AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026ની Opening Ceremony કેમ રદ્દ કરાઈ ? જાણો તેની પાછળનું મુખ્ય કારણ

IPL દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે, જેનું 19મું આવૃત્તિ શનિવારે, 28 માર્ચથી શરૂ થવાનું છે. પ્રથમ મેચ Royal Challengers Bengaluru અને Sunrisers Hyderabad વચ્ચે રમાઈ રહી છે, જે સાંજે 7:30 વાગ્યાથી M. Chinnaswamy Stadiumમાં યોજાશે. પહેલા સીઝનથી જ Opening Ceremony થાય છે, પણ 2019માં તેને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તે ફરીથી શરૂ થયો હતો, પરંતુ આ વખતે એકવાર ફરીથી રદ્દ કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે કારણ અલગ છે.

Breaking News : IPL 2026ની  Opening Ceremony કેમ રદ્દ કરાઈ ? જાણો તેની પાછળનું મુખ્ય કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2026 | 4:00 PM
Share

2019માં IPL ની Opening Ceremony રદ્દ થવાનું કારણ અલગ હતું. તે વર્ષ પુલવામા આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 40 સૈનિક શહીદ થયા હતા. આ કારણે BCCIએ Opening Ceremony ન કરવાનો નિર્ણય લીધો હતો, અને કોરોનાના કારણે આ પરંપરા થોડા સમય સુધી રોકાઈ રહી. પછી આ Ceremony ફરીથી શરૂ થયી. ગયા વર્ષે કોલકાતામાં પ્રથમ મેચ પહેલાં ભવ્ય Opening Ceremony યોજાયી હતી . તેમાં શાહરુખ ખાન, શ્રેયા ઘોષાલ, દિશા પટની, અને કરણ ઓઝલાએ આ Ceremonyને વિશેષ બનાવી હતી.

IPL 2026ની Opening Ceremony રદ્દ!

કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ BCCIના સચિવ દેવજીત સેકિયાએ જણાવ્યું છે કે આ વખતે Opening Ceremony નહીં થાય. તેમણે જણાવ્યું કે આ વર્ષે IPLમાં Opening Ceremonyનું આયોજન નહીં થાય, પરંતુ BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ ભવ્ય સમાપન સમારોહની યોજના બનાવી રહ્યા છે.

કેમ રદ્દ કરાઈ IPL 2026ની Opening Ceremony ?

સીઝન 19ની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે બેંગલુરુના M. Chinnaswamy સ્ટેડિયમમાં રમાશે. થોડા દિવસો પહેલા સુધી સ્પષ્ટ નહોતું કે આ સ્ટેડિયમમાં IPLના મેચ રમાશે કે નહીં, કારણ કે આ સ્ટેડિયમમાં રમવા પર પ્રતિબંધ લાગેલો હતો. ગયા વર્ષે IPLના અંત પછી અહીં એક દુઃખદાયક ઘટના બની હતી, જેમાં 11 લોકોની મૃત્યુ થઇ હતી.

વાસ્તવમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગયા વર્ષે પોતાનો પહેલો IPL ખિતાબ જીત્યો હતો. RCBએ નિર્ણય કર્યો કે તે આગામી જ દિવસે પોતાના હોમ ગ્રાઉન્ડ (M. Chinnaswamy) પર ઉજવણી કરશે, જેમાં આખી ટીમ હાજર રહેશે. આ લેવામાં આવેલા નિર્ણયથી પહેલા મેનેજમેન્ટે ખાસ તૈયારી નહોતી કરી, અને ફેન્સ મોટી સંખ્યામાં સ્ટેડિયમના બહાર આવી ગયા. ટિકિટો પણ મફતમાં હોવાથી ભીડ વધુ વધી ગઈ, અને બધા અંદર જવા માંગતા હતા. સ્ટેડિયમના બહાર સર્જાયેલી દોડ-ધામ અને ગરમીમાં 11 ફેન્સની મોત થઈ ગઈ.

IPL 2026ની Opening Ceremony રદ્દ કરવામાં આવી છે, અને આ નિર્ણય 4 જૂનની ઘટનાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આ પગલું મૃતકો પ્રત્યે સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા  માટે લેવામાં આવ્યું છે.

સરકાર બદલતા બાંગ્લાદેશે અપનાવ્યું નરમ વલણ , IPL પરનો જૂનો નિર્ણય પાછો ખેંચાયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">