AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 પહેલા લખનૌ સુપરજાયન્ટ્સ ટીમ રામલલાના દરબારમાં, રિષભ પંતે જીત માટે કરી પ્રાર્થના

IPL 2026ની શરૂઆત પહેલા લખનૌ સુપરજાયન્ટ્સે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો છે. કેપ્ટન રિષભ પંત અને ટીમ મેનેજમેન્ટ સાથે ખેલાડીઓ અયોધ્યાના રામ મંદિર પહોંચ્યા અને જીત માટે આશીર્વાદ મેળવ્યા. નવી સિઝન પહેલા આ મુલાકાત ટીમ માટે માનસિક મજબૂતી અને આત્મવિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ છે.

Breaking News: IPL 2026 પહેલા લખનૌ સુપરજાયન્ટ્સ ટીમ રામલલાના દરબારમાં, રિષભ પંતે જીત માટે કરી પ્રાર્થના
Lucknow Super GiantsImage Credit source: X/Dr. Sanjiv Goenka
| Updated on: Mar 21, 2026 | 9:29 PM
Share

IPL 2026 શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, અને તમામ ટીમો પોતાની તૈયારીને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આ વચ્ચે લખનૌ સુપરજાયન્ટ્સ ટીમે સિઝનની શરૂઆત પહેલા અયોધ્યામાં રામલલાના દરબારમાં પ્રાથના કરી હતી.

લખનૌ ટીમ રામલલાના દરબારમાં

ટીમના કેપ્ટન રિષભ પંત અને માલિક સંજીવ ગોએન્કા એ રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કર્યા હતા. આ દરમિયાન ટીમના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અને સૌએ સાથે મળી પૂજા-અર્ચના કરી હતી. આ રીતે આધ્યાત્મિક આશીર્વાદ સાથે લખનૌ સુપરજાયન્ટ્સ IPL 2026માં ધમાકેદાર શરૂઆત કરવા આતુર છે.

સંજીવ ગોએન્કા શેર કરી ફોટો

સંજીવ ગોએન્કાએ તેમના સોશિયલ મીડિયા પર આ અનુભવ શેર કરતા જણાવ્યું કે આ ક્ષણ તેમની માટે ખૂબ ખાસ હતી. તેમણે મંદિરની ભવ્યતા અને આધ્યાત્મિકતા વિશે ભાવુક સંદેશ લખ્યો અને ભગવાનના આશીર્વાદ માટે આભાર વ્યક્ત કર્યો.

IPL 2026માં સારા પ્રદર્શનની આશા

લખનૌ ટીમ માટે IPL 2026 ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ગયા સિઝનમાં ટીમ અપેક્ષિત પ્રદર્શન કરી શકી નહોતી. મીની ઓક્શન બાદ ટીમે પોતાના સ્ક્વોડમાં ફેરફાર કરીને ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. હવે ટીમ નવી ઉર્જા સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે.

પહેલો મુકાબલો દિલ્હી સામે

ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સ સામે 1 એપ્રિલે લખનૌ પોતાની પ્રથમ મેચ રમશે. ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ સામે મહત્વપૂર્ણ મુકાબલા થશે, જે ટીમના અભિયાન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

રિષભ પંતના પ્રદર્શન પર રહેશે નજર

ખાસ ધ્યાન કેપ્ટન રિષભ પંતના પ્રદર્શન પર રહેશે. ગયા સિઝનમાં તે બેટિંગમાં અપેક્ષા મુજબ સફળ રહ્યો નહોતા, પરંતુ આ વખતે તે વધુ જવાબદારી સાથે ટીમને આગળ લઈ જવાની તૈયારીમાં છે. ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંનેને તેમની પાસેથી મોટી અપેક્ષા છે.

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા કઈ ટીમે ફટકાર્યા છે? ટોપ-3 માં ચેમ્પિયન ટીમોનો દબદબો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">