિકાના બેટ્સમેને કબ્જો જમાવ્યો છે પરંતુ રનનું અંતર વધારે નથી.પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર પંજાબ કિંગ્સની ટીમ છે. 10માં સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે.
હૈદરાબાદનો ખેલાડી બધાથી આગળ
આ વર્ષે આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન સનરાઈઝર્સ હૈદરાબાદનો હેનરિક ક્લાસેન છે. ક્લાસેને અત્યારસુધી 6 મેચમાં 283 રન બનાવ્યા છે. તેના નામે 19 ચોગ્ગા અને 10 સિક્સ છે. બીજા નંબર પર શુભમન ગિલ આવે છે. ગિલે અત્યારસુધી 4 મેચ રમી છે. જેમાં 251 રન બનાવ્યા છે. ગિલ રનના મામલે ક્લાસેનથી વધારે પાછળ નથી. સાથે મેચ પણ 2 ઓછી રમી છે. જ્યાં સુધી ગિલ 6 મેચ રમશે. તો તે ક્લાસેનથી આગળ નીકળી શકે છે.
વૈભવ સૂર્યવંશી ચોથા સ્થાને
સૌથી વધારે રન બનાવવા મામલે વિરાટ કોહલી ત્રીજા સ્થાને છે. વિરાટ કોહલીએ અત્યારસુધી 6 મેચમાં આ વર્ષની આઈપીએલમાં 247 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ચોથા નંબર પર વૈભવ સૂર્યવંશીનું છે. તેમણે 6 મેચ રમી 246 રન બનાવ્યા છે. વિરાટ કોહલીથી એક રન ઓછો છે. વૈભવ સૂર્યવંશીએ 24 ચોગ્ગા અને 20 સિક્સ ફટકારી છે.ટોપ 5 બેટ્સમેનની વાત આવે તો છેલ્લું નામ રજત પાટીદારનું છે. જે આરસીબીના કેપ્ટન પણ છે. રજત પાટીદારે 230 રન પોતાના ખાતમાં કર્યા છે. હવે કોમ છેલ્લા દિવસે ઓરેન્જ કેપ મેળવે છે. તે જોવું રહ્યું
જો પર્પલ કેપની વાત કરવામાં આવે તો પહેલા નંબર પર અંશુલ કંબોજ 13 વિકેટ સાથે પહેલા નંબરે, બીજા નંબર પર પ્રિન્સ યાદવ, ત્રીજા નંબર પર પ્રસિદ્ધ કૃષ્ણા 11 વિકેટ સાથે. ચોથા નંબર પર 10 વિકેટ સાથે ભુવનેશ્વનર કુમાર અને પાંચમાં નંબર પર રાજસ્થાન રોયલ્સનો બોલર રવિ બિશ્નોઈ 10 વિકેટ સાથે છે.
